એક નવી દિશા ભાગ-૧૯
એક નવી દિશા ભાગ-૧૯
ભાગ-૧૯
થોડી વાર પછી અનિશા ભાનમાં આવે છે. પોતાની સાથે થયેલા અત્યાચારને યાદ કરીને અનિશા ફરી રડવા લાગે છે. પોતાના શરીર પર બચકા, માર અને નખના નિશાન જોવે છે ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હોય છે તો અનિશા સાફ કરે છે. થોડી વાર પછી પાયલ અને ક્રિષ્ના અનિશાની પાસે આવે છે અને ધમકાવવા લાગે છે.
પાયલ(તોછડાઈ થી) : બસ હવે નાટક ના કર.ઘરના કામ બધા બાકી છે.
ક્રિષ્ના: હા કામ કરવા જા નહીતર જમવા નહીં મળે.
અનિશા (નિર્દોષતાથી ) : આન્ટી દિપ અને સાવનભાઈ.. (રડવા લાગે છે)
પાયલ : હા ખબર છે અમને બધુ
ક્રિષ્ના: હા અને એ હવે રોજ થશે.
અનિશા (બંનેના પગે પડતા) : ના ના આન્ટી પ્લીઝ મારા પર દયા કરો !
પાયલ અને ક્રિષ્ના : અમને આનંદ મળે છે તને આમ કરગરતા જોઈને.જા તારું કામ કર.
અનિશા : હા આન્ટી.
અનિશા ચુપચાપ ઘરનું કામ પતાવી દે છે. પોતાને અસહ્ય દુખાવો થાય છે પણ કહે કોને ? અનિશા ધારાના ફોટાને જોતા જ રડવા લાગે છે. પાપા મમ્મા ક્યાં છો ? મમ્મા મને મુકીને કેમ ગયા ? ધારાના ફોટાને હગ કરીને અનિશા રડતા રડતા જ સુઈ જાય છે. રોજરોજ અનિશા પર અનેક અત્યાચાર કરવામાં આવે છે.અનિશા જાણે આ બધા માટે ઉપભોગનું એક સાધન બની ગઈ છે.બળજબરી અને બળાત્કાર તો જાણે આ માસુમ પરીના જીવનમાં વણાઈ ગયા છે.અનિશા જાણે એક આશાથી જીવે છે કે પાપા આવશે અને મને આ નરકમાંથી બહાર લઈ જશે.
***
(બે વર્ષ પછી)
દિપ ધરમાં આવીને
દિપ : મમ્મી પપ્પા ક્યાં છો બધા ?
પાયલ : હા મારા દિકરા બોલ શું કામ છે ?કેમ સવાર સવારમાં બુમાબુમ કરે છે ?
દિપ : મમ્મી પપ્પા ક્યાં છે ?
વિકાસ : હા બોલ દિકરા.
દિપ (થોડાક ખચકાતા): પપ્પા વાત એમ છે કે...
વિકાસ : દિકરા વાત ગોળગોળ ના ફેરવ
પાયલ : હા દિકરા
દિપ (એક શ્ર્વાસમાં) : મમ્મી પપ્પા હુ મારી સાથે ભણતી રિયાને પ્રેમ કરું છું અને અમે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગ્યે છીએ.
વિકાસ : ઓહ આટલી વાતમા તું ગભરાતો હતો.
દિપ : પણ પપ્પા મને એમ કે તમે ના પાડશો.
પાયલ : ના ના દિકરા
વિકાસ: હા હું હમણાં જ રોહન ભાઈ સાથે વાત કરી લેવા
પાયલ અને દિપ : એમને શા માટે ?
વિકાસ : તમે લોકો એ ના ભૂલો કે રોહન આ ઘરનો મોટો દિકરો છે.
પાયલ : પણ એ અનિશાની સગાઇનું કહશે કારણ કે અનિશા મોટી છે દિપ કરતા
દિપ : હવે એ ગમાર સાથે કોણ લગ્ન કરે ? ઈ તો અમારી મોજમજા માટે છે.નહિ સાવન ?
સાવન : હા ભાઈ
વિકાસ : હા પણ દિપના લગ્ન માટે અનિશાના લગ્ન થવા જરૂરી છે.
ક્રિષ્ના: મોટા ભાઈ તમે ચિંતા ના કરો. મારા કાકાના દીકરા સાથે અનિશાના લગ્ન થઈ જશે આમ પણ એમને અનિશા ગમે છે. એમને જોઇ છે અનિશાને
વિકાસ : હા તો ફોન કરી ને તમે સગાઇ નક્કી કરી નાખો
પદિપ : હા ભાઈ
ક્રિષ્ના પોતાના કાકાને ફોન કરીને બધી વાત જણાવે છે અને આવતા રવિવારે સગાઇ નક્કી કરે છે.પછી વિકાસને આ વાત કહે છે. વિકાસ રોહનને ફોન કરે છે.
વિકાસ: હલ્લો ભાઈ ! જયશ્રી કૃષ્ણ
રોહન: હલ્લો જયશ્રી કૃષ્ણ કેમ છે બધાને ? મારી લાડકવાયી પરી કેમ છે ?
વિકાસ: હા ભાઈ બધા ઠિક છે અને અનિશા પણ ઠિક છે.
રોહન: સારૂ
વિકાસ : ભાઈ ક્રિષ્નાના કાકાના દીકરા સાથે આપણી અનિશાની સગાઇ નક્કી કરી છે આવતા રવિવારે.અનિશાને પણ છોકરો ગમે છે.તમને બાયોડેટા મોકલ્યો છે.
રોહન : સારૂ ભાઈ મારી લાડકવાયી પરીને સાચવશે ને એ લોકો ?
વિકાસ : હા ભાઈ ચિંતા ના કરો બધુ જ ઠિક છે. અનિશા મારી પણ દિકરી છે. છોકરો સારો છે.
રોહન :સારૂ હું રવિવારે જ આવીશ.અહિયા કામ છે.
વિકાસ : સારૂ ભાઈ.
રોહન : બાય જયશ્રી કૃષ્ણ
વિકાસ: બાય જયશ્રી કૃષ્ણ(ફોન મુકીને)
અનિશા બહાર આવ તો
અનિશા : હા અંકલ બોલો
વિકાસ : આવતા રવિવારે તારી સગાઈ છે
અનિશા: કોની સાથે ?
વિકાસ (અનિશાને એક તમાચો મારી) : ઈ પંચાત ના કર તું તને કિધુ એ જ બોવ છે.
અનિશા (રડતા રડતા) : સારૂ અંકલ
અનિશા ફરી રસોડામાં જતી રહે છે વિચારે છે કે સગાઇ નક્કી કરી છે પણ છોકરો કેવો હશે ? મને માન સન્માન આપશે ? મારી સાથે સારૂં વર્તન કરશે ? પપ્પાને કહ્યું હશે ?
***
(શું થશે હવે ? શું અનિશાની સગાઇ થશે ? કોની સાથે ? શું પંડિત ઓમકારનાથ શાસ્ત્રીની ભવિષ્યવાણી સાચી છે કે ખોટી ? શું થશે જ્યારે રોહનને સચ્ચાઈની ખબર પડશે ?)
ક્રમશ:
