BINAL PATEL

Drama Romance Thriller

3  

BINAL PATEL

Drama Romance Thriller

શમણું એક સોનેરી સાંજનું....-૨

શમણું એક સોનેરી સાંજનું....-૨

6 mins
539


"આપણે જોયું કે સંજય અને ઈશાની એક રિસોર્ટમાં પોતાની સિક્સ મંથ એનિવર્સરીની મઝા માણી રહ્યા છે. દિવસની શરૂઆત ખુબ સરસ થઇ છે. બંને બહુ ખુશ છે. ઈશાની પોતાના યાદગાર દિવસને વધારે યાદગાર બનાવવા માટે તૈયાર થવા અંદર જાય છે અને સંજય બહાર બેસીને આજના આખા દિવસના પ્લાન મગજમાં વિચારે છે હવે આગળ."

'શું વિચારે છે સંજય??', ઈશાનીએ બહાર આવતા પૂછ્યું.

કઈ નહિ બસ એમ જ બેઠો છું, તું આટલી જલ્દી તૈયાર થઇ ગઈ આજે? શું વાત છે ને!

બસ હવે, વાત બદલવાની કોશિશમાં તું હંમેશા પકડાઈ જાય છે. બોલ હવે શું વિચારે છે કહે તો મને.

"ઈશાની, તું ખુશ તો છે ને મારી જોડે લગ્ન કરીને??", સંજયે આમ અચાનક જ એક સવાલ ઈશાનીને પૂછી લીધો.

આજે આપણા લગ્નને ૬ મહિના પુરા થયા છે. અને હું સવારે એ જ વિચાર કરી રહ્યો હતો કે આ ૬ મહિના ક્યાં વીતી ગયા ખબર જ ના પડી. ફેક્ટરીના કામમાં, નાની ઉંમરમાં ઘણું બધું મેળવી લેવાની લાલસામાં, પપ્પાને ગૌરવ થાય એવું કાંઈક કરી છૂટવામાં, જીવનની આ રેસમાં હું ભાગતો જ આવ્યો છું અને એમાં આપણા લગ્ન, તારું મારા જીવનમાં આવવું, એક નવી જિંદગીની શરૂઆત, નવા સપનાઓને પુરા કરવાની ઈચ્છા, આપણા ભવિષ્યના સપનાઓ અને એની ચિંતાઓમાં તને સમય ના ફાળવી શકીને હું કાંઈક ખોટું કરતો હોવું એવું મને લાગે છે ઈશુ. (ઇશાનીનો હાથ પોતાના હાથમાં લઈને) ઈશુ, તે આજ સુધી ક્યારેય એ વાતનો અણગમો વર્તવ્યો નથી પરંતુ હું પણ તારી આંખોમાં સપના જોઉં છું, તારા શબ્દોને નહિ પરંતુ તારા અંતરની ના કહેલી એ દરેક વાત તારી આંખોમાં દેખાય છે જે હું કદાચ રોજ વાંચતો હતો પરંતુ એ સપનાઓ, દર્દ અને એકલતાની તારી લાગણીઓ આ હરણફાળ સફરમાં ક્યાયક દબાઈ ગઈ એનું ધ્યાન જ ના રહ્યું મને.

'પણ સંજય,,,,' ઈશાની કાંઈક બોલવા જાય છે ત્યાં જ ઈશાનીને વચ્ચે જ અટકાવી ફરી સંજયે પોતાની વાત ચાલુ કરી.

ઈશુ આજે હું બોલીશ અને તું બસ સાંભળીશ.....(રૂમથી બહાર નીકળી બસ એમાં જ દરિયા કિનારે ભીની રેતીમાં ચાલતા ચાલતા સંજયે કહ્યું.)

'ઈશાની અહીંયા બેસીએ.', ઈશાનીને પ્રેમથી પોતાની બાજુમાં બેસવા કહ્યું.

ઈશાની તને ખબર છે આપણે પહેલી વાર મળ્યા, થોડી વાતચીતને થોડા સવાલ જવાબમાં બસ આમ જ આપણે બંને એ એકબીજાને બસ હા પડી દીધી હોય એવું મને એ સમયે લાગ્યું હતું. છ મહિનામાં સગાઇ અને પછી લગ્ન. એટલે આપણને એકબીજાને સમજવા માટે ઘણો ખરો સમય તો મળ્યો જ નહિ ને? પરંતુ મને તારી સાથે ફાવી જ જશે એવો હકારાત્મક વિચાર હંમેશા આવતો. હું જયારે-જયારે તારી આંખોમાં જોતો ને ત્યારે મને તારું મનમાં રહેલું બધું જ વંચાઈ જતું, તારું મન પાણીની જેમ પારદર્શિત એટલે મને એ વાંચવાની મઝા આવતી. આપણા અરેન્જ મેરેજ થયા એટલે થોડો સંકોચ દૂર કરવામાં સમય લાગતો એટલે આપણે એકબીજાને બધું જલ્દીથી કહી નહતો શકતા. સમય વીતતો ગયો અને આપણે એકબીજાને સમજવા લાગ્યા બધું જ આપણી વચ્ચે સારું જ ચાલતું હતું પરંતુ મને કાંઈક કમી લાગી હતી, કાંઈક ખૂટી રહ્યું હતું આપણા વચ્ચે, કાંઈક એવી વસ્તુ જે કદાચ હું શોધી નહતો શકતો કે શું ખૂટી રહ્યું છે પરંતુ એ વાત મેં અનુભવી છે તારા વર્તનમાં, તારી આંખોમાં અને તારા ચહેરા પર. તે કોઈ દિવસ એ વાતનો અણગમો નથી વર્તાવ્યો કે, હું સમય નથી આપતો.

૪ દિવસ પહેલા હું એ જ વિચારી રહ્યો હતો કે મારા જીવનમાં શું ખૂટ્યા કરે છે? આપણા બંને પાસે પૈસા,નોકર-ચાકર, સ્ટેટસ, પરિવાર બધું જ છે. આપણું લગ્ન જીવન પણ સુખી છે, બંને એકબીજાને પસંદ કરીએ છે, સાથે રહેવાનું ફાવે છે બધું બરાબર ચાલે છે તો ખૂટે છે શું?? ત્યારે મને વિચાર આવ્યો કે ખૂટે છે તો એક તારા ચહેરા પરની એ સ્માઈલ, એક નેચરલ સ્માઈલ જે કદાચ તું ક્યાંયક તારા પિયરમાં, તારા એ રૂમમાં, તારા એ સંતાયેલા સપનાઓમાં મૂકી આવી છે.

'સંજય એવું કશું જ નથી. હું બહુ જ ખુશ છું તારી સાથે અને અહીંયા રિસોર્ટમાં આવ્યા પછી તે જ ૨૪ કલાકમાં મારા માટે કર્યું છું અને જે પ્રેમ આપ્યો છે એ પછી તો કાંઈક વધારે જ ખુશ છું.', ઇશાનીએ આંખ મારતાં સંજયને કહ્યું.

વાત એમ નથી ઈશાની, મને ખબર છે તું ખુશ છે મારી સાથે કારણ કે તું ખુશ રહે છે જાતે જ, હું તને સમય નથી આપતો એ વાત મને જેટલી ખૂંચે છે એટલી જ તને પણ ખૂંચે છે પરંતુ તું એક સમજદાર પત્નીની જેમ બધું સમજીને જાતે જ ખુશ થઇ જાય છે.

સંજય, તમારું બહુ સાંભળી લીધું છે મેં, હવે કાંઈ નહિ, આપણે રૂમમાં જઈએ છે અને તૈયાર થઈને લંચ માટેનો આગળનો પ્લાન કરીએ છે. આજના આટલા સ્પેશ્યલ દિવસે આમ પંકજ ઉદાસ બનીને નથી રહેવાનું આપણે, જીવન છે બધું ચાલ્યા જ કરે. એમ કહીને સંજયને હાથ પકડીને રૂમમાં ખેંચી જતા પ્રેમાળ યુગલની છબી સર્જાય છે.

"ચાલ હવે જલ્દી તૈયર થઇ જઈએ ઈશાની, આપણે આગળના આખો દિવસ શું કરીશુ એના વિષે પણ પ્લાન કરવાનો છે ને?", સંજયે ઈશાનીને પ્રેમથી વ્હાલ કરતા કહ્યું.

ઓહહહહ..... વાઉં, ગોર્જીયસ, અડોરેબલ પ્રિન્સેસ!!!

અમેરિકન રેડ કલરનું વનપીસ, કોહિનૂર ડાયમંડના ઈયરરિંગ્સનો તો કમલ જ કાંઈક છે!

બગલા જેવી તારું સુડોળ ડોકમાં આ મેં ફર્સ્ટ ગિફ્ટમાં આપેલું એ નેકલેસ,

હાથમાં મમ્મીએ આપેલું ચોપર્ડ બ્રાન્ડનું બ્રેસલેટ,

લાઈનર, લિપસ્ટિક અને આહહહહહહા....તારા આ વાળ.......

આજે તો તું કયામત લાગે છે ને કાંઈ મારી જીવનસંગીની, આજે આ સોન્ગ ના ગાવું ને હું તો અપમાન લાગે આ કુદરતી સુંદરતાને,

"યેં રેશમી ઝુલ્ફે, યેં શરબતી આંખે, ઇન્હેં દેખકર જી રહે હૈ સભી,,"

"અરે! પટેલ સાહેબ આજ-કાલ કાંઈક અલગ જ અંદાજમાં રહે છે ને કાંઈ! કુછ તો હુઆ હૈ, કુછ હો ગયા હૈ!", ઇશાનીએ પણ એ જ અંદાજમાં જવાબ વાળ્યો.

સંજય તને ખબર છે આજે મેં જે કાંઈ પણ પહેર્યું છે એ બધા સાથે મારી કોઈક ને કોઈક યાદ સંકળાયેલી છે અને એ જ યાદોને હું આજે જીભરીને માનવ માંગુ છું. દુનિયા માટે મેં પહેરેલી દરેક વસ્તુઓ ખાલી એક "વસ્તુ" હશે પરંતુ મારા માટે તો એ એક "મીઠી યાદ" સમાન છે જેને હું ક્યારેય મારાથી અલગ નથી કરી શકવાની.

"સંજય, તમારું એવું રૂપ મેં પહેલી વાર જોયું છે, ક્યારેક તો ડર લાગે છે કે આ શમણું તો નથી ને? ૨ દિવસમાં તો તમે ૬ મહિનાની બધી જ ફરિયાદોના જવાબ કેટલા પ્રેમથી આપી દીધા અને મને કાંઈ કહેવાનો મોકો જ ના મળ્યો.", સંજય સામે કાંઈક અલગ જ પ્રશ્નાર્થ સાથે જોઈને ઈશાની એ કહ્યું.

"હવે આજે પણ તું તારા પપ્પાની જેમ વકીલ બનીને શક કરીશ મારા પર? તારા સવાલો પરથી તો લાગે છે કે આપનો કેસ તો પપ્પાની કોર્ટમાં લઇ જઇશ.", સંજયે આંખ મારતાં ઈશાનીના સવાલનો જવાબ આપ્યો.

ઈશાનીના પપ્પા વ્યવસાયે શહેરના બહુ નામાંકિત વકીલ હતા અને એ જ વકીલની એકની એક દીકરી એટલે ઈશાની. ઈશાની પોતે પર્યાવરણ સંબંધી ફિલ્ડમાં માસ્ટર કરી ચુકી હતી અને આગળ રિસર્ચ કરવાનું વિચારી રહી હતી ત્યાં જ એના લગ્ન સંજય સાથે થયા અને થોડા સમયમાં તો ઈશાની પોતાના આગળના કરીઅર માટે વિચારવાનું થોડું સાઈડમાં મૂકીને ઘર-સંસારની પળોજળમાં ભરાઈ ગઈ અને આજે એ લગ્નને ૬ મહિના થઇ ગયા હતા.

"હવે ટોન્ટ મારવાનું પતી ગયું હોય તો સાહેબ આપ પણ તૈયાર થઇ જાઓ એટલે આપણે આગળ શું કરવાનું છે વિચારીએ.", ઇશાનીએ ખોટો ગુસ્સો જતાવતા સંજયને તૈયાર થવા રૂમમાં મોકલ્યો.

સંજય તૈયાર થવા ગયો ત્યાં તો ઇશાનીએ સંજય માટે કરેલા સરપ્રાઇસની તૈયારીઓ કરવા માંડી અને ખુશીથી પોતાની જ જાતને સાંભળી ના શકી. સંજય તૈયાર થઈને આવે એ પહેલા એને ઘણા કામ કરવાના હતા એટલે એણે ફોન અને લેપટોપ લઈને બધું નક્કી કરેલું ફરી ચેક કરવા માંડ્યું અને ફરી એના ચહેરા પર એક અજીબ જ મુસ્કાન છવાઈ રહી.

સંજય અને ઈશાનીની એનિવર્સરીની એ સાંજ બંનેના જીવનમાં કાંઈ રીતે શમણાંઓ લઈને આવી અને કાંઈ રીતે એ દિવસ યાદગાર બની રહ્યો એ જોવા માટે આગળના પ્રકરણમાં આપણે સાથે બેસીને આ પ્રેમનું પારાયણ એવી નવલકથામાં ડુબકી લગાવવી પડશે.

કેવી ચાલી રહી છે નવલકથા? વાંચન સાથે આપશ્રી આપના અભિપ્રાય આપણવાનું ભૂલશો નહિ.


Rate this content
Log in

Similar gujarati story from Drama