શ્રાદ્ધ પક્ષ
શ્રાદ્ધ પક્ષ
ભાદરવા માસમાં વદ પક્ષનાં સોળ દિવસ સનાતન હિન્દુ ધર્મ મુજબ પિતૃતર્પણ માટે માનવામાં આવે છે.
કહેવાય છે કે, પિતૃઓની સદગતિ થાય તથા એમનાં આશીર્વાદ મેળવવા માટે શ્રાદ્ધ પક્ષમાં પિતૃ તર્પણ કરી કુટુંબીજનો સાથે મળીને શ્રાદ્ધ કર્મ કરે છે બ્રહ્મ ભોજન કરાવી, કાગવાસ તથા ગાય કૂતરાને અન્ન આપે છે, તથા દાન પુણ્ય પણ કરે છે આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. હિન્દુ ધર્મમાં પિતૃઓના તર્પણ અને શ્રાદ્ધ માટે ગયાજી તથા હરિદ્વારનું મહત્વ છે. કહેવાય છે કે પિતૃઓનું ઋણ ચૂકવવા માટે તેમના વંશજો ભાદરવા માસમાં વદ પક્ષે પૂનમથી લઈને અમાસ સુધી શ્રાદ્ધ કર્મ કરે છે ભગવાન શ્રી રામે પોતાના પિતા દશરથ રાજાનું વનવાસમાં ફળફળાદી દ્વારા શ્રાદ્ધ કર્મ કર્યું હતું, આમ શાસ્ત્રોમાં પણ શ્રાદ્ધ ક્રિયાનો ઉલ્લેખ છે.
આ તો થય
ું ધાર્મિક કારણ પરંતુ આ શ્રાદ્ધ કર્મ પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે, સનાતન ધર્મનાં બધાં જ વાર તહેવાર એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ એટલાં જ મહત્વ ધરાવે છે. આજના યુવાનો ધર્મ કરતાં વિજ્ઞાનમાં વધુ વિશ્વાસ રાખે છે, એટલે એમને જણાવું કે, વૈજ્ઞાનિક કારણ એ છે ભાદરવા માસમાં માનવ શરીરમાં રહેલ અને કફ પિત્ત અને વાયુ પૈકી પિત્ત વધી જતાં શરીરમાં એસિડિક તત્વો વધી જાય છે આ તત્વોનું શમન કરવા દૂધ તથા એની બનાવટો કે મીઠાઈ જેવી ગળી વાનગીઓ આરોગવી હિતાવહ છે માટે શ્રાધ પક્ષમાં દૂધપાક જમવાનું મહત્વ છે અને આ સમય દરમિયાન ચંદ્ર પૃથ્વીની નજીક હોવાથી નજીક હોવાથી કાગવાસ દ્વારા અર્પણ કરેલ દાન- પુણ્ય ,જપ દ્વારા પિતૃઓને પ્રાપ્ત થાય છે આમ કુટુંબીઓ સાથે જમીને કૌટુંબીક ભાવના પણ કેળવે છે. આથી શ્રાદ્ધ પક્ષ ધાર્મિક વૈજ્ઞાનિક અને પારિવારિક આમ બધી રીતે લાભદાયી છે.