Priyanka Chaklasiya

Crime Inspirational Thriller

3  

Priyanka Chaklasiya

Crime Inspirational Thriller

એક નવી દિશા - ૨૦

એક નવી દિશા - ૨૦

7 mins
197


મહેતા નિવાસમાં આજે થોડીક ચહેલપહેલ છે. આજે અનિશાની સગાઈ છે. રોહન ખુશીથી આવનાર મહેમાન નું સ્વાગત કરી રહ્યો છે. પોતાની લાડકવાયી પ્રિન્સેસ જે કાલ પા પા પગલી કરતી હતી એની આજે સગાઈ છે રોહન ખૂબ ખૂબ ખુશ છે પણ અંદરથી એ ધારાને યાદ કરી ને ગળગળો થઈ જાય છે. થોડીવારમાં મહેમાન આવી જાય છે અને અનિશાને લાવવામાં આવે છે.

લાલ અને વ્હાઈટ ચણીયાચોળીમાં અનિશા ખુબ જ સુંદર લાગી રહી છે જાણે આકાશમાંથી ઊતરેલી કોઈ અપ્સરા. ગળામાં હાર, ટિકો, મહેંદી મૂકેલ હાથમાં ‌પાટલા, પગમાં ઝાંઝર, ચહેરા પર આછો મેકઅપ. રોહન અનિશાને જોતો જ રહી ગયો એને લાગ્યું કે ધારા ફરી પાછી આવી ગઈ છે. બધા મહેમાનો અનિશાની સુંદરતાના વખાણ કરતા હતા બધાને એવું લાગતું હતું કે જાણે ધારા જ પાછી આવી છે. પણ‌ કોઈ જાણતું નથી કે અનિશાની આ સુંદરતા જ એનો અભિશાપ છે. આ અનિશા આજે માર્કેટમાં શણગારેલી ઢીંગલી માફક હતી‌ જે લાગણી વગર દેખાડા પુરતું હસે.

અનિશા આવતા જ એને ધવલ સાથે બેસાડી વિધી કરવામાં આવી. અનિશા તરફથી પાયલ વિધી કરતી હતી અને ધવલ તરફથી અનિશાના‌‌ સાસુ હેમલતાબેન. વિધી પૂરી થતાં અનિશાને ધવલ એકબીજાને વીંટી પહેરાવી દે છે. બધા મોટાના આશીવાદ લે છે. રોહન ભાઈ અનિશાનો હાથ ધવલના હાથમાં સોંપે છે.

રોહન (ગળગળા થઈ): ધવલ દીકરા મારી લાડકવાયી દીકરી અનિશા મારી પ્રિન્સેસનું ધ્યાન રાખજે. આજ સુધી એને ક્યારેય જિદ નથી કરી. મને પણ નથી ખબર કે એને શું જોઈએ છે. એને માં નો પ્રેમ નથી મળ્યો એનું ધ્યાન રાખવું.

ધવલ: હા પપ્પા તમે ચિંતા ના કરો.

અનિશા (રોહન ને વળગી ને): પપ્પા હું ક્યાંય નથી જતી. આ સગાઈ છે વિદાય નહીં.

રોહન (આંખના ખૂણા સાફ કરી) :હા દીકરા.

થોડીક વિધિ બાદ તમામ મહેમાનો ઘર જવાની રજા લેવા આવવા લાગ્યા. મહેમાનોના જતા સગાઈ પૂર્ણ થઈ. ધવલના મમ્મી હેમલતાબેન રોહનની પાસે આવ્યા.

હેમલતાબેન: રોહન ભાઈ અમે અનિશાને કંકુ પગલાં માટે લઈ જઈએ ?

વિકાસ અને રોહન : હા હેમલતાબેન. હવે એ આપની અમાનત છે.

હેમલતાબેન: સારૂ પછી ધવલ મૂકી જશે અનિશાને જયશ્રી કૃષ્ણ.

વિકાસ અને રોહન: જયશ્રી કૃષ્ણ.

અનિશા ચણિયાચોળી ચેન્જ કરી પિંક કલરનો અનારકલી ડ્રેસ પહેરીને આવે છે. હેમલતાબેન અનિશાને લઈને પોતાના ઘરે કંકુ પગલાંની વિધિ માટે લઈ જાય છે. અનિશા પોતાના ભાવિ ભરથાર સાથે પોતાના સાસરે કંકુ પગલાં વિધિ માટે આવે છે. હેમલતાબેન ધવલ અને અનિશાની આરતી ઉતારે છે અને પછી અનિશા પોતાના સાસરામાં કંકુ પગલાં કરે છે. ધવલના પરિવાર ને મિત્રો સાથે પરિચય કેળવે છે. ધવલને દિપનો ફોન આવતા તે થોડોક દૂર જાય છે વાત કરવા.

થોડાક સમય પછી હેમલતાબેન ધવલને અનિશાને મૂકવા જવા કહે છે સાથે ધવલના મિત્રો પણ જાય છે. અનિશા બધાને પગે લાગી આશીર્વાદ લીધા પછી ઘરે જવા નીકળે છે. ધવલના મિત્રો રસ્તામાં અનિશા અને ધવલને ચિડવે છે. અચાનક ધવલ એક સુમસામ રસ્તા પર ગાડી રોકે છે અને પોતાના મિત્રો ને બહાર બોલાવે છે. અનિશા સમજી નથી શકતી કે ધવલ કેમ આવુ કરે છે.

થોડીક વાર પછી ધવલ આવીને અનિશા ને એક કોલ્ડડ્રિંક આપે છે અનિશા નિર્દોષતાથી પીય લે છે. થોડીક વાર પછી અનિશાને ચક્કર આવવા લાગે છે. પછી ધવલ અને તેના મિત્રો આવી ને અનિશાના શરીર પર એક પછી એક કપડાં દૂર કરવા લાગે છે. અનિશા અર્ધ બેભાન અવસ્થામાં વિરોધ કરવાની કોશિશ કરે છે પણ હેવાનિયત ના કારણે એનો પ્રતિકાર કોઈ સાંભળતું નથી. ધવલ અને તેના મિત્રો વારંવાર અનિશા પર બળાત્કાર ગુજારે છે. થોડાક સમય પછી અનિશા ભાનમાં આવે છે. પોતાની સાથે શું થયું એ વિચારીને ખુબ જ દુ:ખી થાય છે અને રડવા લાગે છે. પછી ધવલ અને તેના મિત્રો આવે છે.

અનિશા(રડતા રડતા) : ધવલ આ શું કર્યું તમે ? મારા પપ્પા એ કેટલા વિશ્વાસથી મારો હાથ તમારા હાથમાં આપ્યો હતો ? હું આ બધું કહી દઈશ.

ધવલ : સારૂ કહી દે જે બસ પહેલા આ વિડિયો જોઈ લે.

(ધવલ અનિશાને એના પર દિપ સાવન અને વિકાસ પદિપ બળાત્કાર ગુજારે છે એવો વિડિયો બતાવે છે)

અનિશા(કરગરતા) : પ્લીઝ આ વિડિયો ડિલીટ કરી દે

ધવલ : સારૂ કરી દઈશ. પણ એક શરતે

અનિશા :શું શર્ત ?

ધવલ : એ જ કે તુ અત્યારે જે થયું એ કાંઈજ નહીં કહે તારા પાપાને ને લગ્ન પછી મને અને મારા મિત્રોને ખુશ કરીશ. અમારી પથારી ગરમ કરવાવાળી બનીશ !

અનિશા : ના ના

ધવલ : તો‌ હું આ વિડિયો ઈન્ટરનેટ પર મુકીશ આને તારા પાપાને બતાવીશ. વિચાર અનિશા વિચાર ! આ વિડિયો તારા પપ્પા જોશે એમને હાટૅએટેક આવશે ! તું અનાથ થઈ જઈશ. તારા પરિવારની ઈજ્જત ?

અનિશા : ના ના મને તારી શરત મંજૂર છે.

ધવલ : ગુડ ગર્લ ચાલ ઘરે હવે.

ધવલ અનિશાને ઘરે મૂકી જાય છે. ઘરમા આવતા જ રોહન અનિશાને કહે છે કે

રોહન : પ્રિન્સેસ આવી ગઈ મારા દીકરા ! કેવું લાગ્યું તારા પ્રિન્સનું ઘર ગમ્યું ને ? આવ મારી પરી પપ્પા પાસે આવો. જો પપ્પા હવે અહિયાં જ રહેશે.

અનિશા રોહનને સીધું હગ કરીને રડવા લાગે છે. થોડોક સમય ખુબ જ રડે છે.

અનિશા (રોહનને હગ કરીને રડતા રડતા): પાપા આઈ લવ યુ

રોહન : પણ દીકરા આટલું બધું કેમ રડે મારી પ્રિન્સેસ ? શું થયું અને તું ગરમ કેમ છે, જો તાવ છે તને કેટલો બધો ! શું થયું મારી લાડકવાયી ? પપ્પા ને કે'ને

અનિશા (અચાનક ધવલની ધમકી યાદ આવતા ):કાંઈ નહીં પાપા હું ઠીક છું. થાક ના લીધે તાવ છે,હમણાં મટી જશે. તમે દવા લીધી તમારી ?

રોહન (અનિશાના કપાળ પર કિસ કરતા) : હા લીધી મને કે તું કેમ રડી હમણાં ? ધવલે કાંઈ કિધુ ? હેમલતાબેન ને કિધુ ?

અનિશા : ના પપ્પા બસ‌ તમારાથી દૂર નથી ગઈ કોઈ દિવસ એટલે. આઈ લવ યુ પાપા

રોહન : આઈ લવ યુ ટુ મારી પ્રિન્સેસ. સારુ તું આરામ કર. કાલ બર્થ ડે છે ને મારી પ્રિન્સેસ નો

અનિશા : હા‌ પાપા.

 રોહનના ગયા પછી અનિશા ઊંડા વિચારમાં ગરકાવ થઈ જાય છે કે હવે ? મારું શું ? મારા પપ્પાની ઈજ્જત મેં ધૂળમાં મેળવી ? મારો શું વાંક ? મે‌ શું બગાડ્યું છે બધાનું ? ના ના હું આ રીતે ના જીવી શકું.

વિચારોમાં અનિશા ઘરના મીટર રુમમાં જતી રહે છે અંતે અનિશા જાતે કરંટ વાયર હાથમાં લઈ લે છે. અનિશાને કરંટ લાગવાને કારણે ઘરમાં લાઈટ જતી રહે છે, દિપ ઠીક કરવા આવે છે તો અનિશાને ત્યાં જોઈને ચીસ પાડે છે. દિપની ચીસ સાંભળી ને બધા ત્યાં હાજર થઈ જાય છે. રોહન અનિશાને કરંટ વાયર પકડી ને જોતા એની પાસે જાય છે પણ વિકાસ એને રોકી લે છે. રોહન અનિશાને આ હાલતમાં જોઈ રડવા લાગે છે. સાવન ડોક્ટર બોલાવી લાવે છે ત્યાં સુધી બધા અનિશાને કરંટથી દૂર કરે છે. ડોકટર આવીને ચેક કરે છે.

ડોક્ટર: હું દિલગીર છું અનિશા કરંટ લાગવાને કારણે મૃત્યુ પામી છે.

રોહન (આક્રંદ કરતા ) : ના ના તમે જુઠ્ઠું બોલો છો. મારી પ્રિન્સેસને કાંઈજ નથી થયું એ હમણાં આવશે મને બોલાવશે. પાપા આઈસ્ક્રીમ ખાવા જોઈએ, એમ કહશે મારી લાડકવાયી દીકરીને કાંઈજ નથી થયું.

 વિકાસ અને પદિપ રોહનને સંભાળે છે. રોહન વધુ ને વધુ આક્રંદ કરે છે એવું લાગે છે કે જાણે આ ઘરની લક્ષ્મી ધબકાર દોલત બધું છિનવાઈ ગયું છે. એક બાપ પોતાની દીકરી માટે આક્રંદ કરે છે. અચાનક રાતના બારનો ટકોરા થતાં રોહનનું ધ્યાન ઘડિયાળ પર જાય છે વિચારે છે કે અનિશા એના જન્મદિન પર જ મોત પામી. ત્યાં ઓમકારનાથ શાસ્ત્રી આવે છે.

ઓમકારનાથ શાસ્ત્રી: દીકરા રોહન આ દીકરીનું આયુષ્ય પૂર્ણ થયું આજે તે વીસ વર્ષની થઈ અને મૃત્યુ પામી. મારી ભવિષ્યવાણી સાચી પડી.

રોહન : પણ પંડિતજી મારી લાડકવાયી દીકરી આત્મહત્યા કેમ કરી ?

ઓમકારનાથ શાસ્ત્રી અનિશાના ભૂતકાળમાં બનેલી તમામ ઘટનાઓ જણાવે છે. રોહન જેમ જેમ સાંભળે છે તેમ તેમ ગુસ્સામાં ઉકળી ઊઠે છે. રોહન ગુસ્સામાં વિકાસ અને એ લોકો તરફ જાય છે પણ ઓમકારનાથ શાસ્ત્રી એને રોકે છે.

રોહન : મારી લાડકવાયી દીકરી અનિશા કેમ સહન કરું હું આ બધું, મારે નથી જોઈતું એવું જીવન જેમા તું ન હોય. મારી પ્રિન્સેસ ના હોય. ધિક્કાર છે મારા પિતા હોવા પર ! હું મારી લાડકવાયીને ના સમજી શક્યો. મારી પરીનો ગુનેગાર છું હું. ધારા ધારા હું તારો ગુનેગાર છું. મને માફ કરી દે ધારા ! અનિશા પપ્પાને પ્રોમિસ આપ કે તું આવતા જન્મે ફરી મને મળીશ.

ઓમકારનાથ શાસ્ત્રી: હા દીકરા અનિશા ફરી જરુર આવશે તારી પાસે. પણ ..

રોહન: પણ શું પંડિત જી ?

ઓમકારનાથ શાસ્ત્રી: પણ તને શ્રાપ ના લીધે કાંઈજ યાદ નહીં હોય કે અનિશા તારી પ્રિન્સેસ છે. એ માત્ર તારી મિત્ર હશે. પણ એક બાપ તરીકે લાગણીથી તમે જોડાશો.

રોહન : સારૂ એ જ મારી સજા હશે. મારી લાડકવાયી દીકરી અનિશા મારી પ્રિન્સેસ મારી પરી !

થોડીવારમાં રોહન પણ હાર્ટ એટેકના લીધે મૃત્યુ પામે છે. એક દીકરી છે પરિવારની ઈજ્જત અને પપ્પાના પ્રેમ માટે મૃત્યુ પામી જ્યારે એક બાપ પોતાની દીકરીના દુઃખને ના જોઈ શકવાને લીધે મૃત્યુ પામ્યો. કહેવાય છે કે બાપ અને દીકરીનો સંબંધ શ્રેષ્ઠ હોય છે એમાં એક નામ અનિશા અને રોહનનું જોડાયું.

સમાપ્ત


Rate this content
Log in

Similar gujarati story from Crime