STORYMIRROR

Nayanaben Shah

Horror

3  

Nayanaben Shah

Horror

શેતાન

શેતાન

2 mins
149

એ પૂનમની રાત્રે હવેલીમાંથી એક ડૉક્ટર બહાર નીકળ્યો. એને ચંદ્ર સામે જોઈ એનું રૂપ વરૂમાં પરિવર્તીત કરી દીધું. પૂનમની રાત્રે એની શક્તિ અનેક ઘણી વધી જતી હતી. જોકે ડૉક્ટર નું સમાજમાં માન હતું જ. પણ કોઈને પણ ખબર ન હતી કે આ વ્યક્તિ માણસ નહીં પણ શેતાન છે. એની પ્રેમિકાને પણ નહીં. ડૉક્ટર દર્દીના ઓપરેશન દરમ્યાન લોહી ભેગું કરતાં. પૂનમના દિવસે એ લોહીપીને શેતાની તાકાત મેળવી લેતાં.

આખરે જ્યારે એની પ્રેમિકાને ખબર પડે છે કે આ શેતાન છે. ત્યારે એ કહે છે, "તમે મને બચકું ભરી મારૂ લોહી પી જાવ તો હું પણ શેતાનમાં પરિવર્તીત થઈ જઉં. ત્યારે ડૉક્ટરનું કહેવું હતું,"હું ભલે શેતાન છું પણ મારામાં મનુષ્યનું દિલ છે. મેં તને પ્રેમ કર્યો છે. હું તને શેતાન બનાવવાનું વિચારી પણ ના શકું. પ્રેમિકાની આજીજી તરફ એ ધ્યાન આપતો જ નથી. કહે હું તને સુખી જોવા માંગુ છું. "

"પણ,હું તો તારી સાથે જ સુખી થવા માંગુ છું. "

ડૉકટરે પૂનમ સિવાયના દિવસોમાં કેટલીયે વ્યક્તિઓને સાજી કરી હતી. એને તો લોકો ભગવાનની જેમ પૂજતા હતાં. જો કે એને જોનાર વ્યક્તિ તો હમેશ કહેતી કે લાગે છે કે ડૉક્ટરની ઉંમર તો જાણે વધતી જ નથી.

ત્યારબાદ પછીની પૂનમે ડૉકટરની પાછળ જ એની પ્રેમિકા નીકળી. ડોક્ટરે જેવું વરૂનું રૂપ ધારણ કર્યું કે પ્રેમિકા એની પાછળ દોડી ત્યારે શેતાને કબ્રસ્તાન બાજુ દોડ મુકી. શેતાનનું રૂપધારણ કરી એની કબરમાં સમાઈ જવા દોડ્યો કારણ કે એને એમાંથી નવી શક્તિઓ પ્રાપ્ત થતી હતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Horror