શમણું એક સોનેરી સાંજનું-૪
શમણું એક સોનેરી સાંજનું-૪
સંજય-ઈશાની એનિવર્સરી માટે રિસોર્ટ આવે છે,અરેન્જ મેરેજમાં સહમંજુરીથી થયેલા લગ્ન છતાં જવાબદારીઓના પોટલામાં પરોવાયેલા બંને નવયુગલ પોતાના અંગત જીવનને ક્યાંક પાછળ છોડી આવ્યા હોય એવો એહસાસ અને એટલે જ એકાંતમાં પ્રેમ,સ્નેહ,લાગણી અને શબ્દોના તાંતણે બાંધવા આવેલા નવદંપતી તૈયાર થઈને નીકળે છે અને બંનેએ એકબીજા માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું છે, હવે આગળ.
'ઈશાની, આમ મને કહ્યા વગર તું આખા રિસોર્ટમાં એકલી ફરે છે એ પણ આટલી ગોર્જીયસ થઈને! ખબર છે તું બહુ બહાદુર છે પરંતુ આપણે નવી જગ્યાએ આવ્યા છીએ અને અજાણી જગ્યાએ અજાણ્યા લોકોથી સાવધાન રેહવું જોઈએ ને?? શું આ વાત વકીલ સાહેબ(સંજયના એડવોકેટ સસરા)એ સમજાવી નથી??', સંજયે ઈશાનીને મીઠો ઠપકો આપતા કહ્યું.
પ્રેમ પણ એવો હોય ને સાહેબ કે,
'પહેલા તો મેળ ના પડે,
અને જો ભૂલે-ચુકે મેળ પડી પણ જાય તો ખબર ના પડે,
અને જયારે ખબર પડે કે પ્રેમમાં છીએ પછી તો જરાય ચેન ના પડે.' હાહાહાહા... શું કેહવું બરાબર ને??
સંજયને હવે આવા જ કાંઈક અનુભવ થઇ રહ્યા હતા. પહેલા તો ઈશાની જેવી સારી છોકરી શોધવામાં સમય ગયો. એ મળી ગઈ પછી ખબર જ ના પડી કે સાહેબને પ્રેમ થયો છે પછી ખબર પડી ત્યારથી હવે કાંઈ ચેન પડતું નથી બસ આખો દિવસ ઇશાનીના ખયાલોમાં ખોવાયેલું રેહવું ગમે છે, એ હોય તો એની આંખોમાં આંખમિચોલી રમવું ગમે છે, એ ના હોય સામે તો એના ફોટા સાથે વાતો કરવું ગમે છે, તનને પામવા કરતા મનને પામવું વધારે ગમે છે, એની દરેક વાતોમાં ખોવાવું ગમે છે, જિંદગીભર બસ આ જ અહેસાસ અને આ જ જીવનસાથી સાથે રેહવું છે એવું વિચારવું ગમે છે, ૬ મહિનામાં જે સમય-સંજોગો સર્જાયા એ બધા જ સંજોગોને ફરી જીવીશું એવી કલ્પનાઓ સાથે રેહવું ગમે છે. બસ એને મન ઈશાની હવે ઘર કરી ગઈ છે અને હોય પણ કેમ નહિ સાહેબ?? ઈશાની એટલે પરફેક્ટ અરેન્જ મેરેજ કેન્ડિડેટ કહી શકાય એવી જેનામાં ત્રણ 'સ'નો ભરપૂર સમાવેશ:- સુંદર,શુશીલ,સંસ્કારી.. આજના જમાનામાં આ ત્રણ એકસાથે એક જ પેકેજ ડીલમાં મળે એવું વિચારવું કદાચ આપણને અસંતોષ આપી શકે. પરંતુ સંજયના નસીબમાં ઈશાની અને ઇશાનીની કુંડલીમાં સંજયનો સાથે આજીવન લખ્યો હશે એટલે જ આ કહાનીની શરૂઆત થઇ અને આજે એ કહાની એક નવા વળાંક તરફ જઈ રહી છે.
'અચ્છા!! તો હવે સાહેબ ટોન્ટ પણ મારશે એમ? અને હા, તમારા ફાધરઇન લો એ બહુ બધા લો શીખવાડ્યા છે. હવે તમે વિચારી લેજો કે તમારે ક્યાં ગુનાહ માં અંદર જવું છે??', ઇશાનીએ આંખ મારતાં સંજયને કહ્યું.
'મને એવું કેમ લાગે છે કે તું ૨ દિવસથી કાંઈક વધારે જ સ્માર્ટ જવાબ આપવા લાગી છે!'
'સ્માર્ટ તો હમ પહેલે સે હી થે,
કિસીકો કામ સે ફૂરસદ હી કહાં કે વો હમારી સ્માર્ટનેસ કી થોડી સી તારીફ હી કર લે!'
'ક્યાં બાત હૈ!!! આજે તો હિન્દીમાં ડાયલોગો એ પણ એકદમ ફ્રેશ!
સંજય અને ઈશાની સોનેરી સાંજને માણવા અને એમની એનિવર્સરીને વધારે યાદગાર બનાવવા માટે બસ એકબીજામાં ખોવાઈ રહેવાનું વધારે પસંદ કર્યું અને એમાં જ ચાલતા-ચાલતા દરિયા કિનારાથી થોડા દૂર એક રિસોર્ટના ગાર્ડનમાં પહોંચ્યા અને ત્યાં જ ગાર્ડનની બહાર એક કવર અપ થયેલું મોટા પેકીંગ સાથે રેડ કલરના રેપરમાં કાંઈક ચમકી રહ્યું હતું.
'અરે! આ જો તો સંજય શું છે??'
'અરે! આ કોણ લાવ્યું હશે? ખબર નહિ.. બટ ઈશુ, એમાં તો તારું નામ લખેલું છે. જરાક ખોલીને જો તો ખરા કે શું છે.'
ઈશાનીને ખબર તો પડી જ ગઈ કે સંજયે જ આ બધું પ્લાન કર્યું છે છતાં એણે ધીરજ રાખીને મોટું કવર ખસેડ્યું અને જોવે તો એની આંખો અને ચહેરો બંને સ્તબ્ધ થઇ ગયા,
'ઓએમજી!!! સંજય. બ્લેક કલર સેક્સી બીએમડબલ્યુ !!!!!!!! આટલી મોટી સરપ્રાઈઝ????', દિલમાં આનંદ અને આંખોમાં ખુશીના ઝાકળબિંદુ સાથે આશ્ચ્ર્ય સાથે સંજય સામે જોઈ રહી.
'યેસ લવ, ધીસ ઇસ એન એનિવર્સરી ગિફ્ટ ફ્રોમ માય સાઈડ ટુ ધ મોસ્ટ બ્યુટીફૂલ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ગર્લ ઈન થે હોલ યુનિવર્સ. આઈ લવ યુ ફ્રોમ ડેપથ ફ્રોમ માય હાર્ટ એન્ડ સોલ'
આટલું સાંભળતા જ ઈશાની સંજયને એવી રીતે વળગી પડી જાણે કે ઝાડને વેલ.
કારની ગિફ્ટ જોઈને કોણ ખુશ ના થાય દોસ્ત? અને એ પણ જયારે મૌકા ભી હો ઔર દસ્તુર ભી, પહેલી ૬ મંથ એનિવર્સરી, સંજયનું નવું જ એક રૂપ, પોતાના માટેનો અનહદ પ્રેમ,સ્નેહ અને લાગણી. વધારે ખુશ થવાનું કારણ કાર નહતી પરંતુ જે શમણાંઓ સાથે એ સંજય સાથે પટેલ હાઉસમાં આવી હતી એ શમણાંઓ આજે આળસ મરડીને ઉભા થયા હતા અને એને જોઈતું બધું જ મળી ગયું હતું.
'હવે, આ કાર તારી રાહ જોવે છે, ચાલ આપણે એને પણ મોકો આપીએ ને આપણી ખાતિરદારી કરવાનો??', સંજયે ઈશાનીને માથે ચૂમી લેતા કહ્યું.
ઈશાની કારમાં બેઠી. સંજય કો દ્રાઈવર સીટ પર બેઠો. જેવી ઈશાની કારમાં બેઠી કે તરર જ કાર પર પોતાના કોમળ હાથથી નિહાળવા લાગી અને પછી એની નજર એક કાગળ પર પડી જે કદાચ લવ લેટર જ હોઈ શકે એવું સમજીને સંજય સામે થોડા શર્મિલા અંદાજમાં જોતા એણે લેટર હાથમાં લીધો એમાંથી આવતી પ્રેમની સોડમ શ્વાસમાં ભરીને લેટર ઓપન કર્યો અને એ જ સમયે સંજયે એની રોકી.
'હમણાં નહિ. આ લેટર તું એકાંત માં વાંચ જ. મારી સામે નહિ.', સ્માઈલ સાથે સંજયે કહ્યું.
'સંજય, કાર ચલાવવાનો મને અનુભવ ઘણા ટાઈમથી રહ્યો નથી. નવી કાર છે તો તું જ ડ્રાઈવ કર.'
'ઈશાની કાર ખાલી બહાર પાર્કિંગ માં જઈને પાર્ક કરી દે. શરૂઆત તો તારા હાથે જ થવી જોઈએ.' એમ કહીને ઈશાની-સંજયે સાથે કારણે સેલ માર્યો ઇશાનીએ કાર ધીમે રહીને ચાલુ કરી અને પાર્કિંગ માં આવીને ઉભી રાખી.
