papa ni dhingali

Romance Others

4  

papa ni dhingali

Romance Others

શુભારંભ ભાગ-૩

શુભારંભ ભાગ-૩

4 mins
66


ગગનભાઈ ગુસ્સામાં ઘરની બહાર જતા રહે છે. મમતાબેન નિરાશ થઈ સોફા પર બેસી જાય છે. રિતિકા ગુસ્સામાં આવીને પોતાના રૂમમાં જાય છે અને પંક્તિ એને મનાવવા પાછળ જાય છે.

પંક્તિ : દિ ! ગુસ્સો ના કરો મમ્મી પપ્પા જે કરશે તે યોગ્ય કરશે.

રિતિકા : ઓહો આવી મમ્મા પપ્પાની ચમચી. પંક્તિ તારા કોઈ સપના નથી એટલે

પંક્તિ : દિ એવું નથી.

ત્યાં અચાનક રિતિકાના ફોનમાં કોલ આવતા તે વાત કરે છે.

રિતિકા : પંક્તિ મારી કયુટ બહેના ! મારે બહાર જવાનું છે મમ્મી પપ્પા પુછે તો સંભાળી લેજે ને.

પંક્તિ : ના દી હું મમ્મી પપ્પા સામે જૂઠ્ઠું નહીં બોલું.

રિતિકા : પોતાની બહેન માટે પણ નહીં.

પંક્તિ : ના

રિતિકા: પ્લીઝ

પંક્તિ : ઓકે પણ તમે જલ્દી આવી જશો અને તમે ક્યાં જવાના છો ?

રિતિકા: હા આવી જઈશ. ફોટોશુટ કરાવવા જાવ છું.

પંક્તિ : ના દી ફોટોશૂટ નહીં. ખબર છે ને મમ્મી પપ્પા ને નથી ગમતુ અને પૈસા‌નુ ?

રિતિકા(પંક્તિના પૈસા લેતા): પૈસા તારા છે ને

પંક્તિ : ના દી એ પૈસા મે સંગીત કલાસ માટે રાખ્યા છે.

રિતિકા પંક્તિની વાત સાંભળીને ન સાંભળ્યું કરીને જતી રહે છે. પંક્તિ મમતાબેન ની મદદ કરાવવા રસોડામાં જાય છે.

મમતા બેન: પંક્તિ રિતિકા ક્યાં ?

પંક્તિ : મમ્મી એ એમની ફ્રેન્ડ સાથે બહાર ગયા છે.

મમતા બેન: હે ભગવાન આ છોકરી નું શુ થશે ? રસોઈ નો ર પણ નથી આવડતો અને છોકરા રિજેકટ કરતી જાય છે.

પંક્તિ : મમ્મી જે થશે એ બધું સારું થશે.

મમતા બેન: હા દિકરી તું છે તો ચિંતા નથી મને.

ગગનભાઈ ઘરમાં આવતા

ગગનભાઈ: શું પ્લાનિંગ ચાલે છે મા-દિકરી વચ્ચે ?આમને પણ જણાવો.

પંક્તિ : કાંઈ નહીં પપ્પા તમારા માટે પાણી લઈ આવું.

મમતા બેન : હા મારી પરી.

પંક્તિ ગગનભાઈ માટે પાણી લઈ આવે છે.

ગગનભાઈ : અરે મારી પ્રિન્સેસ ! સોરી દીકુ સવારે તારા પર પણ ગુસ્સો થઇ ગયો.

પંક્તિ : ઓકે પાપા મને ખબર છે તમે ગુસ્સે હતા મને જરા પણ ખોટું નથી લાગ્યું. ચાલો મમ્મી હું જમવાનું કાઢું.

મમતા બેન : હા દિકરા (ગગનભાઈને) ખરેખર આપણે ખુબ નસીબદાર છીએ કે આપણા ધરે પંક્તિ જેવી લક્ષ્મી આવી.

ગગનભાઈ: હા એ વાત સાચી છે. રિતિકા ક્યાં ગઈ ?

મમતા બેન: એ તેની મિત્ર સાથે બહાર ગઈ છે.

