MINESH PRAJAPATI

Inspirational

3  

MINESH PRAJAPATI

Inspirational

દત્તક દીકરી

દત્તક દીકરી

2 mins
231


વિશ્વના વિકાસશીલ દેશો અમુક નાના દેશોને દત્તક લેતા હોય છે. વિકાસશીલ રાજ્યો અમુક રાજ્યોને અને જિલ્લાને દત્તક લેતા હોય છે. થોડા સમય પહેલા ગામ દત્તક લેવામાં આવ્યા ભારતના તમામ સાંસદો ધારાસભ્યોએ દત્તક ગામ યોજનામાં જંપલાવ્યું હતું દત્તક લેવા તે કોઈ નવી બાબત નથી તો દત્તક દીકરી લેવામાં વાંધો શું છે?

ભારતના વડાપ્રધાન દીકરીઓ માટે ખૂબ સજાગ છે તેમણે પણ દીકરીઓને ભણાવવા દાનમાં ભીખ માગી હતી " બેટી બચાવો બેટી પઢાવો" અભિયાન ચલાવવામાં આવ્યા જે સરાહનીય હતું. ગુજરાત સરકાર પણ એક કદમ આગળ છે ત્યારે હાલમાંજ રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના તમામ શિક્ષકોને દત્તક દીકરી લેવાનું આહ્વવાન કર્યું છે, ત્યારે તમામ શિક્ષકોએ આપણી આજુબાજુ નજર કરીએ તો તેવા પરિવાર હશે જેમને દત્તક લેવી જોઈએ. જેથી દીકરી પોતાના પગભર થઈ શકે. તમારી શાળામાં નજર કરશો તો એક કે બે દીકરી નજરમાં આવશે જેની સામાન્ય સહારાની જરૂર હોય. હાલમાં સમાચારપત્ર વાંચવા મળ્યું કે એક દંપતીએ 101 દીકરી દત્તક લીધી છે. કોઈક તો 1001 દિકરી દતક લઇ લગ્ન સુધીનો ખર્ચ ઉપાડે છે.

આપણે તો દત્તક દીકરી એટલે પૈસા આપવા પૂરતું નથી એને પ્રોત્સાહન આપવાની જરૂર છે તેના ઘરમાં શું જરૂર છે કે શુ તકલીફ છે તે જાણી દૂર કરવાની જરૂર છે બાકી આપવાવાળો તો ઉપરવાળો બેઠો છે આપણે એવી કોઈ તાકાત નથી કે કોઈ આપી શકીએ. તેનું છે અને તેને આપવાનું છે એટલું જ ધ્યાનમાં લઇ શિક્ષક તરીકે એક દીકરી કે તેથી વધુ દીકરી દત્તક લઇએ તો ગુજરાતની બે લાખ કરતા વધુ દીકરી દત્તક લઇ શકાશે. વધુ નહિ કહેતા કોઈના જીવનમાં અજવાળું કરી પોતાની જાતને ધન્ય બનાવીએ અને નોકરીના પૂર્ણ વર્ષોમાં કંઇક કર્યાનો આનંદ અને ગૌરવ અનુભવીએ. જો તમે દત્તક દીકરી લીધી હોય તો પોતાનું નામ દીકરીનું નામ અને ગામનું નામ લખી મોકલો 9427173930 

આપના પ્રતિભાવ આવકાર્ય છે


Rate this content
Log in

Similar gujarati story from Inspirational