શુભારંભ - ૨
શુભારંભ - ૨
અમદાવાદ પટેલ પાર્કમા લક્ષ્મી નિવાસમાં સવાર સવારમાં મમતા બેનની બુમો સંભળાય છે. ગગનભાઈ મોનિગ વોક કરીને ઘરે આવે છે. ગગનભાઈ અમદાવાદ શહેરમાં એક રેસ્ટોરાં ચલાવતા હતા ખુબ સરળ અને લાગણીશીલ. ગગનભાઈ અને મમતાબેન જાણે સારસ બેલડી ની જોડ. સુખી સંપન્ન દાંપત્ય જીવનનું ફળ એટલે મોટી દીકરી રિતિકા અને નાની દીકરી પંક્તિ. રિતિકા અને પંક્તિ કહેવામાં તો બંને સગી બહેનો છે પણ વિચારો તદ્દન અલગ પંક્તિ શાંત અને વિનયી બધાનું માન-સન્માન રાખનારી જ્યારે રિતિકા ગુસ્સાવાળી અને જિદી પોતાના સપના પુરા કરવા ગમે તે હદે જઈ શકે તેવી. પંક્તિને નાનપણથી જ પારંપરિક સંગીત નો શોખ જ્યારે રિતિકા ને હિરોઈન બનવાના સ્વપ્ન.
ગગનભાઈ : શું ધમાચકડી છે ઘરમાં ? મમતા શું થયું કેમ બૂમાબૂમ છે ?
મમતાબેન: શું કહું હું તમને આ રિતિકા!!પંક્તિ સવારની જાગીને રસોડામાં નાસ્તો બનાવે છે અને આ રિતિકા દસ વાગ્યા તો પણ જાગી નથી. આજે નવીન અને એના પરિવારવાળા જોવા આવવાના છે એને.
ગગનભાઈ: હા તેને જગાડી તૈયાર કરો એ લોકો હમણાં આવતા જ હશે.
પંક્તિ : મમ્મી પપ્પા તમે ચિંતા ના કરો હુ દિ ને તૈયાર કરી નીચે લઈ આવીશ સમયસર .
મમતાબેન: હા મારી પરી તું છે એટલે જ ચિંતા ઓછી છે નહીંતર આ રિતિકાનું શું થાત.
ગગનભાઈ: હા પણ પહેલા ૨૦ છોકરાને રિતિકા ના પાડી ચુકી છે હવે નહીં.
મમતા બેન: તમે ચિંતા ના કરો બધુ ઠીક થશે તમે તૈયાર થઈ જાવ તે લોકો આવતા હશે. પંક્તિ તું પણ રિતિકા ને તૈયાર કર.
પંક્તિ : હા મમ્મી
પંક્તિ ઉપર પોતાના રૂમમાં જાય છે અને રિતિકા ને ઊઠાડીને નાવા મોકલે છે. પોતે રિતિકા ના કપડા અને જ્વેલરી તૈયાર કરી રાખે છે. રિતિકા નાથને બહાર આવતા પંક્તિ એને તૈયાર કરવા લાગે છે.
પંક્તિ : દિ આ વખતે હા પાડી દેજો મમ્મી પપ્પા ચિંતા માં છે.
રિતિકા: ના હો. મારે મારા સપનાં પુરા કરવા છે. એક બેડરૂમમાં હું મારુ જીવન ના ગુજારી શકું. મારે તો બોવ પૈસાદાર યુવાન સાથે લગ્ન કરવા છે.
પંક્તિ : પણ દિ મમ્મી પપ્પા વિશે પણ વિચારવું પડે ને ?
રિતિકા: તો શું પોતાના સપના પુરા નહીં કરવાના.
પંક્તિ: ના દી.
રિતિકા: તો ?
પંક્તિ : શું સપના પરિવાર કરતા સંસ્કાર કરતા વધારે મોટા છે ?
અચાનક મમતાબેન બંને બહેનો ને લેવા આવે છે. બને નીચે જાય છે અને નવીન અને એના પરિવાર ને મળે છે. થોડાક સમય પછી નવીન અને રિતિકા એકબીજા સાથે વાત કરવા ટેરેસ પર જાય છે.
નવીન : હું એમ બી એ કરેલો છું બેંકમાં નોકરી કરુ છુ. લગ્ન પછી તારે નોકરી નહીં કરવી પડે આમ પણ મારી પત્ની નોકરી કરે. એ મને પસંદ નથી.
રિતિકા: બીજુ કંઈ ?
નવીન : હા તમે ઘરની બહાર નીકળી નહીં શકો કારણ વગર. મારા તરફથી હા છે તમારી તરફથી ?
રિતિકા: હું મારો જવાબ નીચે બધા સામે આપીશ.
નવીન : ઓકે નીચે જઈએ ?
રિતિકા : હા
નવીન અને રિતિકા નીચે આવે છે રિતિકા બધા સામે નવીન સાથે લગ્ન કરવા માટે ના પાડે છે અને એના વિશે ખરાબ બોલી એટલે નવીન અને એનો પરિવાર વાત કર્યા વગર જ જતો રહે છે.
ગગનભાઈ: આ શું કર્યું તે રિતિકા ?
રિતિકા: પપ્પા એ બસ પોતાના ઘરે કામવાળી બાઈ લેવા આવ્યો હતો.
ગગનભાઈ : બસ હવે બહુ થયું તમે બંને અત્યારે જ પોતાના બાયોડેટા વેબસાઈટ પર મુકો.
પંક્તિ : પણ પપ્પા ?
ગગનભાઈ: બસ હવે મારે કાંઈ જ નથી સાંભળવું.
ગગનભાઈ પંક્તિ અને રિતિકા ના બાયોડેટા વેબસાઈટ પર મુકે છે. રિતિકા આ જોઈ ને ગુસ્સામાં પોતાના રૂમમાં જતી રહે છે.
(ક્રમશ)