ગગનભાઈ: આ છોકરી ના શોખ જ પુરા નથી થતા. આ નક્કી મારું નામ ડુબાડવાની.

મમતા બેન: સારૂ સારૂ બોલો.

પંક્તિ : મમ્મી પપ્પા ચાલો જમી લો.

ગગનભાઈ અને મમતા બેન :હા દિકરા

ગગનભાઈ અને મમતા બેન પંક્તિ સાથે જમી લે છે.

***

આ બાજુ શાહ વિલામાં રાતના ભોજન પછી અંશ અને વિહાન માટે યોગ્ય જીવનસાથી શોધવા અંગે મંદાકિની શાહ પોતાની પુત્રવધુ નિહારિકા અને કાજલને વાત કરે છે.

મંદાકિની શાહ : નિહારિકા કાજલ ! પહેલા અંશ માટે છોકરી શોધો.

નિહારિકા: હા મમ્મી.

કાજલ : હા‌ મમ્મી.

મંદાકિની શાહ: નિહારિકા કાજલ ! યાદ રહે કે તે છોકરી અંશની જીવનસંગિની જ નહીં પણ શાહ ખાનદાનની મોટી વહુ અને શાહ એમ્પાવરની માલકિન હશે. મારો અંશ મર્યાદા પુરુષોત્તમ રામ છે જેના માટે સીતા જ આવશે.

કાજલ (મનમાં) : એ‌ જ ! તમારા રામ જેવા પૌત્રને રાવણ ના બનાવું તો મારું નામ કાજલ નહીં. (મોટેથી)

હા મમ્મી અંશ જેવું સંસ્કારી અને સમજદાર કોઈ જ નથી.

નિહારિકા: હા કાજલ

મંદાકિની શાહ: એટલે જ તો અંશ અમારું ગૌરવ છે માન સમ્માન છે મારો અંહકાર મારી ઓળખ.

અચાનક મહેક આવે છે છોકરીઓના ફોટા જોઇને ને કહ્યું કે

મહેક : દાદી અંશભાઈ માટે ભાભી શોધો છો ?

મંદાકિની શાહ: હા દિકરા.

મહેક : દાદી હું સુચન કરુ ?

નિહારિકા ને કાજલ: હા દિકરા બોલને

મંદાકિની શાહ : હા બોલ.

મહેક (ઉત્સાહથી) : મમ્મી દાદી મેં આ વેબસાઈટ પરથી કેટલીક છોકરીઓના ફોટા લીધા છે જો દાદીને ગમે તો.

મંદાકિની શાહ : હા લાવ આપ તારી મમ્મીને

મહેક ફોટા નિહારિકાને આપે છે‌. નિહારિકા અને કાજલ ફોટામાંથી બે ફોટા પસંદ કરી મંદાકિની શાહને આપે છે.

મંદાકિની શાહ પહેલા બંને ફોટાને જોવે છે એક ફોટોમાં તે છોકરી એ જિન્સ ટી-શર્ટ પહેરેલું હતુ અને બીજા ફોટામાં અનારકલી ડ્રેસ પહેરેલો હતો. મદાકિની શાહ અનારકલી ડ્રેસવાળી છોકરીની વિગત જાણવા માટે મહેકને કહે છે.

મહેક લેપટોપ લાવીને વિગત જણાવે છે.

મહેક :દાદી એ છોકરીનું નામ રિતિકા છે પપ્પાનું નામ ગગનભાઈ પટેલ અને મમ્મીનું નામ મમતાબેન. બીકોમ કરેલું છે.

મંદાકિની શાહ : ક્યાં રહે છે ?

મહેક : પટેલ પાકૅમા

મંદાકિની શાહ : સારૂ નંબર મને આપી દે અત્યારે નહીં કાલે વાત કરીશ હું ‌

મહેક : સારૂ દાદી ‌

ક્રમશ:

(અંશ અને વિહાન અને પંક્તિ રિતિકાની મુલાકાત કેવી હશે ? શું વિહાન લગ્ન કરશે ? કોની સાથે પંક્તિ કે રિતિકા ?)


Rate this content
Log in

Similar gujarati story from Romance