MINESH PRAJAPATI

Abstract Inspirational Others

2  

MINESH PRAJAPATI

Abstract Inspirational Others

શિક્ષકનો મહિમા

શિક્ષકનો મહિમા

1 min
822


શિક્ષક કભી સાધારણ નહિ, સાધારણ કભી શિક્ષક નહિ હોતા.

જે સમાજ શિક્ષક નું સન્માન નથી કરતો તેનું પતન નિશ્ચિત છે.

           દરેક મહાન માણસોના જીવનમાં કોઈક ને કોઈક શિક્ષકનું યોગદાન રહેલું હોય છે. આવા શિક્ષકોને વર્ષમાં એક વાર ફોન કરીને કે રૂબરૂ મળીને પણ આભારની લાગણી વ્યક્ત કરી શકાય તો આપણે સાચો ગુરૂ ધર્મ નિભાવી શકીશું.         

       સારા સમાજના ઘડતરમાં શિક્ષકનું યોગદાન ખૂબ મહત્વનું છે. સમાજ શિક્ષકનું સન્માન કરશે ત્યારે શિક્ષકને સારા નાગરિકો તૈયાર કરવાની પ્રેરણા મળશે. સમાજમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરનાર ફક્ત ત્રણ જ વ્યક્તિઓ આ પૃથ્વી પર રહેલી છે માતા-પિતા અને શિક્ષક.

          દરેકના સુખી જીવનનો પાયો રચનાર મૂળમાં માતા-પિતા અને ત્રીજા શિક્ષક હોય છે. પહેલાના જમાનામાં ઋષિ પરંપરા ચાલતી ભગવાન રામ અને કૃષ્ણ પણ આજ પરંપરામાં મોટા થયા હતા. આજે તે પરંપરા તૂટી અને ગુરુનું સ્થાન શિક્ષકે લીધું પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષકનો ઉપહાસ થવાના કારણે તેનું સ્થાન ઘટતું ગયું. એ ન ઘટે તે માટે એક સારા નાગરિકે શિક્ષકનું સન્માન કરવું જોઈએ. શિક્ષક ધારે તે કરી શકે તે પંક્તિને ચરિતાર્થ કરવા માટે આપણે શિક્ષકનું સન્માન કરવું જ રહ્યું. તમે પૂર્ણ રૂપથી શિક્ષકનું જીવન જોશો તો સાદગી સમર્પણ ત્યાગ જોવા મળશે. ભારત પરંપરાઓનો દેશ છે આદિકાળથી લોકો ભારતીય પરંપરાની ખૂબ આદરથી જુએ છે. તેના મૂળમાં ગુરુનું સ્થાન મહત્વનું રહેલું છે. અને એટલે જ ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં ડંકો વગાડી છે. ત્યારે આવો આપણે સાથે મળીને સૌ શિક્ષકોને બિરદાવીએ અને તેમનું સન્માન કરીએ તો સાચા અર્થમાં ગુરુ પરંપરા પાછી લાવી શકીશું.


Rate this content
Log in

Similar gujarati story from Abstract