MINESH PRAJAPATI

Inspirational Others Children

3  

MINESH PRAJAPATI

Inspirational Others Children

ગિજુભાઈની શિક્ષણ નીતિ

ગિજુભાઈની શિક્ષણ નીતિ

8 mins
797


“મને મળ્યા ગિજુભાઈ બધેકા”

      બરાબર દસ વાગ્યે હું શાળામાં જવા તૈયાર થયો સાચેજ શાળામાં જવાનો ખુબ આનંદ હોય છે. પ્રાર્થના શરૂ થતા પહેલા રોજ 15 મિનિટ સ્પીકર ઉપર ભજન ધૂન સાંભળીનેજ 11 વાગ્યે બાળકો પ્રાર્થના સભામાં શાંતિ માટે ગોઠવાય છે. પ્રાર્થના પછી વર્ગમાં દાખલ થયો ધોરણ આઠ માં જવાનું થયું. એકમ અનુરૂપ માર્ગદર્શન આપ્યું બાળકોને કંઈક નવું શીખવવાનો અતિ આનંદ હોય છે, જીવતા ભગવાનને તેના જ મંદિરમાં ગુરુ બનીને આપવું તે સ્વર્ગથી પણ અદ્ભુત અનુભૂતિ છે. આખા દિવસ દરમ્યાન શાળામાં નિત નવા પ્રયોગો, પ્રવૃત્તિઓનું ગમ્મત સાથે જ્ઞાન આપ્યું જેમાં અચાનક વાંચન કોર્નર પર નજર પડી. જેમાં ગિજુભાઈની બુક હાથ લાગી. જેમાં ગીજુભાઈ બધેકાની મોન્ટેસરી પદ્ધતિનું શિક્ષણ વાંચ્યું. હું ફ્રી સમયે 30 મિનિટ નિયમિત વાચન કરું છું જેમાં આજે ગીજુભાઈનું જીવન અક્ષર અક્ષર વાંચી ગયો. મને થયુ કે સાચે જ આજની શિક્ષણ પદ્ધતિ કદાચ તે જ દિશામાં જઈ રહી છે. સંપૂર્ણ વાચન કરી ખૂબ આનંદ સાથે કંઈક શીખ્યાના ગૌરવ સાથે પાંચ વાગ્યે ઘરે ગયો કહેવાય છે દિવસમાં કંઈક સારું કરો તો ચોક્કસ સારી ઊંઘ આવી છે. આજનો દિવસ પૂર્ણ થયો તેમ સમજીને ભર નિંદ્રામાં સૂઈ ગયો. 

અચાનક રાતે સપનામાં ગિજુભાઈ બધેકા મળ્યા, અને પછી જે સંવાદ થયો હું એને અત્રે રજુ કરૂ છું ઓહો ગિજુભાઈ આવો, બેસો, અહીં આવો, બાળકો પાસે બેસીએ તમે તો અમારી મુછાળી મા છો અને ગિજુભાઈ ખડખડાટ હસવા લાગ્યા તેમની અત્યાર ના શિક્ષણ વિશે પ્રશ્નો પૂછ્યા અને મે આજની શિક્ષણ પદ્ધતિ વિશે સંપૂર્ણ સમજ આપી. અને પછી તેમની સાથે સીધો સંવાદ પણ કર્યો.

      મેં ગીજુભાઈ ને પૂછ્યું કે હે ગિજુભાઈ એકમ કસોટીથી શું ફાયદો થાય તો ગીજું ભાઈએ કહ્યું બાળકોને નિયમિત મૂલ્યાંકન કરાવવામાં આવે તો પરીક્ષા અને કસોટીનો ડર દૂર કરી શકાય છે હું મારા વર્ગના તમામ બાળકોની નિયમિત ક્સોટી કરતો, સતત મૂલ્યાંક્ન કરતો, જેથી બાળક ક્યાં છે તે હું વાલીઓને કહી શકતો હતો. બાળકોને કોઈ કામમાં રોકવા નહીં જો તેને કાયમ કઈક નવું કરાવવામાં આવે તો તે તેના પ્રત્યેનો એનો અણગમો દૂર થશે. અને સહજતા આવશે માટે એકમ કસોટી જરૂરી છે. નીડર બની બાળકો સમયાંતરે સહજતા કેળવશે અને પરીક્ષાથી દૂર ભાગશે નહિ. 

મે બીજો પ્રશ્ન પૂછ્યો હે ? ગીજુભાઈ તમારા સમયમાં ભાષાદીપ અને દર્પણ એવું બધું હતું અને ભાષાદીપ વિશે તમારું શું માનવું છે ? તેમને કહ્યું, ભાષાદીપ દર્પણ તો નહોતા, પરંતુ તમારી અગાઉની વાત પરથી કહી શકું કે ભાષા શબ્દ છે એટલે હું એનું તરફેણ કરૂ છું. બાળકને આદર્શ વાંચન પૂરું પાડવું જોઈએ અને પ્રવૃત્તિથી શીખવવું જોઈએ જેથી તે જ્ઞાન લાંબો સમય સુધી યાદ રહે છે અને ભાષાદીપ તેનું ઉત્તમ ઉદાહરણ હશે તેમ હું માનુ છું. બાળકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા જોઈએ અને એ ભાષાદિપમાં હશે..

પછી મેં તેમને પૂછ્યું કે સ્વચ્છતા વિશે તમારું શું માનવું છે? મારા વર્ગમાં બાળકોની મેલા બુટ, વધેલા નખ , કોટના તૂટેલા બટન વગેરે માટે લોકોમાં જાગૃતિ ન હતી. કોઈ વાલી કે ઉપરી અધિકારી તરફથી મને મદદ પણ ન મળતી. મારા ખર્ચે જ શાળામાં સ્વચ્છતા માટે સામાન લાવી દીધો. આજે તો તમને સરકાર સ્વચ્છતા માટે ખૂબ મદદ કરતી હશે ? બાળકોને સ્વચ્છતા જીવનમાં જરૂરી છે તેનાથી બાળકો ખૂબ સારું શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યાર પછી વચ્ચે અટકાવી હું તમને બગીચો અને પર્યાવરણ પ્રયોગશાળા જોવા લઈ ગયો. બગીચો જોયા પછી કહ્યું પર્યાવરણ પ્રયોગશાળા હોવીજ જોઈએ. મારે બાળકો જાતે ફૂલછોડ ઉછેરતા હતા. તેમને ખૂબ જ મજા આવતી. બગીચાથી શાળાનું વાતાવરણ સ્વચ્છ અને પ્રફુલ્લિત બને છે અને બાળકોને પ્રાથમિક ઔષધીઓ,વનસ્પતિઓ સરળતાથી મળે છે.

પછી મેં તેમને પૂછ્યું કે સ્વરક્ષણ માટે બાળકો માટે શું કરી શકાય ? તો તેમણે મને કહ્યું, બાળકો પોતાની જાતે જ પોતાની રક્ષા કરે એવા અનુભવો શિક્ષકે પ્રાથમિક શાળા કક્ષાએ જ પૂરા પાડવા જોઈએ. તે મોટા થઈને પોતાનો બચાવ કરી શકશે એટલે એમની સ્વ રક્ષા એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. આમાં સરકાર પણ મદદ કરતી હશે ? મે હા કહ્યું.  

