સમાજ
સમાજ
સમાજ ! આ સમાજ બનાવ્યો કોણે ? આ માનવમેદની એ જ ને, તો લોકો પોતાના અંગત જીવનનાં દુઃખો નાં દોષનો ટોપલો સમાજનાં માથે કેમ ઢોળે ? જ્યારે માનવ પોતાની રીતે જ સમસ્યા ઊભી કરે એનું નિરાકરણ પણ મોટાભાગે ઈચ્છા મુજબ લાવે છતાં એમ કહે કે સમાજમાં રહેવાનું એટલે તો આ કેટલું યોગ્ય ? સમાજ કંઈ કોઈ આગવું વ્યક્તિત્વ નથી કે એનાં નિયમો કે રિવાજોનો દોષ એનાં માથે ધોળી દેવાય, આ તો આપણે સહિયારા પ્રયાસથી બનાવેલ એક સગવડ છે.
સમાજ આપણે જ બનાવ્યો છે અને સમયાંતરે એમાં ફેરફાર પણ આપણે જ કરવાનો છે. તો સમાજ કેમનો ખોટો ? બસ વ્યક્તિ જાત બદલે તો જ સમાજ બદલાય. ક્ય
ાં સુધી રિવાજના નામે સમાજને આપણે ખોટો સમજવાનો, આ સમાજ સ્વાર્થી નથી સ્વાર્થી આપણે છે. જમાનો બદલાયો અને લોકો પણ આગળ વધ્યા પછી અમુક બાબતો ને લીધે સમાજનું નામ શા માટે બગાડવું.... જરુર છે ફક્ત પહેલ કરવાની, સમાજ માં આપણે ભરાવી દીધેલાં કુરિવાજોનાં કમાડ ખોલવાની, પછી જુઓ આ સમાજને દોષ દેવાને બદલે સમાજને વધાવવાની મજા આવશે....
એક હકારાત્મક અભિગમ સર્વત્ર જોવા મળશે, લોકોનાં હકારાત્મક વિચારો જ આ સમાજ ને એક નવો ચહેરો આપશે, એક અલગ સમાજ અને એક અલગ ઓળખ ઉભી થશે.
એટલે જ કહું છું કે આ સમાજ સ્વાર્થી નથી બસ માનવે થોડો સ્વાર્થ છોડવાની જરૂર છે.