'વાવ!!!!! કાર ચલાવીને એક અલગ જ આનંદની અનુભૂતિ થાય છે. શું કાર છે!!!!! આઈ એમ સો સો સો સો હેપી સંજુ.'
'લેટ'સ ગો ફોર આ લોન્ગ ડ્રાઈવ..', ઇશાનીએ સંજયને આંખ મારતાં કહ્યું.
'નો હની, હજી તો ઘણું બધું સરપ્રાઈઝ બાકી છે. આપણે લોન્ગ ડ્રાઈવે જઇશુ તો એ રહી જશે.'
સંજય-ઈશાની કાર પાર્કિંગમાં પાર્ક કરીને આગળ વધતા હતા ત્યાં જ સંજયને ઓફિસમાંથી કોલ આવ્યો અને ઈશાનીને હમણાં આવું એક કહીને થોડા દૂર જઈને બિઝનેઝની કોઈક વાતમાં વ્યસ્ત થઇ ગયો. થોડો વધારે સમય થયો એટલે ઈશાનીને થયું કે ચાલ પેલો લેટર જ વાંચી લઉં એટલે એણે કારમાંથી પેલો લેટર વાંચવા માટે કાઢ્યો અને રિસોર્ટના ગાર્ડનમાં જઈને એક સરસ અમેરિકન સ્ટાઇલના સોફા હતા એમાં થોડા આરામથી લંબાવ્યું.
૨૧મી સદી, કોબ્રાની જેમ ફંન ફેલાવનાર કળિયુગ, આધુનિક યુગના નવયુગલ, અંગ્રેજી માધ્યમમાં લીધેલું ભણતર, લાઈફ ટાઈમ અંગ્રેજીમાં વાત કરતા લોકો વચ્ચે રેહનાર, મોટો બિઝનેઝ ચલાવનાર મોભાદાર વ્યક્તિ, વિદેશી ધરતી પર પોતાનું નામ કરનાર વ્યક્તિ આ બધાનું જ્યાં મિશ્રણ હોય ત્યાં ગુજરાતી ભાષા પ્રતેનો પ્રેમ, પ્રેમમાં સમર્પણ, વફાદારી, પારદર્શિતા, સંબંધમાં સમજણ, પ્રેમિકાને પત્ર અને અઢળક પ્રેમ ક્યાં જોવા મળે સાહેબ? પરંતુ આ બધાનું મિશ્રણ એટલે 'સંજય પટેલ'. સંજયે જે રીતે પ્રેમિકાને પત્ર આપ્યો એ જોઈને આપણે માની ના શકીએ કે આ લવસ્ટોરી આધુનિક જમાનાની હશે! બરાબર ને?? પ્રેમ તો ત્યાગ, સમર્પણ, વફાદારી અને સમય માંગે દોસ્ત. એ પ્રેમ રાધા-કૃષ્ણ, રામ-સીતા અને રોમિયો-જુલિયટ કે હીર-રાંઝાની પ્રેમકહાનીઓમાં આપણે જોયો છે અને એટલે જ કદાચ આવો પ્રેમ ૨૧મી સદીમાં જોવા પણ મળે તો આપણે ભરોસો નથી કરી શકતા.
દોસ્ત, પ્રેમતો અનંત અકાળ છે.એનું ક્યાં કોઈ સ્વરૂપ છે. એ તો બસ,
'આંખોથી રમાતી આંખમિચોલી, બંધ હોઠોની થતો વાર્તાલાપ,
પહેલા વરસાદની એ બુંદ અને માટીની ભીની સુગંધ,
અહેસાહની અનુભૂતિ ને સ્પર્શની સોડમ,
અહાહાહાહા!!!!!!!
આવા જ પ્રેમની ઝલક ઈશાનીને એ પત્રમાં આવી રહી હતી. આવી જ અનુભૂતિ એના મનને વધારે રોમાંચિત કરી રહી હતી.
વિચારોમાંથી હકીકતની દુનિયામાં પાછું પગલું ભરતાં ઇશાનીએ સંજયનો પત્ર વાંચવાનું શરુ કર્યું ને શરૂઆતથી જ ઇશાનીના હાવભાવ બદલ્યા જાણે કે,
'આંખોએ સાગરનું સ્વરૂપ લીધું, હ્દય એક ધબકારો ચુકી ગયું.'
* સમય આ નવદંપતીને કાંઈક કેહવા માંગતો હતો?
* પ્રેમમાં ભીંજાય પછી એ જ ભીંજાશ આંખોમાં કેમ?
* સપનાનું કયું સોનેરી શહેર ઝળહળવાનું હતું?
* પ્રેમ-પત્રમાં ઉચ્ચારેલ શબ્દોનું એવું તો કેવું કામણ??
* સોનેરી સાંજનું એ કયું નવું કિરણ ? હકારાત્મક કે નકારાત્મક??
આવતા અંકે..