પછી મેં તેમને પૂછ્યું કે આ સર્વગ્રાહી મૂલ્યાંકન અને સતત મૂલ્યાંકન માં તમારો શું મત છે તો તેમને કહ્યું કે અતિ પરિચય થી બાળકની નજીક અવાય છે તેથીજ હું કહી શકતો કે જીવણ નો ડેમો પોલીસ ખાતા માટે લાયક છે અખાડામાં દાખલ કરાવો સારો જમાદાર થાય તેમ છે. હું કહું છું કે પરીક્ષાની કસોટીઓ એ બાળકોને ચડવું પડે તેમ છે તો પરીક્ષાનું જેટલો વિશેષ પરિચય તેટલો એનો ત્રાસ ઘટે છે. એટલે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવું જોઈએ મે પૂછ્યું તમારા સમયમાં ભાષા સંગમ હતું ? ગિજુભાઈ નું કેવું થયું ના એ વખતે ભાષા સંગમ જેવું કોઈ ન હતું પરંતુ ભાષા બાળકોને સમજવા માટે એમને નવા શબ્દો શીખવા પડે છે અને બાળકોમાં નવા શબ્દો શીખવાથી સામાન્ય જ્ઞાન અને બુદ્ધિ કસોટી ઝડપથી વધે છે નદીઓ ડુંગર નામ જાતિના નામ વગેરે લખવા નોંધવા કરવા જણાવી શકાય છે ,અને હું તેના થકી જ બાળકોને શીખવી શક્યો હતો.  

વ્યસનમુક્તિ વિશે તમે શું માનતા તેમણે કહ્યું બાળકોને સમજ આપવી કે વ્યસન તેમના ઘરને ડુબાડે છે માટે હું તેમનો ઘરે ઘરે જઈ સંપર્ક કરતો, અને એનાથી દૂર રહેવા માટે સમજાવે તો બાળકોને નિયમિત વાર્તાઓના માધ્યમથી સમજ આપતો હતો. 

 મે પૂછ્યું તમારા વખતે ઓનલાઇન ગુણપત્રક કે ઓનલાઈન શિક્ષકોની બાળકોની હાજરી એવું કંઈક હતું ? ગિજુભાઈ એ કહ્યું ના એવું કશું હતું નહિ. પણ ઉપલા અધિકારીઓ આવતાં તો તેમને સારું સારું બતાવવા માટે બધું ગોઠવાઇ જતું હોય છે અને બાળકો ગોખેલું રજૂ કરતાં હોય છે. સમજ્યા વગર ભારેખમ ઉંમર મુજબ નહીં. એવી કવિતા બોલે છે નાટક પણ ખોટું બોલે છ. બધું જ નિરશ થઈ જાય છે. તેથી જો આજના યુગમાં તમને ઓનલાઇન એન્ટ્રી કરવાની કહ્યું હોય તો બહુ સારું કેમકે ઘરે કે ઓફિસમાં બેઠા બેઠા પણ તમારી શાળાઓનું નિરીક્ષણ કરી શકે છે.

મે પૂછ્યું ગિજુભાઈ વ્યક્તિગત પોટફોલિયઓ અને પ્રોફાઇલ થી તમે શું માનો છો ? ગિજુભાઈ જવાબ આપ્યો વ્યક્તિગત બાળકો નો પરિચય કરવાથી બાળક નજીક હોય છે અને બાળકોને ઓળખી તેમાં સુધારો પણ કરી શકાય છે હું પણ તે કરી શક્યો છું અને દરેક બાળકોને વ્યક્તિગત ઓળખી તે પ્રમાણે નિર્ણય કરતો તેમનામાં રહેલી રસરુચિ તેમને આગળ વધવામાં મદદ કરે છે. 

મે પૂછ્યું વાર્તા ,બાળગીતો ,પ્રવુતિઓ નું શું મહત્વ છે ? તેમણે કહ્યું બાળકોને તેમની ભાષામાં વાર્તા નાટકો ગીતો કવિતાઓ કરાવતો જેથી બાળકો ને ગમ્મત સાથે કરતા જ્ઞાન મળતું આ બધું જ બાળકોને સમજવાથી કરી શકાય છે અને સમજવું એટલે બાળક કંઈ સમજે તે પહેલાં ડર દૂર કરવો જોઈએ કારણ કે ડર થી બાળકો જૂઠું બોલતા હોય છે તેમ ના મનમાં ડર હોય તો જ તે જૂઠું બોલે એટલે બાળક ને સમજી ને ડર દૂર કરવો જોઈએ અને તેમ કરવા માટે શિક્ષક પોતાની જાતને કેળવવી જોઈએ.

હે ગુજુભાઈ શિક્ષકની પોતાની જાતને કેળવવા માટે શું કરવું જોઈએ ? તો શિક્ષકે સ્વની ઓળખ મેળવવી જોઈએ. જેમકે બાળકો મને જોઈને નાસી જાય છે, કે પાસે આવે છે મારી પાછળ ચાળા પાડે છે, કે માન આપે છે. પછી પોતાની જાતને બદલી સ્વ વિકાસ કરવો હું સતત પોતાની જાતને સુધારતો ગયો અને  અને અત્યારે તો તમે વાત કરી તેમ નિષ્ઠા જેવી તાલીમ લઈને પણ તમે તમારી ઓળખ જાતે ઊભી કરી શકો છો. 

પછી ગિજુભાઈને પૂછ્યું કે તમે કલા ઉત્સવ જેવું કોઈ ઉત્સવ કે મહોત્સવ કોઈ એવું કરતા હતા તેમને કહ્યું હા બાળકોને અભિનય સાથે હું લોકગીતો ગવડાવતો બાળકોને પોતાની જ ભાષામાં પોતાના જ લોકગીતો અને પોતાના ગીતો સાથે જોડવામાં આવે તો તેના પ્રત્યે તેનો રસ વધે છે અને તેનો પાયો મજબૂત થાય છે પાયાના જ્ઞાનમાં વધારો કરવા બાળકનમાં રહેલી શક્તિનો વિકાસ થાય છે. તેમાં લોકગીતો સૌથી વધુ અગત્યનો ભાગ ભજવે છે. 

      મે પૂછ્યું તમે બાળકોને કોઈ દિવસ માર્યા છે ? તો તેમણે કહ્યું ના, હું માર પ્રત્યે ખૂબ જ અણગમો કરતો. હું મારા બાળકોને મારતો નહી પણ તેમને સીધા કરવા માટે અથવા તો તેમને સમજાવવા માટે અને વ્યવસ્થિત કરવા માટે હું વાર્તાનો સહારો ખાસ લેતો. બાળકોને જ્યારે હું વાર્તા કહેવાની શરૂઆત કરું ત્યારે શાંતચિત્તે અને એક જ ધ્યાન થી તેઓ બેસી જતા અને હું વાર્તા વાર્તા માં જ મારું પચાસ ટકા શિક્ષણનું કામ તેમાંજ કરી નાખતો હતો. 

તો ગિજુભાઈ પરીક્ષા ન હોત તો........ શું કહેવું છે આપનું ? જુઓ, પરીક્ષા ન હોય તો ના ચાલે તેના વગર બાળક ને ન્યાય ન મળે કારણ કે મારા વર્ગમાં પણ કેટલાકને તો માંરું શિક્ષણ સ્પર્શ્યું જ નથી એવા કોરા જતા,માટે બાળકોને નજીકથી ઓળખવા સતત મૂલ્યાંકન જરૂરી છે તેથી તો કહેતો કે જીવણ નો ડેમો પોલીસમાં પોલીસ ખાતા માટે લાયક છે અખાડામાં દાખલ કરાવો સારો જમાદાર બનશે. આમ બાળકમાં રહેલી શક્તિઓને ઓળખતો સતત તેનું મૂલ્યાંકન કરતો અને તે કઈ દિશા તરફ જઈ રહ્યાં છે તે એમના બાપને જણાવતો અને એ પ્રમાણે બાળકો આગળ વધતો. 

વાલી મિટિગ જેવુ હતું ?તેમણે કહ્યું હા, માં બાપ ને મળીને સમજાવવા જોઈએ કે બાળકને ઘરે દરરોજ અડધો ક્લાક વાચન કરાવવું જોઈએ બાળકો સાથે રમો વાર્તા કહો ગીતો સાંભડાવો તેનાથી બાળકના માં આત્મવિશ્વાસ વધસે અને તેના થકી બાળ માણસનો અભ્યાસ કરી શકાય છે અને તમારા બાળકને ઓળખી શકશો.  

