શરણમ્
શરણમ્


નેપાળ એક ખુબસુરત દેશ.....એના એક પ્રાંતમાં આવેલ એક બૌદ્ધ મઠમાં બૌદ્ધ સાધુઓની શાંતિ સભા હતી. દુનિયા ભરનાં વિદ્વાન તપસ્વી બૌદ્ધ સાધુઓ આવ્યા હતા...શાંતિ સભા માં એક વયોવૃદ્ધ તપસ્વી સાધુ ઊભા થયા અને સંબોધન કર્યું," પ્રભુ બુધ્ધ ના અનુનાયીઓ, આજે આપણે દુનિયામાં શાંતિ કાયમ રહે તે માટેની પ્રાર્થના કરવા ભેગા થયા છીએ. આપણે જાણીએ છીએ કે આજે દુનિયા અશાંત છે. દુનિયામાં અનેક સવાલો ઉદભવ્યા છે. સામાન્ય માનવ પરેશાન થાય છે. માનવતા ભૂલાઈ રહી છે..ચાલો આપણે જગતમાં શાંતિ અને આનંદ વ્યાપે એ માટે પાંચ મિનિટ પ્રાર્થના કરીએ.... ' બુધ્ધમ્ શરણમ્ ગચ્છામિ'.... પછી બૌદ્ધ સાધુઓ એ મંત્રોચ્ચાર કર્યો.. " ૐ મણી પદ્મે હં "..સર્વ જીવો નું કલ્યાણ થાય.. પાંચ મિનિટની પ્રાર્થના એ દુનિયાની અલૌકિક શાંતિ પ્રદાન કરી. એ વયોવૃદ્ધ તપસ્વી સાધુ બોલ્યા," દુનિયા માં અત્યારે કટોકટી કાલ ચાલે છે. આપણા મહાગુરૂ એ આપણને એક સંદેશ આપ્યો છે. આપણે બધા એ દુનિયાના નવસર્જન માટે તૈયાર રહેવાનું છે. દુનિયામાં હવે નવસર્જનની પ્રક્રિયા શરૂ થશે. પણ એમણે એ પણ કહ્યું છે કે એમના એક પરમ શિષ્ય છેલ્લા પાંચ વર્ષથી ગુમ થયા છે. આ એક ખરાબ નિશાની કહી છે. દુનિયામાં આપત્તિ ના એંધાણ છે..... એ શિષ્ય ની સાથે સાથે મઠનો એક બીજા વિદ્વાન શિષ્યના કોઈ સમાચાર નથી. તો તેમણે કહ્યું છે કે આ વિદ્વાન શિષ્યો ને શોધવાના છે.. પોતાના કાર્ય ક્ષેત્રમાં જાઓ અને માહિતી મોકલો."
" પણ આ બે શિષ્યો ના નામ ગુરુદેવ?. અને ક્યા ક્ષેત્રના છે." એક બૌદ્ધ સાધુ એ પૂછ્યું." હા, મહાગુરૂ ના પરમ શિષ્યનું નામ છે...ત્શી..." આગળ કંઈ બોલે એ પહેલાં શાંતિ સભા હોલમાં જોરથી અવાજ આવ્યો. બધા એ જોયું તો એક બૌદ્ધ સાધુ ધડામ દઈને પડ્યો..એના મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યું..એ વયોવૃદ્ધ સાધુ બોલ્યા ," શાંતિ રાખો. હું એ વિદ્વાન સાધુ પાસે જઉ છું તમે બધા પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના કરો".........ધીમે ધીમે એ વયોવૃદ્ધ ગુરુ બેભાન
થયેલા સાધુ પાસે ગયા. અને એમણે એમના હાથનો સ્પર્શ એ બેભાન સાધુ ના કપાળ પર કર્યો..અને ધીમે ધીમે એના મસ્તક પર હાથ ફેરવ્યો...મઠ સભા માં શાંતિ હતી. એ જ વખતે એ વયોવૃદ્ધ ગુરુ ના કાન માં ધીમો ધીમો ટક..ટક..અવાજ સંભળાયો.. એમણે એ બેભાન થયેલા સાધુની માળા જોઈ. એ અવાજ એ માળા ના એક મણકામાંથી આવતો હતો.એ માળાનો એ મણકો ખેંચી કાઢ્યો.અને બોલ્યા," પરમાત્માના પ્રિય સંતાનો આપણે આ મઠમાં શાંતિ સભા રાખી છે એ માહિતી જાણવા માટે આ બેભાન થયેલા સાધુની માળામાં લોકેશન જાણવા અને જાસુસી માટેનું યંત્ર હતું.. કોઈ માનવતાનો દુશ્મન કોઈ હાનીકારક પ્રવૃત્તિ કરવા માંગે છે.અને શાંતિ સ્થપાય નહીં એ કોશિશમાં છે. આ સાધુ ને બે દિવસ પહેલા કોઈ પદાર્થ ખવડાવવામાં આવેલો હતો. જે બોતેર કલાકમાં અસર થાય." દક્ષિણ પૂર્વ હિંદ મહાસાગર નો એક અજાણ્યો નાનકડો ટાપુ.લીલોતરી થી ભરપુર..આ ટાપુ પર કોઈ ભેદી હિલચાલ થઈ રહી હતી એનાથી આખી દુનિયા અજાણ હતી. " સર..આ લામા તો કંઈ બોલતા જ નથી.એમને ઘણું ટોર્ચર કર્યું પણ એ કશું બોલતા જ નથી.." એક વ્યક્તિ બોલી .." કર્નલ એન. આ બૌદ્ધ સાધુ છે એની પાસે યોગ શક્તિ છે. હું એને મારી રીતે પુછું." ડો. ચેં બોલ્યો. ડો. ચેં એ બૌદ્ધ સાધુ પાસે ગયા અને બોલ્યા ," હે લામા તું બહુ જ જ્ઞાની છે તે તારા મહાગુરૂ પાસે થી જ્ઞાન મેળવ્યું છે.તારો બીજો સાથી બૌદ્ધ સાધુ ત્સે એ એ પાંચમા વ્યક્તિનું લોકેશન બતાવ્યું છે. તું એ પાંચમા વ્યક્તિ ને જાણે છે અને મહાગુરૂ ને પણ. તો બતાવ એ ક્યાં છે?. જો તું નહીં બતાવે તો...તો..."
" હે માનવતા ના દુશ્મન.. હવે તારા જેવા દુષ્ટોનો નાશ થવાનો જ છે. પ્રેમ અને દયા થી જ મનુષ્ય ને વશ કરી શકાય છે. ભગવાન બુદ્ધે પણ દુનિયામાં શાંતિ નો સંદેશો આપેલો છે... છતાં પણ.. તું અને તારા ઉચ્ચ બોસ લોકો નહીં સમજે તો...તો... સંભવમ્... મિરોકુ ..." આટલું બોલતાં જ બૌદ્ધ સાધુ બેભાન થઈ ગયા.