કજરી
કજરી
શિયાળાની રાતનો સમય હોવાથી બહાર એક સન્નાટો હતો, લોકો પોતાના ઘરમાં ગોડદા ઓઢી ને ઠંડી સાથે સંતાકૂકડી રમતા હતાં. આજે તો હાડમાંસ ગારી નાખે એવી ઠંડી હતી. ગમે એવા અગત્યના કામો છોડી ને લોકો ઘર ભેગા થઈ ગયા.
કજરી એકલી જ આ ઠંડી સાથે અડીખમ લડી રહી હોય એમ બહાર રસ્તામાં ફાટેલ કપડાંમાં ટૂંટિયું વાળી પડી રહી હતી. જેમ જેમ રાત પસાર થતી ગઈ એમ જાણે કંજરી હારતી જતી હતી. .ઠંડી એની ઉપર હુમલો કરી રહી હતી. રાતનો એક થવા આવ્યો હશે ત્યાં તો કજરીની નજર દૂર થાંભલા ઉપર પડી, ત્યાંથી કોઈ એને ટગર ટગર જોતું હોય એમ લાગ્યું, એ થોડી ડરી ગઈ પણ કરે શું ? જે જગ્યાએ એ સૂતી હતી એ ન તો એનું ઘર હતું કે ન એનો બેડરુમ. .એ પોતાની જાતને વધુ સંકેલવા લાગી. ત્યાં તો એક ગાડી આવીને રોડ નજીક ઊભી રહી, કજરી વધુ ડરી ગઈ. મદદ માંગવા વિચારતી જ હતી ત્યાં ગાડીમાંથી એક શૂટ વાળો કોઈ વૃધ્ધ માણસ ઉતર્યો. એણે કજરી ને પોતાની સાથે આવવા ઈશારો કર્યો, કજરી એ ના કહી અને એ ગાડી આગળ વધી.
હજુ પણ પેલો થાંભલા પાસે જ ઊભો હતો. કજરીને જાણે આ રાત કોઈ દુશ્મન હુમલા જેવી કારમી લાગતી હતી. સમય એનું કામ કરતો હતો, એ જેમ
જેમ આગળ વધે એમ કજરી પર આવેલી મુસીબત, ઠંડી અને ડર વધુ ઘેરો બનવા લાગ્યો. કજરી જેમ જેમ પોતાની જાતને સંકેલી લેતી એમ એ નજીક આવતો ગયો.
એણે વિચાર્યું કે જો આ નજીક આવીને કંઈ કરશે તો પોતે પેલા પથ્થરથી એનું માથું ફોડી નાખશે. .ભિખારણ છે તો શું થયું છે તો એક સ્ત્રી જ ને ? એનેય સમાજની પ્રતિષ્ઠિત સ્ત્રીઓની જેમ પોતાના શીલની રક્ષા તો કરવી જ પડશે. એમ વિચારી મોટો પથ્થર એણે પોતાની પાસે ખેંચી લીધો. છતાં એને પોતાના અસ્તિત્વ પર એને ધિક્કાર થવા લાગ્યો. સાથે એને પુરુષ જાતિ ઉપર પણ અણગમો થયો, સૂટ પહેરીને દિવસે સમાજમાં નામ કમાનારા અમીર પુરષો રાતના અંધારામાં એક ભિખારણ પાસે એની ભૂખ સંતોષવા આવે. .છી. એનાં વિચારોને અચાનક કોઈ ના સ્પર્શે ચમકાવી. . એ પેલો થાંભલા પાસે ઊભેલો આદમી જ હતો, એણે દબાવેલા પથ્થર ને ધ્રુજતા હાથે ઊંચો કર્યો ત્યાં જ એનાં અર્ધનગ્ન પગને એ આદમીએ એક શાલ ઓઢાડી, કજરીના હાથમાં રહેલ પથ્થર એણે ધીમેથી નીચે કર્યો અને પેલાં આદમીને હાથ જોડીને આભાર માને એ પહેલાં જ એ આદમી અંધકારમાં દૂર અદ્રશ્ય થઈ ગયો.
કજરી સમજી ન શકી કે સૂટમાં આવેલ સજ્જન કે જેને એ મવાલી સમજતી એ સજ્જન.