STORYMIRROR

Kalpesh Patel

Romance Tragedy

4.5  

Kalpesh Patel

Romance Tragedy

બેઈમાન.

બેઈમાન.

3 mins
16

બેઈમાન ~

મોન્સૂનની પહેલી રાત હતી.

આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા અને થોડા જ સમયમાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો. રસ્તાઓ પર લોકો છત્રીઓ લઈને દોડતા હતા, જ્યારે ભીની માટીની સુગંધ હવામાં પ્રસરી ગઈ હતી.

સુમન પોતાની ભજીયાની લારી બંધ કરીને ઘેર જવાની તૈયારી કરી રહ્યો હતો. વરસાદની પહેલી રાત મોટાભાગના લોકો માટે ખુશી લઈને આવતી, પરંતુ સુમન માટે આ રાત હંમેશા એક ખાલીપો લઈને આવતી હતી.

વર્ષો પહેલાં તેની પત્ની સીમા તેની સાથે આ જ લારી પર ઉભી રહેતી. પહેલી વરસાદી રાતે બંને મળીને ગરમાગરમ ભજીયા અને ચા વેચતા. ગ્રાહકોની ભીડ વચ્ચે પણ બંનેની આંખોમાં એકબીજા માટેનો પ્રેમ ચમકતો રહેતો.

પરંતુ સીમાના એકાએક અવસાન પછી વરસાદની પહેલી રાત માત્ર યાદોનો ભાર બની ગઈ હતી.

સુમને લારી રસ્તાની બાજુએ એક છત નીચે રોકી. વરસાદના ટપકતા ટીપાંની ધૂન સાંભળતાં તે શૂન્યમાં તાકી રહ્યો.

એને લાગ્યું જાણે વરસાદ ધીમેથી કહી રહ્યો હોય—

"સુમન, તું એકલો નથી. હું દર વર્ષે તારી યાદોને જીવંત રાખવા દરેક વરસે મોડો વહેલો, પરંતુ આવું છું ખરો ."

એટલામાં એક અવાજ સંભળાયો.

"સુમનભાઈ, એક પ્લેટ ગરમા ગરમ ભજીયા મળશે?"

સામે એક મધ્યવયનો માણસ છત્રી લઈને ઉભો હતો.

"હા, કેમ નહીં?"આવ મનુ ઘણા મહિને ડોકાયો,સુમન હસતાં બોલ્યો.

મનુ એ ગરમ ભજીયાની પ્લેટ લીધી અને પાંચસો રૂપિયાની નોટ આપતાં કહ્યું,રાખો.. સુમનભાઈ,
"છૂટા ન હોય તો, કાલે લઈ જઈશ."

સુમને નોટ ખિસ્સામાં મૂકી દીધી. વરસાદ વધતો જતો હતો. ઘરાકી ફૂલ હતી.થોડા સમય પછી, છુટ્ટા આવી ગયા. અને જોયું તો મનુભાઈ તો ચાલી ગયા હતા . 

સુમન પણ, લારી સમેટી ઘેર પાછો ફર્યો.

રાત્રે રોજની જેમ તે દિવસની કમાણી ગણવા બેઠો.

અચાનક તેની નજર એની નજર મનુએ આપેલી પાંચસો રૂપિયાની નોટ પર પડી.

નોટના ખૂણે લાલ શાહીથી લખેલું હતું—

"પહેલા વરસાદના દિવસે હસવાનું ભૂલતી નહીં. — તારો સુમન "

સુમનના શરીરમાં જાણે વીજળી, એક લખલખું બની ફરી ગઈ.

આ લખાવટ...અક્ષર તો 
તેના જ હતાં !

વર્ષો પહેલાં લગ્ન પછી પહેલા મોન્સૂનમાં તેણે તેની પત્ની સીમાને આવી જ એક નોટ પર આ વાક્ય લખીને આપી હતી.

"ક્યારેય ઉદાસ થાય તો આ વાંચી લઈશ ," તેવું  તેની પત્ની, તે વેળા એ હસીને બોલી હતી.

સુમને, તેની પત્નીના અવસાન પછી, આ નોટ તેના ઘરમાં શોધી હતી.પણ નહતી મળી.એ નોટ તો વર્ષો પહેલાં ક્યાંક ખોવાઈ ગઈ લાગતી હતી.

આંખોમાં આંસુ આવી ગયા.

બીજે દિવસે સવારે તે એ મનુને શોધવા નીકળ્યો.

બજારમાં જઈ પૂછ્યું.

ચાની દુકાન પર પૂછ્યું.

જૂના ઓળખીતાઓને પૂછ્યું.

આખરે એક વૃદ્ધ બોલ્યા,

"કોની વાત કરો છો?"

"મનુભાઈ સોની ... ગઈકાલે વરસાદમાં મારી લારીએ આવ્યા હતા."

વૃદ્ધનું મોઢું આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું.

"અરે ભાઈ, એ મનોહર સોની તો હોળી પછી તરત જ મૃત્યુ પામ્યા છે !"

સુમનના પગ નીચેથી જમીન સરકી ગઈ.

તે નિઃશબ્દ ઊભો રહી ગયો.

હાથમાં એ નોટ હતી .

આકાશમાં ફરી વરસાદ શરૂ થયો હતો.

ટીપાં ધીમે ધીમે તેના ચહેરા પર પડતાં હતા,
અને હૈયે હોળી
સુમને આકાશ તરફ જોયું.

આંખોમાંથી વહેતાં આંસુ અને વરસાદનું પાણી એક થઈ દિલ ની ખારાશ નીકળતી હતી.

અને સીમા ના માર્યા પછી પહેલી વાર તે ખડખડાટ હસી પડ્યો.

પછી રાડ પાડી ગરજી ઉઠ્યો,

"બેઈમાન... તું ગઈ તો ભલે ગઈ . પણ આવી નિષ્થુર બની પાછી યાદ કેમ અપાવી"

હું જ તને મારી સમજી રહ્યો હતો, હવે રહી રહી ને,આ વરસાદના ટીપાંમાં,તારી યાદો ને હવે કલંકિત  શું કામ રહી...છે "

રોડ ઉપર વરસાદ તો વરસતો રહ્યો...

અને, હવે એ રાત પછી ક્યારેય સુમનને  એકલતા નહોતી લાગતી .



Rate this content
Log in

Similar gujarati story from Romance