MINESH PRAJAPATI

Others

2  

MINESH PRAJAPATI

Others

શું શિક્ષક કંજૂસ હોય છે?

શું શિક્ષક કંજૂસ હોય છે?

2 mins
123


          બજારમાં કોઈ દુકાને જઈએ કે શાકભાજીની લારી પાસે જઈએ ત્યારે તેમને ખબર પડે કે આ શિક્ષક છે તો સામેવાળો વર્ગ એવું સમજે છે કે કંજૂસ આવ્યા ! કઈ નઈ લે, તથા બીજા અનેક જગ્યાએ આવા અનુભવ સમયાંતરે થતા જ હશે. ક્યાંક સમાજનો અને ક્યાંક શિક્ષકનો પણ વાંક હશે ?

       વર્ષોની પરંપરામાં ગુરુ (એટલે આજનો શિક્ષક) ભૌતિક સંસાધનોના અભાવમાં પણ ઉત્કૃષ્ટ શિષ્યો બાળકો તૈયાર કરતા, પોતાના આત્માના પ્રકાશથી વિદ્યાર્થી અથવા શિષ્યના અંતઃકરણને અલોકિત કરતા એક દીપથી બીજો દીપ અલોકિત થાય છે. શિક્ષક એક વ્યક્તિ નહી પરંતુ એક પદ અને એક સંસ્થા છે. બાળકો શિક્ષકોમાંથી શીખે છે તેમનું જ અનુકરણ કરે છે. તેથી શિક્ષકે ચારિત્ર્યવાન અને ગરિમા જળવાય તેવા કાર્યો પણ કરવાના હોય છે.જેથી બાળકો પણ અનુકરણ ના માધ્યમથી શીખે,હવે આવા બાળકો તૈયાર કરવા શિક્ષક નાની નાની વાતનું ધ્યાન આપતો થાય છે. બાળકોમાં એક એક ગુણ નું નિર્માણ થાય તેવા પ્રયત્નો કરે છે અને તેમાંથી સૌથી મહત્વનું પાસું હોય તો તે કરકસર,નિયમિતતા, સાદાઇ, સાદગી અને બચત છે બાળકોમાં આવા ગુણો નિર્માણ કરતાં કરતાં પોતાનામાં પણ આવા ગુણોનું અનાયાસે નિર્માણ થઈ જાય છે. અને છેવટે પોતાના સ્વભાવ અને વર્તનમાં આવી જાય છે.એટલે શિક્ષક સતત નિયમિતતા, કરકસર, સાદગી, અને બચત અપનાવે છે, તેને સમાજ સતત શંકાની નજરથી જુએ છે.

અરે એક એવો શિક્ષક બતાવો પોતાના પગારમાંથી કરોડનો બંગલો હોય મોંઘી ગાડી હોય કે જમીન ખરીદી હોય જ્યારે વેપારીએ કે અન્ય વર્ગ જોશો તો ક્યાંક કરોડપતી કે ક્યાંક વગેરે વગેરે.... જોવા મળશે અને છતાં શિક્ષક કંજૂસ? અરે શિક્ષક સામે નજર કરશો તો સમજાશે કે શિક્ષક જીવન દરમિયાન પોતાના બાળકો ભણાવશે નાનું ઘર હશે એક ગાડી હશે અને શાંતિમય જીવન હશે છતાં આવી નજરથી જોતા અમુક લોકો ક્યાંક ગુરુ કે શિક્ષક નું અપમાન તો નથી કરતા. અરે આવા ગુણો તો બધાએ અપનાવા જોઈએ અને તે આપણે લોક ડાઉનમાં જોયું અને અનુભવ્યું છે. તેથી સદાય સાદગી બચત અને નાની નાની વાતોને ઝીણવટથી જોતા શિક્ષકને કંજૂસની  ઉપમા કરતા કરકસરની ઉપમા વધું યોગ્ય લેખાશે.


Rate this content
Log in