STORYMIRROR

Kalpesh Patel

Drama Classics Others

4.5  

Kalpesh Patel

Drama Classics Others

શાંતિ વન

શાંતિ વન

5 mins
21

શાંતિ વન લેખક: કલ્પેશ પટેલ

 અયોધ્યાનો મહેલ પૂર્ણચંદ્રની રોશનીમાં ઝગમગે છે, પણ રામને ઊંઘ નહતી આવતી .તેમના હાથ બારીના બંધ કાચ પર સ્થિર છે,પથ્થર બનેલા હૃદયમા અંદર એક શાંત તોફાન છે,તેમાં અવાજ વિના મોઝઓ હલનચલન કરે છે.

એક ધોબીના થૂંકેલા શબ્દો, અને ધૂળની ડમરી જેમ ઉડાવેલ વાક્ય, આજે પણ તેમના હૃદયમાં શુળ ની. માફક ભોંકાય છે રાજા શુદ્ધ આચરણ વાળો હોવો જોઈએ.

જે સ્ત્રી બીજાના ઘરમાં રહી હોય, તેને કેવી રીતે રાજમહેલમાં,એક રાજા રાખી શકે?

 તેનાં શબ્દોએ સીતાના ભાગ્યનો નિર્ણય કર્યો.

રામે હૃદયનાં અવાજને કોરણે મૂકી.ફરજ પસંદ કરી, પ્રેમ કરતાં નિયમ ભલો સમજી અપનાવ્યો. રાજ્ય ભલે તેમની ન્યાયપ્રિયતાની પ્રશંસા કરે છે; તેમનો આત્મા નહીં.વહેલી સવારના સમયે તે શાંતિથી મહેલ છોડે છે, કોઈ રક્ષક નહીં, કોઈ તાજ નહીં ફક્ત કપડાંનો નાનો થેલો અને સાથે છે, ફક્ત પોતાના શ્વાસનો પ્રતિધ્વનિ.

તે વન તરફ ચાલે છે. આવાજ કોઈ વનમાં તેમને, લક્ષમણે અને સીતાએ એક વખત હાસ્ય અને મૌનથી ભરેલું ઝૂંપડું બનાવ્યું હતું. સરયુંનાં નીર દૂરથી ધીમે ધીમે રામને લાડ કરી બોલાવે છે, ધરતીમા હજુ ઉકાળાટ છે.

 રામને ખબર નથી કે તેમનુ અંતર માફી શોધે છે કે શાંતિ.કદાચ આ ઘડીએ રામને બંનેની ઝંખના છે .જ્યારે તે વનના કિનારે પહોંચે છે, પવન ધીમો થાય છે. જાણે પવન દેવ રામ ને નમન કરે.તેઓ વટવૃક્ષ નીચે બેસે છે, આંખો મીંચે છે. પહેલાં મૃદુ પગલે સ્મૃતિનો અવાજ આવે છે.

યુદ્ધના રડકા, ન્યાયના ઘોષ, અયોધ્યામા શાનદાર આગમન, અને સીતાનાં મૌનમા કંપન જ્યારે તે મહેલ છોડી જતી હતી ત્યારે. એકાએક અપરાધ ભાવ જમીનમાં ઉષ્મા વધારે છે, રામ ભીના શ્વાસનું દહન કરે છે.

સ્મૃતિની ભરમારને છૂટ આપી મુક્ત જવા આવવાદે છે રામ; તંદ્રામા વધુ સમય સુધી એમજ બેસે છે. ધીમે ધીમે, અવાજ થાકી તેઓના અસ્તિત્વમાં ઓગળી જાય છે.

વન શ્વાસ લે છે; નદી કૌશલ્યાજીની લોરી ગાય છે. આ નીરવ શાંતિમાં, એક હાજરી હજુ અટલ છે, હાડ -માંસની નહીં, પણ સુગંધ અને પ્રકાશની.
 સીતા,કવિની કોઈ કલ્પના કે સપનાની નહીં પરંતુ એક શસક્ત સ્મરણ. એના નમેલા નેત્રોમાં નથી કોઈ રોષ, કે નથી કોઈ આહ.

સીતાની આંખમાં ફક્ત શશ્વત શાંતિ ડોકાય છે, જે વર્તમાનનું સત્ય જોઈને તેને સ્વીકારી ચૂકી છે.સીતાની રડી રડી સુજેલી આંખ સામે જોઈ રામના હોઠ કંપે છે.સીતા...

મેં ધર્મને અનુસર્યો. મને લાગ્યું કે એ વધારે સાચું હતું .એના મૌનમાં સીતાનાં અવાજનો પડઘો ઊગે છે

— હે નાથ કરુણાવિહોણો ધર્મ એકંદરે પાંજરુ બની જતું છે, રામ. તમે ભલે નૈતિકતા જાળવી, પણ નમ્રતા તો ગુમાવી જ છે . "સમસ્યાથી પલાયન થવું એ સાચો ધર્મ નથી. ધર્મ એ આચરણ નું સ્મરણ છે,જ્યાં હૃદય પોતાને માફ કરવાનું શીખે છે"

 સીતા માથું ઝુકાવે છે. પવન સાથે વરસાદનું ઝાપટુ અને તે પછી પાવનની લહેર ધરતીની ભીની સુગંધ લાવે છે.

 રામ શ્વાસ લે છે, કેટલીય રાત્રીઓ પછી, આજે ચાલતા શ્વાસે ધોબીને પોતાની ઘૃણાથી મુક્ત કરે છે. સમય વહે છે. દિવસ સાંજ રાત નાં અવિરત ચક્કર સાથે,નદીની બીજી બાજુ, એક માણસ એકલો ચાલે છે.

એ ધોબી, જે એક વખત ખૂબ સહેલાઈથી બોલી ગયો હતો.તેણે પણ રાણીના નિષ્કાસનથી રસ્તાઓ પર વહેલા આંસુ જોયાં.રાજા રામના મૌનથી આયોઘ્યાંની આભા ઓછી થઈ ગઈ હોય તેવું લાગ્યું .

 આજ રાત્રે, હવે તેના થૂંકેલા શબ્દોનું ભારણ તેને જ દબાવે છે.તે સીતાએ વટાવેલા વનપથ પર જ આવે છે. પગ આભાસી કાદવથી ભીંજાય છે, અને હૃદય પથ્થર કરતાં ભારે બનતું જતું લાગે છે. જ્યારે તે રામને પણ નદીકાંઠે જુએ છે, તે ઘૂંટણીએ પડે છે.

 મહારાજ, તે ધીમેથી કહે છે, ; હું અહંકારથી અંધ હતો. હું મૂર્ખ વગર વિચાર્યે બોલ્યો હતો.મને પરિતાપથી બચાવી શુદ્ધ કરો સ્વામી .માફ કરો. મારા શબ્દોએ અતુલ્ય પ્રેમને ઝેરી બનાવ્યો. રામ આંખો ખોલે છે. તે પગમાં નમેલા માણસને જુએ છે. એક રાજા તરીકે નહીં, અજ્ઞાનનો શિકાર તરીકે પણ નહીં, પણ પોતાની માનવતાનું પ્રતિબિંબ સમજીને.

 રામે પગમાં પડેલા ધોબીને ઊભો કરે છે દોષ ફક્ત તારો નહતો ,; તે ધીમે કહે છે. દરેકે પોતાનાં અંધાપાથી જાગવું પડે છે. તારો અંધાપો અહંકારનો હતો; મારો અંધાપો લોકમતની નિંદા નો ડર; બંને એ અંધાપા છે, જે આત્માનો પ્રકાશ છુપાવે છે. ધોબીના આંખોમાં આંસુ ઊભરાય છે. તો પછી મારી માતા સીતાને પાછી લાવો, મહારાજ.કૃપા કરી એ રતનને વનમાંથી પાછુ લાવો , જે મારા અજ્ઞાનનાં અંધકારે ખોઇ નાખ્યું હતું.
 નદી ધોબીનો વિલાપ સાંભળે છે. તારાઓ નભમાં પણ આ સાંભળી તેમના માર્ગ પર કંપે છે; રામ ઊભા થાય થાય છે,લાંબા સમય સુધી શાંત રહે છે, પવન રોકાઈ.જાણે તેમના જવાબ રાહ જુએ છે.

રામ પથથી પાછા વળે છે, જે પથ પર સીતા એક સમયે તૈઓથી વિમુખ થઈ હતી. રામની રાજમહેલ તરફ વળતી વેળાએ , ચાલમા હવે દેખીતો  બદલાવ છે; રાજપદનું ભારણ જૂની છાલ જેમ છૂટી ગયું છે.

રામ હવે; એક શાસક તરીકે નહીં, નમ્રતા ગ્રહણ કરી શાંતિ પામેલા માણસ તરીકે મહેલમાં પાછા ફરે છે. બીજે દિવસે જ્યારે તેઓ વાલ્મિકીજીનાં આશ્રમ સુધી પહોંચે છે,ત્યારે સીતા હવન કુંડની શિખાનાં અગ્નિપ્રકાશ સામે ઊભી છે. એના કંઠે ગુલાબની માળા,વાળમાં મોગરાની વેણી , નેત્રોમાં શાંતિની ઝાંખીહતી.;

રામને જોઈ કોઈ આશ્ચર્ય તેને હતું જ નહીં. તે જાણતી હતી કે, જ્યારે રામનું હૃદય એની મૌન પ્રાર્થના સાંભળવા માટે પૂરતું શાંત થશે તે દિવસે,તેને પરત લેવા ખુદ રામ આવશે જ ,.

 રામ યજ્ઞ કુંડને ઊંડું નમન  કરે છે. સીતાને કહે છે હું ધર્મ શોધવા આવ્યો હતો; મને સ્વીકારીશ સીતા.નમ્ર સ્વરે પૂછે છે. મેં તને દુનિયાના દુષિત અવાજથી બચવા છોડી હતી હવે પાછો ફર્યો છું, કારણ કે હવે. મારે, મારી રક્તવાહિની. મા વહેતી તારી વાણી સાંભળી છે, સીતે...

 સીતા નજીક આવે છે; કોઈ રોષ નહીં, કોઈ આંસુ નહીં — ફક્ત મૌન.; પ્રેમ સાથે વિવાદ કરતું મન ક્યારેય જીતતું નથી, રામ; આવો, બેસો; આ યજ્ઞમાં.રાજા અને રાણી તરીકે નહીં, પતિ અને પત્ની તરીકે પણ નહીં, પણ બે આત્માઓ તરીકે, જે હંમેશા એક બીજાને યાદ કરે છે.

 તેઓ હવન કુંડ પાસે બેસે છે વનવસી આસપાસ ભેગા થાય છે. પાંદડાં ખખડે છે, પાણીનાં ઝરણાં પણ ગુનગુનાવે છે, આકાશ શ્વાસ લે છે. કોઈ મંદિરના ઘંટ હતા નહીં, કોઈ જાહેર છડી કે ફરમાન નહીં.ફક્ત બે હૃદયો જે આત્માનાં અવાજની નીચે શું છે, એ સાંભળે છે.

 એ અવિરત મૌનમાં, માફીનું ફૂલ ધુમ્મસમાં પ્રકાશ બની ખીલે છે; ધોબી દૂરથી જુએ છે, પછી નમન કરે છે અને ચાલ્યો જાય છે.એના પણ આંસુ ધરતીને સિંચતા પડે છે. સરયું નદી વહેતી રહે છે, અમાપ નામ,પદ. મોભો, શંકા. અહંકાર, એ બઘી વિશુદ્ધિ ને. પોતાના વહેણમા લઈ જાય છે.;
અયોધ્યામાં હવે શશ્વત જાગૃતિ છે; ફક્ત પ્રેમ છે,જે શાંતિનું બીજું નામ છે. રામ અને સીતા આંખો મીંચે છે.જેમ નદી ચંદ્રને ઉગતી સવારે ક્ષિતિજે ઝીલતી હોય તેમ વનરાજી શાંત થાય છે, અને પ્રકૃતિના મૌનમાં, આત્મા બોલે છે. ચારેકોર વ્યપેલા ઊંડા મૌનમાં, વન પોતાનું નિશબ્દ શાશ્વત ગીત ગાય છે.

 નદીના કાંઠે ધોબી પણ હવે એકલો નથી. તે પોતાની પત્ની સાથે બેઠો છે, બંને પણ વન ગીત સાંભળે છે....

 અજ્ઞાન જે ક્યારેક તેમને અલગ પાડતું હતું, હવે જ્ઞાન તેઓને શાંતિમાં ફરી જોડે છે. ---  


Rate this content
Log in

Similar gujarati story from Drama