Mittal Purohit

Inspirational Others

4  

Mittal Purohit

Inspirational Others

રતન

રતન

1 min
199


સવારે ઘરમાં સાંભળેલા સંવાદો હજુ એના કાનમાં અથડાતાં હતાં. - પોતાના લગન માટે છોકરાવાળા એ, - ૧૫૦૦૦ રોકડા રૂપિયા હાથ ધરવા બાપાને કહ્યું છે તો જ જાન આવશે, જો રૂપિયાની જોગવાઈ નહીં થાય તો જાન આવશે નહીં અને છોડી ને લીલાં તોરણે મેલીને પાછી વળશે...જો આવું થાય તો મારે સમડે લટકતું કરવું પડશે. આવી વાત પર બાપાને અને મા ને વાત કરતાં સાંભળયા પછી વિચારોનાં કુંડાળા માથે ઉમટ્યાં હતાં.

        ઉનાળાની બપોરના સમયે સુમસામ કોતરોનાં રસ્તે પોતાના બાપાના જીવની ચિંતા કરતી એ ૧૭ વર્ષની નાજુક- નમણી અને નીચ કુળમાં જન્મેલી પણ ઉચ્ચ કુળને ય બાપા શરમાવે એટલી રૂપાળી રતન ખેતરે માટે ભાથુ બાંધીને જઈ રહી હતી.

       એવામાં જ ઊંચો -જોરાવર, ભયંકર રાક્ષસ જેવા દેખાવવાળો સરપંચનો આધેડ વયનો નાલાયક કુંવારો ભવરસિહે રતનને રોકી, પહેલાંની જેમ જ રતન પ્રત્યેનો પ્રેમ કે એના રૂપ ને પામવાની ઈચ્છાથી લગનનો પ્રસ્તાવ મૂક્યો, આવું તો એ અનેકવાર કરી ચૂક્યો હતો અને દરેક વખતે એને રતનનો નન્નો જ સાંભળવા મળ્યો હતો, પણ- અત્યાર સુધી એની સામે ય ન જોતી રતને એ પ્રસ્તાવનો અચાનક સ્વીકાર કરી લીધો.

       પોતાના બાપનો જીવ બચાવવા બીજો વિકલ્પ ન રહેતાં પોતાના જીવનની આહુતિથી આંખનાં ખૂણે આવેલ આંસુ લૂછી એ ખેતરનો કાંટાળો રસ્તો ખૂંદવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational