શુભારંભ - ૭
શુભારંભ - ૭
રિતિકા અને અંશના લગ્નની મહેંદીનો પ્રસંગ છે બધા ખુબ જ ખુશ છે. રિતિકા ખુબ સરસ તૈયાર થઈ નીચે આવે છે. નિહારિકા અને કાજલ મહેક સાથે મહેંદી લઈને આવે છે અને રિતિકા ને મહેંદી મૂકવામાં આવે છે. ગગનભાઈ અને મમતા બેન ખુબ જ ખુશ છે. અચાનક રિતિકા ને ફોન આવતા જ તે વાત કરવા ઉપર જાય છે.
રિતિકા ઉપર જતા.
રિતિકા: હલ્લો નિયાન ! યાર તે દિવસે તો મારા લગ્ન છે તે દિવસે હું કેવી રીતે આવી શકુ?
નિયાન : પ્લીઝ
રિતિકા: ના
નિયાન: તારા કરિયરનો સવાલ છે
રિતિકા: વિચારીને કહીશ.
નિયાન : વિચારવાનો સમય નથી. કાલે જ લગ્ન અને મિસ. બયુટી કોનસટૅ છે.
રિતિકા: ઓહ
નિયાન : જો રિતિકા મારી કહેવાની ફરજ છે નિર્ણય તારો છે હું બસ એટલુ જ કહીશ કે તુ એક સુપરસ્ટાર બની શકીશ આ સ્પર્ધામાં તું જ જીતીશ.
રિતિકા: સારૂ હું આવીશ.
નિયાન : ગુડ .
રિતિકા: બાય
નિયાન : બાય
થોડી વાર પછી નિયાન કાજલને ફોન કરે છે.
કાજલ : હલ્લો
નિયાન: મેડમ રિતિકા માની ગઈ.
કાજલ: ગુડ તે લગ્ન ના દિવસે મંડપ સુધી ના આવી જોઈએ.
નિયાન: જી મેડમ આપ ચિંતા ના કરો.
કાજલ : બાય
નિયાન : બાય
નિયાન સાથે વાત કર્યા પછી કાજલ ઊંડા વિચારમાં પડી જાય છે કે રિતિકા તે દિવસે લગ્ન ના મંડપ સુધી ના પહોચે તો મંદાકિની શાહ ની ઈજ્જત ના ધજાગરા ઊડે અને આ વાતથી નારાજ થઈ મંદાકિની શાહ અંશને બદલે વિહાનને CEO બનાવે. શું કાજલનો આ પ્લાન કામ કરશે ? શુ રિતિકા ના લગ્ન અંશ સાથે થશે ? જો હા તો કેવી રીતે ?જો ના તો શુ થશે ??
રિતિકા નીચે આવી જાય છે અને પંક્તિ ડાન્સ શરું કરે છે. ગગનભાઈ બહાર કાંઈક કામ થી બહાર ગયા હોવાથી લગ્ન ની શરત જે મંદાકિની શાહ એ ગગનભાઈ સામે મુકી હતી કે લગ્નમાં ડાન્સ કે ગીત-સંગીત નહીં થાય એ વિસરાય જાય છે. કાજલ મંદાકિની શાહ ને મહેંદી ના પ્રસંગ ના સ્થળ પર બોલાવે છે. મંદાકિની શાહ ગુસ્સા અને અભિમાન સાથે આવે છે અને પંક્તિ ના ગાલ પર એક તમાચો મારી ને બધુ અટકાવી દે છે. વાતાવરણ ગંભીર બની જાય છે. અચાનક ગગનભાઈ આવે છે.
મંદાકિની શાહ : એય છોકરી તારી આ હિંમત ! હવે આ લગ્ન નહીં થાય કાલે કોઈ જાન નહીં આવે અહિયાં
પંક્તિ (મંદાકિની શાહ ના પગે પડીને): મને માફ કરો
મંદાકિની શાહ : માફી અને એ પણ તને ક્યારેય નહીં. આખું અમદાવાદ જાણે છે કે મંદાકિની શાહ ગાનાર અને નાચનાર ને કેટલી નફરત કરે છે.
ગગનભાઈ વચ્ચે આવી માફી માંગે છે.
ગગનભાઈ: માફ કરો એને. હવે આ ભૂલ નહીં થાય માફ કરો.
મમતાબેન: માફ કરો
પંક્તિ : માફ કરો હવે આ ભૂલ નહીં થાય.
રિતિકા : હા દાદીમા નથી મને ગાવાનું ગમતું કે નથી નાચવાનું
ગગનભાઈ: હા એક ની સજા બીજા ને ન આપો. માફ કરો.
ગગનભાઈ પોતાની પાઘડી મંદાકિની શાહ ના પગમાં મૂકે છે અને માફી માગે છે. કરુણા ભયનું દ્રશ્ય સર્જાય છે.
મંદાકિની શાહ: સારુ પણ મારી એક શરત છે
ગગનભાઈ અને મમતા બેન: શું? આપ જણાવો.
મંદાકિની શાહ : આપની નાની દીકરી પંક્તિ કાલે ના તો મંડપની આસપાસ હોવી જોઈએ ના તો લગ્નની કોઈ વિધિમાં.
ગગનભાઈ એક નજર પંક્તિ પર નાખે છે પંક્તિ ઈશારાથી હા પાડી દેવા કહે છે.
ગગનભાઈ: હા મંજૂર છે અમને. .
ક્રમશ:

