STORYMIRROR

Mittal Purohit

Inspirational

4  

Mittal Purohit

Inspirational

માવતર

માવતર

1 min
184

  ' આ મયંકને ૪ દિવસથી મારી દવા લાવવાનું કહ્યું છે પણ ના,- એના સિવાય બધું જ યાદ રહે છે કુંવરને, અને સુધા તોય તું તારા કુંવરનો જ પક્ષ લઈશ એ ખબર છે' -- પત્નીને પુત્ર પ્રત્યેનાં આંધળા પ્રેમ માટે થપકો આપતાં સુધીરભાઈ એ દીકરા માટે એક ગિફ્ટ પેક સંતાડીને રાખ્યું.

રાત્રે જમ્યા પછી સુધીરભાઈએ દીકરાને બોલાવી સંતાડેલું ગિફ્ટ પેક હાથમાં આપ્યું... મયંક તો ખુશીથી ઝૂમી ઉઠ્યો,

' પપ્પા, તમને કેવી રીતે ખબર કે મારે મોબાઈલ જોઈએ છે ? મેં તો તમને કહ્યું જ નથી..?

  (સુધાબેન પણ સુધીરભાઈને અવાક્ બનીને જોઈ જ રહ્યા... સવારે તો દીકરાની ફરિયાદ કરતાં હતાં અને અત્યારે ગિફ્ટ ? )    

'બેટા, હું ગમે એટલીવાર તને મારી દવા મંગાવું તો પણ તને યાદ નથી રહેતું પણ તારી આંખોની ને તારા હૃદયની ભાષા અમને વાંચતા આવડે છે, તું હજું બાળક છે અને અમે માવતર છીએ'..

મયંક દોડીને પપ્પા ને ભેટી પડ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational