શમણાંઓ
શમણાંઓ
મીતવા નામ સાભળીને જ દિલને ઠંડક મળે તેવી, પતંગિયા જેવી અલ્લડ ખુશમિજાજી છોકરી. બદામની ફાડ જેવી આંખો, રંગે રૂપાળી ભણવામાં પણ હોશિયાર સાથે-સાથે વાર્તાઓ અને કવિતાઓ પણ લખે. કોલેજમાં એમના એક શિક્ષક તો કહેતા મીતવા આગળ જતા તુંં જરૂર સારી કવિયત્રી બનીશ. તુંં લખવાનું ચાલુ જ રાખજે. મીતવા એ પણ કેટકેટલાય સપનાઓ આંખોમાં આંજીને રાખ્યા હતા. હજુ તો કોલેજ કરતી હતી ને એક સારા ઘરનું માંગુ આવ્યું અને તેમા પણ છોકરો સરકારી નોકરી ઝરતો હતો. ઘર પણ ખાનદાન હતું. ઘરનાં બધા નું માનવું હતુંં કે એવું ઘર ને આવો છોકરો નહી મળે ? છોકરાનું નામ વિશાલ હતુંં એ પણ સરળ ને સમજુ હતો. બંને એ વાતચીત કરી ને અંતે સગાઈ ને થોડા સમયમાં લગ્ન પણ થઈ ગયા. મીતવા લગ્ન પછી નાના ગામમાં આવી કારણ કે વિશાલને નોકરી ત્યાં હતી. પોતાના બધા જ રંગબેરંગી સપનાઓને ભંડારી કવિતાઓ વાર્તાઓ ને પાછળ છોડી મીતવા એ નવા જીવનની શરૂવાત કરી.
મીતવા અને વિશાલનું લગ્નજીવન બરાબર ચાલતુંં હતુંં, ધીમે ધીમે બાળકો થયા. બાળકોનાં લાલન પાલન ને ભણતરમાં જ મીતવા એ પોતાનું બધુ ધ્યાન લગાવી દીધું. સમયને કોઈ બાંધી શકતું નથી વરસો વીતી ગયા હવે બાળકો મોટા થયા. મીતવા હવે ચાલીસની થઈ તેને હવે ઘરમાંથી સમય મળવા લાગ્યો તેણે પોતાના અધૂરા રહી ગયેલા સપનાઓની ધૂળ ખંખેરી એને જીવી લેવા માંગતી હતી. વળી આધુનિક યુગમાં મોબાઈલ પર એવી એપ આવે છે જેમા તે કવિતાઓ લખવા લાગી પછી વાર્તાઓ પણ લખવા લાગી ને તે પોતાના મિત્રો ને સગા સંબધીઓને મોકલતી તેઓ પણ મીતવાની કવિતાઓનાં વખાણ કરતા. ઇચ્છાઓ તો પહેલેથી જ મનમાં ભરાયેલી હતી. બસ, ખાલી રાહ મળવાની બાકી હતી જયારે સમય મળે ત્યારે મીતવા લખવા લાગી.
એકવાર મીતવા અને વિશાલ તેનાં મિત્રનાં ઘરે ગયાં ત્યાં તેની મુલાકાત જાણીતા કવિ સાથે થઈ તેમણે મીતવા ને કોઈ સારી વાર્તા લખવા કહ્યું અને મીતવા એ "રિવાજોની બેડી" નામની વાર્તા લખી તેની આ વાર્તાનું વિમોચન થયું. અને સાહિત્ય ક્ષેત્રે મીતવા ને આ વાર્તા માટે ઘણા ઈનામો મળ્યા. આમ મીતવા એ પોતાનાં અધૂરા રહી ગયેલા સપના ઓ ને કાગળ પર કંડારી લીધા. તેની આ સફળતામાં તેના પતિ વિશાલનો પણ પુરેપુરો સાથ હતો. વિશાલે દરેક વખતે તેને સાથે રહી ને બધુ કરવાની છૂટ આપી હતી. તેની લાગણીઓને સમજી હતી. તેના શોખને સમજયા હતા.
આમ, મીતવાની સફળતામાં તેના પતિ વિશાલનો પણ પૂરો સહકાર હતો. તે વિશાલ ને પણ સફળતાનો સાથી માનતી હતી. બસ,આજ મીતવા ખુશ હતી. ને મનમાં જ ગણગણવા લાગે છે.

