Shadows of Love & War. પ્રેમ અને યુદ્ધ નો છાંયો.
Shadows of Love & War. પ્રેમ અને યુદ્ધ નો છાંયો.
Shadows of Love and War
(અંતિમ પત્ર: લ્યોનથી લેનિનગ્રાડ સુધી)
ડિસ્ક્લેમર:
આ વાર્તા વર્લ્ડ વોર 2ના ઇતિહાસથી પ્રેરિત છે, પણ તેમાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. વાર્તાનો ઉદ્દેશ યુદ્ધની પીડા વચ્ચે પ્રેમ અને માનવતાની ભાવનાઓને ઉજાગર કરવાનો છે, ઇતિહાસને વિખૂટો પાડવાનો નહિ.
શીર્ષક: "અંતિમ પત્ર: લ્યોનથી લેનિનગ્રાડ સુધી"
---
પાત્રો:
એલિસ મોરો – એક ફ્રેન્ચ યુવતી, લ્યોનમાં રહેતી. પોતાની પ્રેમિકા માટે રોજ પત્રો લખતી.
ઇવગેનિયા પાવલોવા – રશિયન સાસુ, લેનિનગ્રાડમાં રહેતી. પુત્રના મૃત્યુ પછી પણ પોતાની વહુને પત્રો લખતી રહે છે.
આંટોન પાવલોક – રશિયન સૈનિક, જેનો WW-II (બીજા વિશ્વ યુદ્ધ) દરમિયાન જર્મન ફ્રન્ટ પર મૃત્યુ થાય છે. (ફ્લેશબેકમાં)
વાર્તા:
1943. લેનિનગ્રાડ ઘેરાયેલું હતું. ભુખમરી, ઠંડી અને બોમ્બીંગ વચ્ચે પણ લોકો જીવન જીવવાના મારણીયા પ્રયાસ કરતા. એ દરમિયાન ઈવગેનિયા પાવલોવા દર રવિવારે એક પત્ર લખતી – પોતાની પુત્રવધૂ એલિસ માટે – જેને તેણે ક્યારેય સામે રૂબરૂ જોઈ ન હતી.
બીજી બાજુ, લ્યોનમાં એલિસ મોરો દર શનિવારે પેન હાથમાં લેતી, અને લખતી:
"પ્રિય આંટોન, આજે મને તારી યાદ એની છાંયાવાદી પેન્ટિંગમાં આવી ગઈ જે લ્યોનના મ્યૂઝિયમમાં જોઈ હતી... તું તો કહતો કે યુદ્ધ પછી આપણે ત્યાં જઈશું..."
એલિસને ખબર નહોતી કે આંટોન હવે આ દુનિયા મા જીવિત નથી. પણ ઈવગેનિયા જાણતી હતી. અને છતાંય તે હૃદય પર પથ્થર મૂકી દીકરા ના સમાચાર, એલિસને લખી, દીલ તૂટે નહિ, માટે તેને દિકરી ગણી નિયમિત લખતી રહેતી હતી
.
"પ્રિય એલિસ, તું તારા પત્રોમાં તને જ જીવંત રાખે છે. આંટોન જો જો મારી પાસે હોત, તો આજે આ પત્ર માતારા નામે પણ એકાદ નજમ કે બેલેટ ટ્યુન લખતો..."
ફ્લેશબેક:
હકીકતમાં વાત એમ હતી કે,આંટોન અને એલિસ પેરિસમાં એક સંગીત કોન્સર્ટ વખતે મળ્યા હતા. ત્યાં તેઓમાં પ્રેમ ઉદભવ્યો હતો તેઓ યુદ્ધની કપરી સ્થિતિથી જ્યારે જર્મન સેના જંપી હતી ત્યારે. એક દિવસે બાર ના ફ્લોર પર અર્ધરાતે ગિટાર સાથે એકબીજા પર અઘરોળ થઈ પ્રેમની તર્જ છેડતા તેણે કહેલું –
"ઈવન ઇફ આઈ ડાય, યુ વિલ લવ મી ઇન યોર રીટન વર્ડ્સ. આઇ વિલ બે શેડો ઓફ યોર વર્ડસ"
---
પરિણામ:
1945માં બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું. એલિસ એક શનિવારે પત્ર લખવા નું છોડી, તે ઉત્સુકતા થી દોડી લેનિનગ્રાડ રૂબરૂ પહોંચી. ધૂળ બનેલી દિવાલો, ઠેર ઠેર બૉમ્બથી વેરવિખેર થયેલુ જન જીવન, અને બેસુમાર ખુવારી વચ્ચે , અડગ ઝંખના ભરેલી બે આંખો સાથે એક વૃદ્ધ સ્ત્રી – ઈવગેનિયા, તેના એકના એક પુત્રના ફોટા ને મીણબત્તી થી શ્રદ્ધાંજલિ આપતી ઉભેલી જોઈ.
એમણે એકબીજાને જોયા. ચોખવટ કે ખુલાસા ની કોઈ વાત ન કરવી પડી. બંનેના આમનો સામનો થતાં, બંને ના દિલે પત્રોએ બધું કહી દીધું હતું.
આજના શનિવારે એલીસે તેનો પત્ર વાંચતા મન ની લાગણી નો આવેગ ચરમ સીમા એ હતો.
"પ્રિય સાસુમા, તમે મારા પ્રેમ માટે જે પત્રો લખ્યા, તેણે આધારે મેં મારા પ્રેમને જીવી કાઢ્યો. યુદ્ધ પુરું થયું, અને તરની આકરી કિંમત આપણે ચૂકવી છે, પરંતુ મોટી વાત એ કે, માં તમારું માતૃત્વ – એ મારા અંતરની શાંતિ, હતી છે અને રહેશે." રહી એટોન ની વાત તે તો મારા માટે હવે શાશ્વત છે.
અંત:
એલિસ હવે પેનથી નહિ, વિવિધ રંગ ની પીંછીથી ઊર્મિ પેઈન્ટિંગથી લખે છે. ઈવગેનિયા દર સવારે બગીચાની બેંચ પર તે પેઈન્ટિંગ જુએ છે... જ્યાં એક યુવક અને યુવતી ગિટાર વગાડી રહ્યાં છે
– બીજા વિશ્વયુદ્ધ પછીના આશા અને ઉમંગ ના શોર વચ્ચે પ્રેમનું સંગીત.
---
પત્રોથી જીવી હતી એલિસ, યુદ્ધને જાણ્યું ઝાપટું પાણીનું,
પોતે રહી, પણ એટોન ગયો, છોડી છાંયા પ્રેમ જ્યોતની જીવતી

