શંકર
શંકર
શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ છે.
શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.
મારું મનગમતું ગીત કે જેના ઉપર નૃત્ય કરેલું
હે ચંદ્રમૌલિ ! હે ચંદ્રશેખર !
હે શંભુ ત્રિલોચન ! હે સંકટ-વિમોચન !
હે ત્રિપુરારિ અર્ચન !
જય જય હે શંકર, હે ભસ્માંગ-સુંદર !
હે પશુપતિ હરિહર ....
તે શૈલરાજે કીધું છે દ્ર્ઢાસન,
ત્રિનેત્રે કીધું રતિપતિનું વિસર્જન...
કંઠે ઘરી છે તેં સર્પોની માળા,
તવતાડવે બાજે ડમરૂ નિરાળા,
પ્રભુ ! વિશ્વ કાજે તે શિર ગંગ ધારી,
પર્વત-દુહિતાની પૂજા સ્વીકારી...
જગ-મંગલાર્થે તેં અસુરો સંહાર્યા,
પીને હળાહળ તેં પથ કંઈ પ્રસાર્યા...
હે ચંદ્રમૌલિ....
