સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂત
જિંદગી ! શું લાગે, એ પોતાની મરજી પ્રમાણે ચાલતી રહે છે ? શું આપણે આપણી મરજી મુજબ જીવીએ છીએ ?
આવા અનેક પ્રકારની પ્રશ્નો આપણાં જીવનમાં રોજ ઉદ્ભવતા હોય છે. હું કહું કે આ બધી જ ઘટનાઓમાંથી મોટાભાગે આપણે જ પસંદ કરીએ છીએ તો.... હું કોઈ સલાહકાર કે જ્ઞાની છું એમ નથી કહેતી પણ મારા અનુભવોના આધારે આજે એક વાત અહીં રજૂ કરી રહી છું... મેં ઘણી વેળા કથાઓમાં આને આપણાં ધર્મગ્રંથોમાં વાંચ્યું છે કે વ્યક્તિનાં જીવનની ૭૦% ઘટનાઓ એ પોતે જ નક્કી કરે છે, મતલબ એનાં વિચારો જ એનાં જીવનનું પ્રતિબિંબ છે.. એક શિક્ષિકા તરીકે હું મારા વિદ્યાર્થીઓને પણ વારંવાર આ વાત કહું છું કારણ કે આ વાતમાં મને તથ્ય દેખાય છે...મતલબ તમે રીયલ લાઈફ જેવી ઈચ્છો એવી તમારી રીલ (વિચારો- કાર્ય) લાઈફ પસંદ કરો.
આ વાત હું તમને સુશાંત સિંહ રાજપૂતની વાત દ્વારા સમજાવું...આમ તો એનાં વ્યક્તિત્વ અને જીવન વિશે છેલ્લા એક વર્ષથી ખૂબ ચર્ચા થઈ રહી છે, લોકો એ પોતાના મંતવ્યો રજૂ કર્યા, આને મારી વાત કરું તો મેં પણ એનાં ઘણાં ફોટા શેર કર્યા કારણકે એનાં વ્યક્તિત્વ વિશે જાણ્યા પછી હું એની બહુ મોટી ફૅન થઈ ગઈ છું...પણ સાચું કહું તો એ વ્યક્તિની હયાતીમાં મેં એમની એક પણ મૂવી જોઈ જ ન હતી, હા જ્યારે 'પવિત્ર રિશ્તા' સિરિયલ આવતી ત્યારે મમ્મી સાથે જોતી અને એ પહેલી છાપ 'માનવ' ની મને અસર કરી ગઈ..પણ ત્યાર પછી બીજા કોઈ શૉ કે મૂવી એનાં મેં જોયાં ન હતાં..
૧૪ જૂન ૨૦૨૦ - અચાનક એનાં આત્મહત્યાનાં સમાચાર સાંભળ્યા ત્યારે ઘણાં વર્ષો પછી એ વ્યક્તિ ને ટી.વી. માં જોઈ અને એ પણ આવા સમાચાર સાથે... ધીમે ધીમે એનાં સારા વ્યક્તિત્વની ચર્ચાનાં વિડિયો વાઈરલ થયા અને હું એની ફરી ફૅન બની ગઈ.. ત્યારબાદથી સાચું કહું મારા મોબાઈલમાં એનાં વિડિયો ને ફોટાનું બહુ મોટું કલેક્શન છે.. અને પછી મેં એક પછી એક એમ બધી મૂવી જોઈ લીધી.
હું જે વાત તમને કહેવા માગું છું એ હવે સમજાવું, આ બધા જ મૂવી જોયાં પછી જ મને પણ આ વાત સ્પષ્ટ સમજાઈ કે તમારી રીલ આને
રિયલ લાઈફ એકબીજાથી સંકળાયેલી છે.
ઘણાં હીરો પોતાની ફિલ્મમાં નામ અને જોડીદાર સિવાય ભાગ્યે જ કંઈક રીપીટ થવા દેતા હોય છે પણ સુશાંતની બધીજ ફિલ્મ માં બે -૨ વસ્તુ સાથે એને સંકળાયેલ મેં જોયો.
એક તો એની મોટાભાગની ફિલ્મોમાં એકવાર તો એનો ક્રિકેટ પ્રેમ દેખાયો જ છે જે એની રીયલ લાઈફમાં પણ હતો.
અને બીજી વાત જ એના જીવનનો પડઘો બની.... એટલે કે એની દરેક ફિલ્મમાં એ નાની ઉંમરે જ મૃત્યુ સાથે જોડાયેલો હોય છે.
૧).. કાયપો છે.... ઈશાન ભટ્ટ, અંત મૃત્યુ.
૨).. કેદારનાથ...મનસૂર, અંત મૃત્યુ.
૩).. રાબતા... એકવાર મૃત્યુ ફરી પુનર્જન્મ.
૪).. છીછોરે... પુત્ર મૃત્યુ નજીક
૫).. એમ.એસ.ધોની....પહેલો પ્રેમ મૃત્યુ.
૬).. દિલ બેચારા...મૅની...અંત મૃત્યુ.
આ બધી ફિલ્મોમાં એનાં જીવનનો પડઘો જ છે આ બધીમાં નાની ઉંમરે જ મૃત્યુ પામે છે અને એમાં પણ લગભગ એ બીજાનાં કારણે જ....
સમજો, એણે આવી ફિલ્મો સાઈન કરી એ કદાચ એટલાં માટે જ કે તમે અંદરથી જેવા છો એ વાત કે વસ્તુનું વર્ણન તમે સરળતાથી કરી શકશો..કદાચ એ રીયલમાં પણ દર્દમાં હશે એટલે એવી ફિલ્મો વધુ પસંદ કરી હોય, પોતાના દર્દ, એકલતા ને એ સારી રીતે રીલ લાઈફ દ્વારા રજૂ કરી શક્યો.
આપણી સૌની રીલ એટલે કે વિચારો - વર્તન એ આપણી રીયલ લાઈફને છતી કરે છે, આપણી આસપાસ પણ જો કોઈ પોતાની આવી રીલ લાઈફ બતાવે તો તરત સમજવું કે એની રીયલ લાઈફમાં પણ આ વાત ક્યાંક ડોકાતી હશે જ.
બસ, એને જો સાચા સમયે સમજનાર - સમજાવનાર મળી જાય તો કેટલાય સુશાંત બચી જાય.
એટલે સારા જીવનની કલ્પના કરો અને સારા જીવનને માણો.... મને ઓળખતાં દરેકને કહું છું કે જો હું કોઈ રીતે મદદરૂપ બની શકું એમ હોય તો મને જરૂર કહેશો...સારા વિચારો જ સારા જીવનનો પડઘો છે.
પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિ એ સુશાંત સિંહ રાજપૂત ને સમર્પિત.