STORYMIRROR

Kalpesh Patel

Inspirational Children

4  

Kalpesh Patel

Inspirational Children

સવા શેર

સવા શેર

2 mins
0

આજનો વિષય ~


"વરસાદ માં અટવાયેલા બે અજાણ્યા."

શીર્ષક ~સવા શેર

મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા. આકાશમાં વીજળી ચમકતી હતી અને ધરતી પર પાણીની નાની નાની નદીઓ દોડતી હતી.

એક મંકોડાએ એક નાની કીડીને જડબામાં પકડી લીધી હતી. વરસાદ વધે તે પહેલાં પોતાના દરમાં પહોંચી જવાની ઉતાવળમાં તે પીપળાના ઝાડ નીચે દોડી રહ્યો હતો.

પીપળાની ડાળી પર બેઠેલા વૃદ્ધ કાગડાએ દૃશ્ય જોયું.

"અરે મંકોડા!" કાગડો બોલ્યો, "નબળા ઉપર શૂરવીરતા બતાવતો નહીં. કુદરતના દરબારમાં દરેક માટે કોઈ ને કોઈ સવા શેર બેઠો હોય છે."

મંકોડો હસ્યો.

"કાગડા કાકા, આ દુનિયા બળવાનની છે. જે શક્તિશાળી તે જ રાજા!"

એટલામાં વરસાદ વધુ તીવ્ર બન્યો. પાણીનો પ્રવાહ અચાનક વધ્યો. મંકોડો દર સુધી પહોંચે એ પહેલાં જ એક મોજું આવ્યું અને તેને કીડી સહિત પાણીમાં ખેંચી ગયું.

કીડી તો પાનના ટુકડા પર ચડીને બચી ગઈ, પરંતુ મંકોડો પાણીમાં તણાવા લાગ્યો.

ત્યારે નજીકમાં બેઠેલો એક દેડકો તેને જોઈ ગયો. દેડકાએ પોતાની લાંબી જીભથી મંકોડાને ઝપટ્યો અને ગળી ગયો.

ડાળી પર બેઠેલા કાગડાએ નિઃશ્વાસ નાંખ્યો.

"હવે સમજાયું હશે," તે ધીમેથી બોલ્યો, "જે પોતાને શેર સમજે છે, તેના માથે પણ સવા શેર હોય જ છે."

વરસાદ હજુ વરસતો હતો, પરંતુ કીડી હવે મુક્ત હતી. તે ધીમે ધીમે પોતાના ઘર તરફ આગળ વધી.

બોધ:
નબળા પર અત્યાચાર કરનાર ઘણી વાર ભૂલી જાય છે કે તેના કરતાં પણ વધુ શક્તિશાળી કોઈક તેની રાહ જોતું હોય છે. કુદરતના નિયમમાં અહંકારનું આયુષ્ય બહુ લાંબું હોતું નથી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational