Mittal Purohit

Inspirational

4.6  

Mittal Purohit

Inspirational

જીંદગીની રંગત

જીંદગીની રંગત

3 mins
430


 "જે મને ઓળખે છે એ  મારાથી વધારે,

દોસ્ત જેવી કિંમતી વ્યક્તિ છે મારી પાસે.."

પોતાની જાતને વિના સંકોચે જેની આગળ સાવ ખુલ્લી કરી દેવામાં આવે એવી વ્યક્તિ આપણી સૌથી નજીક છે એમ કહી શકાય પણ શું એ વ્યક્તિ આપણાં પરિવારની જ હોય છે ? એની સાથે આપણો કોઈ લોહીનો સંબંધ હોય છે ખરો ? શું એ આપણને આપણા વારસામાં મળી હોય છે ? જો ના તો એ વ્યક્તિ કોણ ? એ વ્યક્તિ એટલે આપણો દોસ્ત - દોસ્તાર

'દોસ્તાર'... આ શબ્દ અન્ય સંબંધક શબ્દો જેવો જ - માન, લાગણી, કાળજી અને હૂંફથી ભરપુર છે પણ એમાં હજુ એક ગુણ હોય છે, દોસ્તાર- સ્વાર્થ રહિત હોય છે. ખરું કહું તો આ સંબંધ જ આપણી પસંદનો છે અને એટલે જ આપણે જીવનમાં આવનારી ઘણીબધી વ્યક્તિઓને આ બિરુદ આપીએ છીએ, જે સમયે જે વ્યક્તિ આપણી લાગણીઓ ને સમજે એ દોસ્ત, એમ માની લેવામાં આવે છે પણ હું માનું છું કે જેમ સાચો પ્રેમ જીવનમાં એક વખત જ થાય એમ સાચો દોસ્ત એક જ હોય. જેની માટે તમે સાવ ખુલ્લી કિતાબ જેવા હોવ છો, જેની સામે તમે મન મૂકીને રડી શકો છો. કેમકે હસવામાં ગમે તે સાથ આપી શકે પણ રડવા માટે અંગત વ્યક્તિ જ જોઈએ.

મિત્ર એટલે એ વ્યક્તિ જે કૃષ્ણ જેવી હોય એ ભલે તમારા માટે હથિયાર ન ઉઠાવે પણ એવો માર્ગ બતાવે કે તમારા જીવનની બધી તકલીફો દૂર ભાગે. એવું જ્ઞાન પીરસે કે તમને મિત્રમાં ગુરુ મળે અને જીવનભર એનાં સાથ આપે હૂંફ થી મુશ્કેલીનો સામનો કરી શકો, દરેકનાં જીવનમાં કૃષ્ણ અથવા કર્ણ જેવા મિત્ર ની જરુર હોય છે. જો કૃષ્ણ જેવો મિત્ર મળશે તો  સુદામા, દ્રૌપદી, અને અર્જુનની જેમ તમને- ગમે એ પરિસ્થિતિમાં જીવતા - લડતાં શીખવશે. તમારું મનોબળ મજબૂત કરશે. હાર નહીં જીત શીખવશે. તમારી વિકટ પરિસ્થિતિમાં પણ તમને હિંમત આપી તમારી પાસે અડીખમ ઉભો રહેશે.

અને જો કર્ણ જેવા મિત્ર તમારી પાસે હશે તો પણ એ તમારો સાથ નહીં છોડે. તમારી જીત તો ખરી પણ હારમાં પણ એ તમને એકલા નહીં મુકે.

 "तेरी जीत मेरी जीत, तेरी हार मेरी हार !

નસીબદાર હોય છે જેમને આવા મિત્રો મળ્યા હોય, હું મારી જ વાત કરું તો મને પણ ગર્વ છે કે મને કૃષ્ણ અને કર્ણ બન્ને જેવા મિત્રો મળ્યા છે, દિક્ષિતા, જે કૃષ્ણની જેમ મારા ભટકતા જીવનને દિશા આપી ગઈ, આને આરતી જે કર્ણ જેવી, મને હંમેશા સાથ આપે, મારી તકલીફ મારા સ્વજનો કરતાં પણ પહેલી એને અહેસાસ થાય.

"'मेरी जिंदगी संवारी, मुझको गले लगा के,

बैठा दिया फलक पर मुझे खाक से उठा के।

तेरे जैसा यार कहां, कहां ऐसा याराना....'"

અરે, આવા એક મિત્ર પાછળ સો પ્રેમ કુરબાન કરવા પડે તો યે ઓછું. પ્રેમ કરતાં ય કેટલોય ઉંચો છે આ સંબંધ.  મને તો લાગે કે આ જીવન એટલે એક સુંદર મુસાફરી, બસ કે ટ્રેન દ્વારા એમાં આપણે આપણી મંઝિલ સુધી પહોંચવાનું, આપણી આસપાસ જે મુસાફરો આવે એ આપણા જીવનને રસપ્રદ બનાવે છે, આપણી સાથે એનાં સ્ટેશન સુધી જ એ રહશે પણ એમાંથી ઘણાં આપણને લાંબા સમય સુધી યાદ રહી જશે તો ઘણાં માટે આપણને 'હાશ.ગયા મારી સીટ પરથી' એવી લાગણી પણ મુકશે.

પણ આ મુસાફરી મજેદાર ત્યારે લાગે જ્યારે આપણને છેક આપણાં સ્ટેશન સુધી નો - રસપ્રદ આપણાં જેવો જ મઝાનો સંગાથ મળે. અને એ સંગાથ એટલે આપણો મિત્ર- આપણી મંઝિલ સુધી મુસાફરી ને હળવી બનાવતો સાથ. સત્ય, કે સાચો મિત્ર હોય એટલે જીવનનો અડધો ભાર હળવો, આવો સાચો મિત્ર દરેકને મળે એવી શુભેચ્છા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational