MINESH PRAJAPATI

Inspirational Others Children

3  

MINESH PRAJAPATI

Inspirational Others Children

કર્યા વગર કાઈ મળતું નથી

કર્યા વગર કાઈ મળતું નથી

2 mins
219


  ઊગતા સૂર્યને પૂજનારું નાનકડું ગામ એટલે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું મોડાસાની નજીકનું ડુંગરવાળા કે જ્યાંના યુવાનોમાં તરવરાટ જોવા મળે છે. તેવાજ એક યુવાનમાં કેટલો તરવરાટ છે તેની સફર પર જઈશું.

    વહેલી સવારે ઊઠી રોજ ગધેડાં લઇ જંગલમાં લાકડા અને છાના વીણવા જવાનું આ રોજનો નિત્યક્રમ હતો ઘરે આવી તળાવમાં માટી લેવા તેના પિતાની સાથે જવાનું થતું ત્યાર પછી દરરોજ બે ટાઈમ ખેતરમાં જવાનું ઘાસ કાપી ભેંસો માટે લાવવાનું કામ થતું રજાના દિવસે ભેંસો ચરાવવી ખેતર કામ કરવું પણ નિત્ય ક્રમ હતો. ઘરે ઘરે ફરી માટલાં વેચવા જવાનું થતું. દિવસે દિવસે મહેનત વધતી ગઈ માટલા પકવવા નેભાડો સળગાવવામાં પણ મદદ કરવી પડતી હતી. ઉંમર વધતા બાળક હવે યુવાન થયો ભણવાનું સાઈડનું કામ હોય તેમ ચાલુ રહ્યું સમાજ સેવા માટે ગામના મંદિરોનું સાફ સફાઈ. રંગ રોગાન જાતે કરતો શિવજી પ્રતેની આસ્થા ખૂબ મોટી હતી જીવન કેવો વળાંક લે તે શિવ સિવાય કોઈ જાણતું નથી. વધુ અભ્યાસ માટે દાહોદ મુકામે આઈટીઆઈ કરવા જવાનું થયું ખીસામાં પૈસા નો'તા તો બીજા બાળકોના ચિત્રો દોરી પૈસા કમાઈ ભણવાનું ચાલુ રાખ્યું બદલી થતા ગોધરા મુકામે બે વર્ષ માટે ગયા ત્યાંથી વધુ અભ્યાસ માટે હાલોલ કંપનીમાં ગયા પૈસા ન હોવાથી બે ચાર કલાક કંપનીમાં રહી એક વર્ષ પૂરું કર્યું ત્યાર પછી ઘરે આવી ફરી એક બે માં ધોરણનો અભ્યાસ શરુ કર્યો અને એકબાજુ ઇલેક્ટ્રીક નું ખૂબ કામ કર્યું, બસો જેટલા ગરના લાઈટ ફિટિંગ કર્યા અને પૈસા ની જરૂરિયાત પૂરી કરી ત્યાર પછી એકબે ધોરણમાં એંશી ટકા આવતા પીટીસી પ્રતિજ કર્યું. બે વર્ષ પછી શિક્ષકની નોકરી મળતા માં બાપની ખુશીનો પાર ન રહ્યો, ખુબજ ખુશમાં બાપ માટે સોનેરી ઊગતો સૂર્ય જેવો દિવસ આવ્યો.ત્યાંથી ફરી એક થી પાંચ માં અચાર્યમાં જવાનું થયું બાળકો પ્રતે લગાવ હતો ને ઘર દૂર હોવાથી રાજીનામુ મૂક્યું અને ફરી ખેડામાં નોકરી લાગી સાથે સ્વાધ્યાય ના પ્રણેતા દાદા ના ઉમદા વિચારો જીવનમાં ડગલે પગલે કામ લાગ્યા, ફરી બદલી કરી બીજી સ્કૂલ માં જોડાયા ત્યાં દસ વર્ષ નોકરી કરી બીએ ની પરીક્ષા પાસ કરી. એમએ કર્યું અને 6 થી 8 માં જોડાયો .90 જેટલી તાલીમો માં ભાગ લીધો જેમાં દિલ્હી, સાપુતારા, બેગ્લોર, ગાંધીનગર, વડોદરા મુખ્ય હતા. ફરી એચ ટી એ ટી ની પરીક્ષા પાસ કરી મુખ્ય શિક્ષકમાં જોડાયા સ્કૂલ અને બાળકોમાં ખૂબ પ્રગતિ થઈ નામના મેળવી યુવાન નેશનલ કક્ષાના એવોડ માટે ભાગ લઈ શક્યા આજે સ્કૂલ ના સમાચાર કેટલીય વાર પેપરમાં ટીવી માં આવ્યા ! આઈ આઈ એમ અમદાવાદ તરફથી આમંત્રણ મળ્યું અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું .છેલ્લા ત્રણ વર્ષથી ફરી સમાજ સેવા યાદ આવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈ દેશ સેવાનો મોકો મળ્યો ત્યાંથી જીવનનું ઘડતર પણ થયું, અને એટલેજ કહેવાય કે....

યુવાન ધારે તે કરી શકે યુવાનીનો સાચો તરવરાટ જોવા મળ્યો અને એટલેજ ગીતા માં કહ્યું છે" કર્યા વગર કાઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી "


Rate this content
Log in

Similar gujarati story from Inspirational