Tirth Shah

Tragedy Inspirational Children

4.5  

Tirth Shah

Tragedy Inspirational Children

સાવધાન

સાવધાન

3 mins
193


મારી નજર સામે એક વિચિત્ર ઘટના બની ગઈ. મને અંદર સુધી હચમચાવી નાખ્યો. એના પડઘા હજુ સુધી પડે છે અને અંતરઆત્મા કાંપી ઊઠે છે.

આ કેસ આત્મહત્યા ના કહી શકાય પણ અકસ્માત નોંધી કેસ પૂર્ણ કરું છું. કારણ માત્ર " બાળકીને આત્મહત્યા જેવી ખબર ન હોય અને જાણ બહાર બનેલી ઘટના છે કોઈનો એવો ઈરાદો દેખાતો નથી " માત્ર જવાબદાર બાળકીના માતા પિતા છે.

' ઇન. રાજેશ્વરી મેડમે તેમની વાત પૂરી કરી ' 

એમ્બ્યુલન્સના માધ્યમ હેઠળ બાળકીની લાશ આવી, તેના માતા-પિતા હૈયા ફાટ રુદન કરે અને આખીય સોસાયટીના લોકો એ ફૂલ જેવી બાળકીને જોઈ રડે. એવી પરી જેવી લાગતી બાળકી આમ જતી રહેશે એવી કોઈને સપનેય ખબર નહતી.

હું બહાર હતો ને મને એ બાળકી પ્રત્યે વધારે લાગણી હતી. કારણ મારી બાજુમાં રહેતી હતી અને હું તેને મારી ભાણીની જેમ સાચવતો હતો. એના મમ્મી પૂજા બહેન મારી બહેન જેવા હતા અને આ સોસાયટીમાં એમની જોડે વધારે ફાવતું હતું. હું અહીં ભાડે રહેતો હતો, મૂળ હું બહારનો હતો અને કામ અર્થે અહીં રહેતો હતો.

જયારે મને સમાચાર મળ્યા મારી આંખોમાંથી પાણી નીકળી ગયું. મને વિશ્વાસ બેસતો નહતો, હું માનવા માટે રેડી જ નહતો. મને જાણે મારા ઘરનું કોઈ સ્વજન ગુમાવ્યું હોય તેમ લાગી આવ્યું.

એને ગુજરી ગયે ચાર દિવસ વીતી ગયા હતા અને છેક ત્યારે હું એમને મળવા જઈ શક્યો.

મેં વાત ચાલુ કરી " મને જરા સરખો વિશ્વાસ નથી આવતો મેહુલ ભાઈ. મને ખરેખર દુઃખ થયું અને મારી જોડે હિંમત પણ નથી હું તમારી સામે એની વાત કરું છું. મને જયારે ખબર પડી ત્યારેજ આવવા માંગતો હતો પણ સમયના અભાવે......સોરી "

  ત્યારે હું, મેહુલ ભાઈ અને પૂજા બહેન જ હતા. મેહુલભાઈએ વાત કરી " જવા દો ને, બહુ જ ખરાબ થયું. હું તો આ ઘર વેચીને જતો રહીશ હવે. મારે નથી રહેવું હવે આ ઘરમાં, પૂજા પણ ના પાડે છે અને આખોય દિવસ 'પરી' ની યાદ આવશે અને પરી ક્યારેય પાછી નથી આવવાની. મારે રહેવું જ નથી "

એટલામાં પૂજા બહેન આવ્યા અને ઘરની બાલ્કની બહાર જોઈ રડવા લાગ્યા. જોરથી રાડો પાડવા લાગ્યા. મેહુલ ભાઈએ બાલ્કનીનો દરવાજો બંધ કર્યો. સામેની દીવાલે પરીનો ફોટો હતો ને હાર લટકેલો હતો.

પૂજા બહેન બેઠા ને મને કીધું " એ દિવસે મારે જરા કામ વધારે હતું. મેહુલને વહેલુ જવાનું હતું, મારે અને પરી એ મારી મમ્મીના ઘરે જમવાનું હતું. પરી કયાંય સુધી સૂતી રહી અને છેવટે મેં ઉઠાડી. હું નાહવા માટે ગઈ અને મેહુલ તેમના કામે નીકળી ગયા. પરી બાલ્કનીના દરવાજે ઊભી હતી.

મેં પરીને ના પાડી અને કીધું બેટા " રેલીંગ તૂટી ગઈ છે રીપેર કરાવવાની છે. અડી ને ઊભી રહેતી નહીં અને હું નાહવા જાઉં છું કોઈ આવે દરવાજો ખોલતી નહીં ".

પરી એની મસ્તીમાં અને હું નાહવા ગઈ. એટલામાં સવારે કોઈ ફેરીયાવાળો આવ્યો હશે અને અવાજ પરીને સંભળાયો, જોવા માટે રેલિંગની પાળી પર ચઢી ગઈ. એની નજર નીચે પહોંચતી હતી નહીં અને વધુ જોવા માટે નમી અને એ સાથે રેલીંગ તૂટી ધડામ....મારી પરી.. ની..ચે. સમયના પલકારામાં પરી હોલવાઈ ગઈ. મને છેક બાથરૂમમાં અવાજ આવ્યો જેમ તેમ કપડાં પહેર્યા અને દૂરથી બાલ્કની તૂટેલી લાગી. હું ત્યાં જ બેભાન..........." એમ પૂજા બહેને વાત પૂરી કરી.

હું એ રાતે મારી રેલીંગ આગળ ગયો અને એમના ઘરની બાલ્કની પાસે જોતો. મને પરી ત્યાં ઊભી છે તેવો અહેસાસ થયો અને ધ્રૂજરી છૂટી ગઈ. ફૂલ જેવી બાળકી વગર કારણે ભોગવાઈ ગઈ.

મેં બીજા દિવસે બિલ્ડર જોડે વાત કરી અને કેસ કરવાનું કીધું. પણ, વાંક તેના માતા-પિતાનો છે તેમ સાબિત થાય તેવું હતું. ઘરની રેલીંગ માટે જવાબદાર બિલ્ડર નહીં પણ ઘરની વ્યક્તિ આવે.

ખબર હોવા છતાંય રેલીંગ રીપેર ના કરાવી એ મોટી ભૂલ. ઘરમાં નાનું બાળક, વૃદ્ધ જેવા હોય ત્યાં ઘણું ધ્યાન આપવું પડે.

હશે ! એમ વિચારી આપણે ભૂલી ગયા પણ એ બાળકનો શું વાંક ? દુનિયા અને જીવન જોયું નથી ત્યાં મોત આવી જાય એમાં તેમનો શું વાંક ?

વાંક પરિસ્થિતિનો હતો. સમય અને સંજોગોનો હતો, નસીબની બલિહારીનો હતો, આયુષ્યનો હતો.

મને એ ઘટના કાયમ યાદ રહી જશે. પળવારમાં શું બની જાય એની નવાઈ નહીં. ધ્યાન રાખવું આપણા હાથમાં છે. સ્થિતિ વર્તે સાવધાન.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy