શેઠની બિલાડી અને દવા
શેઠની બિલાડી અને દવા
એકવાર શેઠની બિલાડી બીમાર પડી. દવાખાને લઈ જવામાં આવી. ડોકટરે જોઈ,તપાસી દવા લખી આપી. . . ને શેઠાણી બિલાડીને બાળકના માફક દવા પીવડાવવા બેઠાં. જુદાજુદા પાત્રમાં લઈ દવા પીવડાવવાનો પ્રયાસ કર્યો પણ બિલાડી કોઈ રીતે દવા પીવે નહીં. શેઠાણી કંટાળીને બિલાડી સાથે બળપ્રયોગ કરવા લાગ્યા. તેમાં હાથમાંથી દવાની બોટલ છટકીને નીચે પડી દવા ઢોળાઈ ગઈ. આ વેળાએ બિલાડી છલાંગ મારી, ઢળેલી દવાને ચપ. . . ચપ. . . ચાટવા લાગી. ત્યારે ચતુર શેઠાણી સમજાયું : બિલાડીને દવા સામે વાંધો નહોતો પણ દવા પીવડાવવાની રીત સામે વાંધો હતો !
