રાખમાં શાખ
રાખમાં શાખ
રાખમાં શાખ
પ્રોબ ~ સ્કૂલમાં પાછું ફરેલું રહસ્ય
દહેરાદૂનની હરિયાળી ખીણોમાં આવેલી દુન હાઈસ્કૂલ માત્ર એક શાળા નહોતી. તે સમય, સ્મૃતિઓ અને દફનાયેલા સત્યનું ઘર હતી. તેના સો વર્ષ જૂના ઘંટાઘર વિશે વિદ્યાર્થીઓમાં અનેક દંતકથાઓ પ્રચલિત હતી. કહેવાતું હતું કે ઘંટાઘરની નીચે કંઈક એવું દટાયેલું છે જે સમય પણ ભૂંસી શક્યો નથી.
વર્ષ 2026.
દુન હાઈસ્કૂલના સ્થાપના દિવસની તૈયારીઓ ચાલી રહી હતી.
ધોરણ 10માં ભણતી શારદા લાઇબ્રેરીમાં જૂના પુસ્તકો ગોઠવવામાં મદદ કરતી હતી. એક જાડા ઇતિહાસના પુસ્તકમાંથી અચાનક એક પીળો પડી ગયેલો ફોટોગ્રાફ નીચે સરકી પડ્યો.
ફોટોગ્રાફમાં એક યુવાન અને એક યુવતી દુન હાઈસ્કૂલના ઘંટાઘર સામે ઊભા હતા.
યુવાનનું નામ:
મનુ શાહ
યુવતીનું નામ:
જેસિકા મિરાન્ડા
ફોટાના પાછળના ભાગમાં લખેલું હતું:
"રહસ્ય ક્યારેય સ્કૂલ છોડીને ગયું નથી."
નીચે તારીખ હતી:
12 સપ્ટેમ્બર, 2008
શારદાના શ્વાસ થંભી ગયા.
મનુ શાહ...
એ તો તેના પિતા મનુ મહારાજનું દીક્ષા પહેલાંનું નામ હતું.
---
સાંજે જ્યારે તેણે ફોટોગ્રાફ મનુ મહારાજને બતાવ્યો, ત્યારે વર્ષો સુધી સ્થિર દેખાતા ચહેરા પર પહેલી વાર એક અજાણ્યો કંપારो દોડ્યો.
તેમણે ફોટો હાથમાં લીધો.
લાંબા સમય સુધી જોયો.
અને પછી આંખો બંધ કરી દીધી.
જાણે કોઈ જૂનો ઘા ફરીથી જાગી ઊઠ્યો હોય.
---
શારદાએ તપાસ શરૂ કરી.
સ્કૂલના 2008ના રેકોર્ડ અજીબ રીતે અધૂરા હતા.
કેટલાક દસ્તાવેજો ગાયબ હતા.
કેટલાક પાનાં ફાડવામાં આવ્યા હતા.
અને એક નોંધ વારંવાર સામે આવતી હતી:
"સ્થાપના દિવસ દરમિયાન થયેલી દુર્ઘટના."
પણ દુર્ઘટના શું હતી, તેનો કોઈ ઉલ્લેખ નહોતો.
---
નિવૃત્ત ચોકીદાર બહાદુરસિંહે આખરે મૌન તોડ્યું.
"દીકરી, એ વર્ષે ઘંટાઘરની મરામત ચાલી રહી હતી. પથ્થરની દીવાલ પાછળ એક ગુપ્ત કક્ષ મળી આવી હતી."
"અંદર શું હતું?"
"જૂની ફાઇલો. ડાયરીઓ. અને એક સત્ય."
"જેસિકાએ તે વાંચ્યું હતું?"
વૃદ્ધે માથું હલાવ્યું.
"હા... અને બીજા જ દિવસે તે ગાયબ થઈ ગઈ."
---
ધીમે ધીમે એક આખી કથા બહાર આવવા લાગી.
જેસિકા મિરાન્ડા, મેરી મિરાન્ડાની દીકરી.
મનુ શાહ, શહેરના બુલિયન વેપારીનો એકમાત્ર પુત્ર.
બંને પ્રેમમાં હતા.
ભવિષ્યના સપના હતા.
પણ દુન હાઈસ્કૂલના ઘંટાઘર નીચે મળેલા દસ્તાવેજોએ બધું બદલી નાખ્યું.
જેસિકાએ એક એવું રહસ્ય શોધી કાઢ્યું હતું જે કેટલાક પ્રભાવશાળી લોકો ક્યારેય બહાર આવવા દેવા માંગતા નહોતા.
ધમકીઓ શરૂ થઈ.
દબાણ શરૂ થયું.
અને એક રાત્રે જેસિકા અદૃશ્ય થઈ ગઈ.
---
લોક બોલ્યું
:
"તે ભાગી ગઈ."
પરંતુ સત્ય અલગ હતું.
તેને બચાવવામાં આવી હતી.
છુપાવવામાં આવી હતી.
જીવતી રાખવામાં આવી હતી.
---
જેસિકાના વિયોગ પછી મનુ તૂટી ગયો.
વર્ષો સુધી શોધતો રહ્યો.
પણ એક દિવસ મેરી મિરાન્ડાનો પત્ર મળ્યો.
તેમાં માત્ર એક જ વિનંતી હતી:
"જો પ્રેમ સાચો હોય, તો મને શોધવાનો પ્રયત્ન ન કર.
સત્ય જીવતું રહે એ વધુ જરૂરી છે."
એ દિવસ પછી મનુ શાહ ધીમે ધીમે દુનિયાથી દૂર થવા લાગ્યો.
અને એક દિવસ તેણે સંસારનો ત્યાગ કરી દીધો.
તે મનુ ઝવેરી થી મનુ મહારાજ બની ગયો.
---
દુન હાઈસ્કૂલનો સ્થાપના દિવસ આવી પહોંચ્યો.
સભાખંડ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પૂર્વ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો.
મંચ પર શારદા ઊભી હતી.
તેની સામે 2008ના તમામ પુરાવા પડ્યા હતા.
ફોટોગ્રાફ.
ડાયરી.
અને સત્ય.
---
ત્યારે પાછળનો દરવાજો ખૂલ્યો.
બધાની નજર ફરી.
એક મહિલા ધીમે ધીમે અંદર આવી.
સમયે તેના વાળમાં ચાંદી ઉતારી દીધી હતી.
પણ આંખોમાં હજુ એ જ અજવાળું હતું.
મનુ મહારાજના હોઠ પરથી એક નામ સરકી ગયું.
"જેસિકા..."
અઢાર વર્ષ પછી.
---
જેસિકા મંચ પર પહોંચી.
થોડું મૌન રહ્યું.
પછી તેણે માઇક હાથમાં લીધુ .
અને કહ્યું:
"હું પાછી આવી છું.
મારા માટે નહીં.
કે
મારા પ્રેમ માટે પણ નહીં.
હું પાછી આવી છું, કારણ કે સત્યને સાક્ષીની જરૂર હોય છે."
---
તે દિવસે દુન હાઈસ્કૂલમાં દટાયેલું રહસ્ય આખરે પ્રકાશમાં આવ્યું.
વર્ષો જૂઠું બોલ્યા પછી ઇતિહાસે સત્ય સ્વીકાર્યું.
કોઈ જીત્યું નહીં.
કોઈ હાર્યું નહીં.
પરંતુ સત્ય બચી ગયું.
---
સાંજ પડી રહી હતી.
ઘંટાઘર પાસે શારદા એકલી ઊભી હતી.
થોડે દૂર મનુ મહારાજ અને જેસિકા મૌનમાં ઊભા હતા.
અઢાર વર્ષનો ભાર તેમના ચહેરા પરથી ઉતરી ગયો હતો.
એ જ સમયે ઘંટ વાગ્યો.
ઘંટનો અવાજ આખા કેમ્પસમાં ગુંજી ઊઠ્યો.
મનુ મહારાજે આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું:
"કેટલાક લોકો વિરહ વહેલા માં પાછા ફરે છે. કેટલાક પ્રેમમાં દોડી ને પાછા ફરે છે.પણ સૌથી મોડું પાછું ફરતું હોય છે...
સત્ય."
શારદાએ પોતાની ડાયરીમાં છેલ્લી લીટી લખી:
"આગે બધું બાળી નાખ્યું હતું.
પણ રાખની નીચે સત્યનો એક અંકુર જીવતો રહ્યો.
અને આજે...
એ
રાખમાં શાખ ફૂટી."