   બાળકોને પ્રાઇવેટ કે સરકારી સ્કૂલમાં ભણાવવા જોઈએ ? તો તેમને કહ્યું,જો મા બાપ માથી જે બાળકનું વધુ ધ્યાન આપે તેનું માનવું જોઈએ કારણકે કંકાસ કરવા કર્તા એકને શાત રહી જે બાળકને વધુ સાચવી શકે તેનું માની સરકારી કે અન્ય સ્કૂલમાં મૂકી શકાય આનો નિર્ણય તેમના માં બાપ ને કરવા દેવો.  

પુસ્ત્ક વાચન માટે શું કરવું ? તો તેમણે કહ્યું પુસ્તક વાંચી તેના નામની યાદી અને તે પુસ્તક વાંચન નો સાર લખવો જોઈએ આવી યાદી બનાવવાથી શિક્ષક અને વિદ્યાર્થી બંને વર્ષાંતે કેટલા પુસ્તકોનું વાંચન કર્યું તેનો ખ્યાલ આવે છે. કેટલા વિદ્યાર્થીઓએ કુલ કેટલી ચોપડીઓ વાંચી સરેરાશ વિદ્યાર્થી દીઠ કેટલી ચોપડી વંચાય સૌથી વધારે કોણે અને સૌથી ઓછી કોણે વાંચી વગેરેનો ખ્યાલ આવે છે અને ચોપડીઓ અંગે પણ ખ્યાલ આવે છે. કે કઈ પુસ્તક વધારે વંચાય છે. આમ ભાષાના અવનવા પુસ્તકોના વાંચનથી વિદ્યાર્થીઓનું ભાષાનું શબ્દભંડોળ વધે છે અને ભાષા પ્રત્યે જાગૃત થાય છે , 

આમ ને આમ સવાર પડી અચાનક આખ ઉગડી જોયું તો મનમાં જબકારો થયો કે અરે વાહ મને ગિજુભાઈ મડયા અને પછી સમજાયું કે ગિજુવાઇ  બધેકાનું શિક્ષણ ચિંતન સમગ્ર વિજ્ઞાન મય સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સાથે જોડાયેલું હતું તેઓ પોતાનું અને વિદ્યાર્થીઓનું ઉપર જણાવેલી તમામ અલગ અલગ પ્રવૃત્તિઓ પદ્ધતિઓ અને તમામ પ્રયોગો દ્વારા સર્વગ્રાહી મૂલ્યાંકન કરતા રહેતા હતા અને જરૂર જણાય તો શિક્ષણની પદ્ધતિમાં ફેરફાર પણ કરતા હતા આજની આપણી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિનાં મૂળ આપણે ગિજુભાઈ બધેકાના શિક્ષણ ચિંતનથી પ્રાપ્ત થાય છે તો આવો આપણે સૌ લાભ લેવાનોજ રહ્યો આજના શિક્ષણની આપણે મૂલ્યાંકન સંબંધી ઘણી સમસ્યાઓનું સમાધાન ગિજુભાઈના શિક્ષણમાંથી પ્રાપ્ત કરી શક્યાં અને તેના થકી ચોકકસ સફળતા પણ મળશે આવું આવા પવિત્ર કાર્યમાં સૌ સાથે જોડાઇએ અને એક મહાયજ્ઞનું નિર્માણ કરી એક સારા નાગરિક તૈયાર કરવાનું કાર્ય કરીએ કહેવત છે એક દિવસનું આયોજન બીજ વાવીને કરી શકાય છે. 10 વર્ષનું આયોજન વૃક્ષો વાવીને કરી શકાય છે, પરંતુ આપણે તો સો વર્ષનું આયોજન કરવા માટે માણસ વાવવાનું કામ કરવાનું છે. અને આપણે સૌ શિક્ષક મિત્રો આવા માણસ વાવવાનું કામ કરી રહ્યા છીએ તો આવો સાથે મળી આવા ભગીરથ કાર્યમાં જોડાઈએ.                   


Rate this content
Log in

Similar gujarati story from Inspirational