Rekha Shukla

Abstract Others

3.4  

Rekha Shukla

Abstract Others

શ્રાવણી સોમવારે

શ્રાવણી સોમવારે

2 mins
96


શ્રાવણનાં ઝરમર વરસાદે સૌ માનવીનાં ભીંજાયેલાં મનને મહેંકાવવા આવી ગયો તહેવારોનો મહિનો, મજાનો માણો શ્રાવણ.બિલીપત્ર ઘર ઘર વેચવા આવતી ઉમિયા પતરવેળીના પાનમાં દઈ જાય ને અમે સ્નાન કરી અભિષેક કરતા. પછી જમણા હાથમાં અક્ષત ચોખાના દાણા ને પુષ્પ લઈ સાકરિયા સોમવારની વાર્તા ધ્યાનથી સાંભળતા. બે વર્ષ ભાખરીયા ને બે વર્ષ સાકરિયાં સોમવાર સંપૂર્ણ શ્રદ્ધાથી કર્યા. અને સાચે મારા મહેશજી મળ્યા ને બા બોલ્યા બેટા તારા વ્રત ફળ્યાં. શ્રાવણ સુદ એકમ અને પહેલો સોમવાર. દરેક ભવિકોનાં મનનાં ભક્તિ ભાવની ગંગા વહાવતો મહિનો. લોકોનાં મનમાં આનંદ અને ઉત્સાહ ભરી દેતો મહિનો શ્રાવણ. ધાર્મિક તહેવારો, એનાં ઉત્સવો, મેળા, પૂજા, પાઠ, વ્યાખ્યાન વગેરેથી ભરપૂર આ મહિનો. ઉપવાસ અને વ્રત કરીને ધર્મને યાદ કરવાનો આ મહિનો. મને બરાબર યાદ છે પરોઢીએ નદીએ નહાવા જઈએ તાજગી ભરેલી સવારનો આનંદ વાગોળીએ ઓમ નમ: શિવાય મનમાં બોલ્યા કરીને. આખો મહિનો ઉપવાસ કે એકટાણાં કરવાનું વગેરે ઘણાં વ્રત હોય છે જે દરેક વ્યક્તિ યથાશક્તિ દાન પણ કરે છે. જયાં સુધી યાદ છે બા સીધું એક થાળીમાં લોટ-દાળ-ચોખા-ગોળ-ઘી-તેલ વગેરે મૂકી આપતા. મને યાદ છે, ભિક્ષુકોને જમાડી દક્ષિણા આપતા. ગાય ની પહેલી રોટલી રોજ બનતી.

પાર્થેષવર ની પૂજા 101 શિવલિંગ બનાવી પૂજતા બા દરેક શિવલિંગ પર એક એક અક્ષત ચોખા ચડાવતા શીખવે. દરેક વખતે ઓમ નમ: શિવાય બોલાવે, માળા પણ કરવાની. બોળ ચોથ, નાગપાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી, વગેરે તહેવારો બધાં હરખભેર ઉજવીએ.સારું સારું ખાવાનું બનાવી રાંધણ છઠની મજા કરી ને લગ્ન પછી સાતમ આઠમ ના મેળામાં જવા નો લાભ મળ્યો. પારણાં ના દર્શનની પણ અનેરી મજા. ભાઈ બહેનનાં પવિત્ર સંબંધને વધારે મજબૂત બનાવતો તહેવાર રક્ષાબંધન પણ શ્રાવણસુદ પૂનમે દરેક ભાઈબેન ધામધૂમથી ઉજવે છે. બેન ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ભાઈના હાથે રેશમની દોરીથી બનેલી રાખડી બાંધે છે અને ભાઈ બેનને તકલીફોમાં સાથે રહીને સહાય કરવાનું વચન આપે છે. આ મહિનો સંયમ, સમતા અને પવિત્ર ભાવથી 

કરાતા ધર્મ, વ્રત, ઉપવાસનું સાચું મહત્વ સમજાવે છે. મામાને રાખડી બાંધતા કેમકે ચાર ચાર બહેનો પછી ભાઈ જન્મ્યો. ભકિત, કથા, વ્રત ને પૂજા શીખવતો આ મહિનો ઘણું શીખવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract