સાટું
સાટું
સાટું
✍️ કલ્પેશ પટેલ
જામનાદસને,સુખપુરમાં આ વર્ષે શિયાળે ઉગતો સૂરજ ફિક્કો લાગતો હતો.
કાળીચૌદસની રાત, સુર્યાને શું ભરખી ગઈ. જમનાદાસ ના જીવન માં લાંબી રાત આવી પડી.
વીંછીના ઝેર થી ઘખતા તાવે તેને શાંતિથી લઈ લીધી. તહેવારોની રાતે જ્યારે, શહેરના ડોક્ટરો રજા ઉપર હતા. સૂર્યા ના છેલ્લા શ્વાશ સુધી ગામ સુધી કોઈ ડોક્ટર પહોંચી શક્યો નહીં.
જમનદાસ સૂર્યાનો હાથ પકડી બેઠો રહ્યો. ટાવથી ધખતા એ ગરમ હાથો એ પળે પળે, ગરમી ગુમાવી ઠંડા થતા
સૂર્યા એ અંતિમ શબ્દો ફફડાટમાં બોલ્યા હતા. "હું તો ચાલી પરભુ ને ન્યાં,પણ તું વશવાસ રાખજે જમીન પર. એકદી, આપણને, ઈ જરૂર સાટું વારી દેશે. હવે તે તારી સાથી, રે જમના".
એ દિવસથી જમનાદાસ ભરજુવાનીમાં બીજા લગ્ન કરવાનું માડી વાળી સમયથી વહેલો વૃદ્ધ થયો.
વર્ષો ની કાળી ચૌદસ વહી ગઈ. આજે સિત્તેરના વયે એનો પીઠ વળેલો, હાથ ગજવેલ ના સળિયા જેવો વાલેલો , પણ આંખોમાં હજુ પણ એ જ તળવળાટ, જે જોઈ સુર્યાએ તેનો હાથ પકડેલો .
દરરોજ સવારે એ એના ખેતર તરફ જાય. બંજર પથળારી જમીન,જે ભલભલાની ધીરજ તોડી નાખે, પણ જામનાદાસ
એ જમીન સાથે મૂક સંવાદ કરે.. જાણે સુર્યાની યાદ સાથે સંવાદ કરતો હોય તેમ .
“તું મને ખાલી હાથ નહિ રાખે, સુર્યા કહેતી ગઈ હતી…”
પાડોશીઓ હસે.
“આ વૃદ્ધને પથ્થરમાં શું મળશે?”
પણ જમનલાલ માત્ર સ્મિત કરે. કારણ કે વિશ્વાસ કદી વાદ-વિવાદ નથી કરતો, એ તો માત્ર રાહ જુએ.
પછી, એક ધૂળથી ભરેલી બપોરે, જ્યારે એ ખેતરના બીજા ખૂણાનો પથ્થર ખોદી રહ્યો હતો, એની કોદાળી નીચે કંઇક રણકાર થયો. સૂર્યાના ઘંટાડી જેવા અવાજ જેવો મીઠો અને જીવંત.
એ ઘૂંટણીએ પડી નીચે બેઠો. ખેતર ની માટીને નમન કરી, ખાડો સાફ કર્યો અને ત્યાં હતું — એક દુર્લભ પથ્થર થી કડક ગઠ્ઠો.કારતક ના સૂર્ય જેવો ચમકતો .
ગામમાં આખા માં કૌતુક ફેલાયું. વાત શહેરના વૈજ્ઞાનિકો, પત્રકારો, અધિકારીઓ સુધી પહોંચી.
જમનાદાસ ના ખેતરમાંથી મળેલ એ પથ્થર ગ્રહ મંડળના કોઈ ગ્રહ નો અંશ હતો. જે સેંકડો વરસ જૂનો હોવાનું સાબિત થયું. સરકારી મશીનરી ઉતરી. જામના દાસ નું ખેતર એક પર્ય ટન નું સ્થળ બન્યું.
સરકારે ભરેખમ રકમ અને બીજી જમીન આપી,એની મહેનત ની કદર કરી બહુમાન કર્યું.
પણ એ રાત્રે, જામના દસને મનમાં ચેન નહતું. જ્યારે કેમેરાની બત્તીઓ બંધ થઈ અને ભીડ છૂટી ગઈ, તે એકલો સરકારી સનદ અને ચંદ્રક, કરચલી વળેલી ચમાડીવાળા હાથમાં પકડી,સૂર્યા ની ખાટ પાસે બેઠો.
એના ગાલે આંસુ વહી રહ્યા હતા.
એ બોલી ઉઠ્યો “સુર્યા,” તું સાચી હતી , “આજે તારા શબ્દો ખારા થયા.
પણ આ દોલત, ભોગવશે કોણ,જેને આની સૌથી વધુ જોઈતી હતી, ઈ તો તું હતી. એ તો હવે અહીં નથી .”
પછી જે સવાર ઉગી — એ કદી જોઈ ન હતી એવી. નવા
ખેતરની જમીન , હવા હલકી લાગી. જાણે કુદરતે ખેડી આપી હોય તેવી.
આજની સવારે સુર્યા પોતે સૂર્ય સાથે પાછી આવી હોય.
હજુય દરરોજ સવારે, જમનાદાસ એના ખેતરે કામે જાય, કોઈ કમાણી માટે નહિ, કે કોઈ સસ્તી પ્રસિદ્ધિ માટે, પણ એક સૂર્યા ની જીબાન સાટું
કારણ કે વિશ્વાસ, સાચા પ્રેમની જેમ, કદી સાથ છોડે નહીં.
એ તો માત્ર રાહ જુએ… સુખભર્યા દિવસોની સવાર માટે.
---
વાંચન વિશેષ
“સાટું” શબ્દ ગુજરાતી ભાષામાં અનેક અર્થો ધરાવે છે.અને તેની સુંદરતા એમાં છે કે અર્થ પરિસ્થિતિ પ્રમાણે બદલાય છે.
🌿 મુખ્ય અર્થો:
1. સાટું (નામરૂપે):
👉 ફળ, પરિણામ, અથવા પરત આવતુ પ્રતિફળ
— જે આપણે મહેનત, પ્રેમ કે વિશ્વાસના રૂપમાં આપીએ છીએ અને ક્યારેક લાંબા સમય પછી તેનું સાટું મળે છે.
2. સાટું આપવું (ક્રિયારૂપે):
👉 કોઈને તેના કર્મ, પ્રેમ, કે વિશ્વાસનું ન્યાયી ફળ આપવું.
— જેમ કે, “આ જમીન તને તારા વિશ્વાસનું સાટું આપશે.”
3. પ્રતીકાત્મક અર્થ
👉 જીવનના દુઃખ પછી મળેલ પ્રકાશ, વિશ્વાસનું પ્રતિફળ, આત્માની શાંતિ.
— સુર્યાના શબ્દો પ્રમાણે:
“એક દી, આપણને ઈ જરૂર સાટું વારી દેશે.”
એટલે કે — એક દિવસ, આપણી શ્રદ્ધા, પ્રેમ, અને મહેનત — ફળ આપશે.
---
