HEMILKUMAR PATEL

Horror Crime Thriller

4  

HEMILKUMAR PATEL

Horror Crime Thriller

સાથી

સાથી

15 mins
106


 {પ્રસ્તાવના : સાથ, અત્યારે કોઈપણ સંજોગ હોય કોઈનો સાથ હોવો જરૂરી છે. સાથી વગર તો સાથ પણ નકામો. જોવા જઈયે તો અનાથાશ્રમમાં રહેતા, એ અનાથ બાળકોને આ સાથની સાચી વ્યાખ્યા ખબર હોય. તો બીજી બાજુ વૃદ્ધાશ્રમમાં સાથ આપ્યો એમના શંતાનોને તો તે સાથ વ્યર્થ ગયો તેમ માનતા હોય છે. બંને પક્ષ પોતાની જગ્યાએ સાચા છે.

              અત્યારે થઈ રહેલ વાત છે કે 'સાથ' જોડે તો છે ઘરનો, છતાં પણ કોઈનો સાથ બચાવા માટે મળવો અગરો થઈ રહ્યો હતો. એવાજ એક સાથ અને સાથીદારનું વર્ણન.

               (આખી કહાંની સુરતની બતાવેલ છે. જે એકદમ કાલ્પનિક રીતે ઘડાયેલ છે.): હેમીલકુમાર પી પટેલ.}

(વર્તમાન ૨૫ ઓગસ્ટ ૨૦૧૯) મુન્શાઈન હોટેલ, કલગામ, નારગોલ.

                  અંધારી રાત, સુમસાન રસ્તા, હળવો પવન અને ત્યાં ખંડેર એવી હોસ્ટેલ મુન્શાઈન. આ હોટેલ દમણથી નારગોલ તાલુકાની વચ્ચે આવેલ કલગામમાં છે, ત્યાં આ ખંડેર હોટેલ હતી. કોઈ તે હોટેલમાં આવવા ઈચ્છતું નહોતું, કેમ કે બધાનું માનવું એવુ હતું કે અંદર કોઈ આત્મા રહતી હશે. આ વાત કેટલી સાચી હશે, તે પણ કોઈ જાણવા ઈચ્છતું નહોતું.

              એવાજ સમયની વાત હશે. એક ગાડી એ હોટેલની બહાર અકસ્માત થયો હોય તેવીરીતે પડી હતી. અંધારી રાત વીજળીના ચમકારામાં ગાડીની નીચે ઉતરી કોઈ, એ હોટેલમાં ગયું છે એવા નિશાન દેખાય અને તે નિશાન પરથી લાગતું કે કોઈ ઘાયલ માણસ અંદર ગયો હશે કેમ કે લોહીના નિશાન જોડે હતા. દરવાજો હોટેલનો ધ્રૂજતો હતો અને ખખડતો હતો. અંદર એક છોકરો અધમૂઈ હાલતમાં ઊંધો પડ્યો હતો, વાગ્યું બહુજ હતું, માથેથી લોહી નીકળતું હતું, પગે કાચ ઘૂસી ગયો હતો. અચાનક વીજળીનો જોરથી ચમકારા સાથે અવાજ આવ્યો તો તે જાગી ગયો, પછી તે ઉભા થવાની કોશિશ કરતો હતો ત્યારે તેના પગમાં વાગેલ કાચ દુખાવો આપતો હતો.

(ભૂતકાળ, અઠવાડિયા પહેલા ૧૮ ઓગસ્ટ ૨૦૧૯, સમય સવારે દસ વાગે.) સુરતની બી.એસ.એસ. કોલેજ.

            કોલેજના મેદાનમાં ઘણાય લોકો બેઠા હતા, ત્યાં એક બાંકડે એક છોકરો, જે ભવિષ્યમાં અધમૂઈ હાલતમાં દેખાયો તે એક છોકરી જોડે બેઠો હતો. એ છોકરો જીગ્નેશ પટેલ છોકરી મનીષા જોડે બેઠો હતો. બંને એકબીજાને પ્રેમ કરતા હતા. હવે પ્રેમ કરતા હોય તો જોડે બેસવાનું વારેગડીયે બન્યા જ જાય. બાંકડે ટેકો દઈ, હાથમાં કોલેજ બેગ રાખી, વાતાવરણની મઝા લેતા હોય તેમ બેઠા હતા.

“હવે આપણે ઘણો સમય થઈ ગયો જોડે રહ્યા તેનો !” મનીષાએ મોંઢા પર સ્મિત સાથે જણાવ્યું.

“હા, બસ ત્રણ મહિના.” જીગ્નેશે કહ્યું.

“હા તો, બંને જણા પાક્કા હોઈએ પોતાની વાતથી તો આપણે ઘરે કહી દેવું જોઈએ, નથી લાગતું તને આવું !” મનીષાએ જીગ્નેશ સામું જોઈને કહ્યું.

“હા, વાત સાચી. તને આવું અચાનક મગજમાં કેમ આવ્યું?” જીગ્નેશે મનીષાની સામું જોઈને આશ્ચર્ય થઈ પૂછ્યું.

“કંઈ નહીઁ, વાત એવી હતી કે હું તારા જીવનમાં બીજી છું તો ડર લાગતો હતો બસ. બીજું કંઈ મગજમાં નહોતું.” મનીષાએ જવાબ આપતાં કહ્યું.

“તો વાંધો નહીઁ, હું આજે સાંજે તારા ઘરે આવીને તારી હાથ માંગીશ. તું પહેલા કહી દેજે બધી વાત ઘરે, હું આવીશ ત્યારે એમ ના થાય કે કહ્યું નહીઁ તે ઘરે.” જીગ્નેશે કહ્યું.

“વાત મે પહેલાજ કરી દીધી ઘરે. બસ તારે આવવાનું બાકી રહ્યું.” મનીષાએ ઘરની વાત જણાવતા કહ્યું.

“તો કંઈ વાંધો નહીઁ, હું સાંજે આવું છું તારા ઘરે.” જીગ્નેશે કહ્યું.

(સુરત)

          સાંજે કંઈક પાંચ વાગ્યાંનો સમય થયો હશે. તે જીગ્નેશ પોતાની ગાડી લઈ મનીષાના ઘરે પહોંચ્યો. જીગ્નેશ માથું સરખુ ઓળી, શર્ટ-પેન્ટ પહેરી, બુટ પહેરીને આવ્યો હતો. એકદમ સિમ્પલ દેખાતો હતો. ઘરે પહોંચી દરવાજા જોડે જઈને ઘરની ઘંટડી વગાડી. ત્યારે ઘરની નોકરાણીએ દરવાજો ખોલ્યો.

“તમે કોણ?” નોકરાણીએ પૂછ્યું.

“હું જીગ્નેશ પટેલ, મનીષા માટે !” ધીરે રહીને જીગ્નેશે કહ્યું.

“હા હા, આવી જાઓ અંદર. બેસો ત્યાં સોફા પર.” નોકરાણીએ કહ્યું. જીગ્નેશ આજુબાજુ બધું જોઈને સોફા પર બેઠો.

           મનીષાની મમ્મી ભગવાનમાં બહુજ માનતી હતી, તે વધારે અને વધારે સમય ભગવાનમાં આપતી. તેના કપાળ પર હંમેશા માતાજીનો ચાંદલો રાખતી, ભગવાનની ભગત હતી તેની મમ્મી. તેના પપ્પા ધંધાદારી હતા એટલે કામ વહેલા પતાવી આવી ગયા ઘરે.

“ઓહહ, આવો બેસો. હું થોડો તૈયાર થઈને આવું.” મનીષાના પપ્પા ધીરજભાઈએ ઘરમાં આવતાની સાથે કહ્યું.

“હા હા, વાંધો નહીઁ.” જીગ્નેશ પહેલા તો ઉભો થઈ ગયો અને પછી કહ્યું.

               ત્યાં મનીષાની મમ્મી સ્વાતિ, જીગ્નેશ જયા બેઠો હતો ત્યાં આવી. સ્વાતિ જયારે તેની જોડે આવી ત્યારે તેને કંઈક બીજાનો સાથ હોવાનો એહસાસ થયો અને અંદરથી હાંશકારો નીકળ્યો, જીગ્નેશ આશ્ચર્યમાં આવી ગયો.

“શું થયું આપને, ઠીક તો છો?” જીગ્નેશે આશ્ચર્યમાં આવી પૂછ્યું.

“કશુંજ નહીઁ. તમે બેસો હું ચા-નાસ્તાની વ્યવસ્થા કરું.” સ્વાતિએ વાત બદલતા કહ્યું.

“અરે એવુ કશુંજ કરવાની જરૂર નથી. તમે બેસો, પછી મનીષાના પપ્પા આવે એટલે વાત કરવી છે.” જીગ્નેશે કહ્યું. પણ જીગ્નેશ આવું થવાંથી વિચારમાં પડી ગયો હતો, 'કે અચાનક આવું કેમ થયું?' એટલીવારમાં ધીરજભાઈ આવી ગયા.

“કેમ છો, આપ?” ધીરજભાઈએ આવતાની સાથે પૂછ્યું.

“બસ મજા.” જીગ્નેશે કહ્યું.

“મનીષાએ તમારા વિશે વાત કરી હતી અમને. અમે એ જોવા ઈચ્છતા હતા કે તમે આવી શકશો કે નહીઁ. ડરી ગયા હોત કે પછી ના પાડી હોત મનીષાએ આવવાનું કહ્યું ત્યારે, તો પછી તમારા બંને વચ્ચેનો પ્રેમ ના કહેવાય. આવ્યા તમે સારું કર્યું, અમારી તો પહેલેથી જ હા હતી.” ધીરજભાઈએ કહ્યું.

“હા, એટલેજ હું આવી ગયો. છુપાવીને જોડે રહેવાની મજા ના આવે.” જીગ્નેશે કહ્યું.

“અમે અમારી દીકરીની વાતમાં માન રાખીએ છીએ, કદાચ સાચો ફેંસલો હોય ! એટલે અમે પહેલા પારખીયે પછી જ શું કરવાનું તે કહીયે. હું તરત મારી દીકરીની વાતને ના નથી કહેતો. હવે તમે ખુશીથી જોડે રહી શકશો.” મોંઢા પર સ્મિત સાથે ધીરજભાઈએ કહ્યું.

              આ રીતે તો વાત ચાલ્યાજ ગઈ. જીગ્નેશને મનમાં પ્રશ્ન હતો કે તેની મમ્મીને આવું કેમ થયું? તે પ્રશ્ન વધારે પડતો અગરો થતો હતો કેમ કે તેની મમ્મીએ તેની સાથે વાત પણ ના કરી અને જીગ્નેશની સામું ગુસ્સાની નજરે જોતી હતી. બધી વાત પતાવી જીગ્નેશ નમસ્કાર કરી ત્યાંથી નીકળ્યો પણ વિચારતો હોય તેમ નીકળ્યો હતો. તે ગાડીમાં બેસીને ઘરે ગયો.

               તેના ઘરે તેના મમ્મી-પપ્પા બંને વાત કરી ત્યારે તે ખુશ થઈ ગયા અને રાત્રે જમીને તે તેના રૂમમાં બેડ પર આડો પડ્યો. ત્યારે તે વિચારતો હતો 'તે ઘરે શું થયું એ', પછી એમનેમ મોઢું હલાવી સુઈ ગયો તે. બીજા દિવસ સવારે તે ઉઠ્યો અને બાથરૂમમાં ઊંઘમાં ગયો. તેને બાથરૂમના કાચમાંથી પોતાને જોતો હતો તો ગળા પર ડાબી બાજુ ચાર આંગળીના નિશાન અને થોડુંક લોહી દેખાયું. જીગ્નેશ આશ્ચર્યમાં આવી ગયો, તેને તે બધું સાફ કર્યું ફટાફટ. થોડીવારમાં તૈયાર થઈ સફેદ શર્ટ અને કાળુ પેન્ટ પહેરીને તે રસોડામાં તેની મમ્મી શીલાની જોડે ગયો.

"શું બનાવ્યું નાસ્તામાં, ડાર્લિંગ?" જીગ્નેશે પૂછ્યું.

"તારા પપ્પા સાંભળી લેશે આવું બોલે છે તું, ત્યારે તને ખબર પડશે." શીલાએ કહ્યું નાસ્તો બનાવતા-બનાવતા.

"બે લારીવાળા વાત કરતા હોય ત્યારે, કંપનીના માલિકને યાદ કરવાની ક્યાં જરૂર પડી?" જીગ્નેશે કહ્યું.

"હા ચાલ, વાંધો નહીઁ. તું ટેબલ પર બેસ, હું નાસ્તો લાવી." શીલાએ કહ્યું. ત્યારબાદ જીગ્નેશ નીકળતો હતો રસોડામાંથી ત્યારે શીલાએ જીગ્નેશની પીઠ પાછળ જોઈ હળવી ચીસ પાડી.

"શું થયું મમ્મી?" જીગ્નેશે આશ્ચર્યમાં આવી પૂછ્યું.

"તારી પીઠ, તારી પીઠ પાછળ." ડરેલા અવાજે શીલાએ કહ્યું.

"શું છે, મારી પીઠ પાછળ. તું આટલી ડરેલી !" આશ્ચર્યમાં આવી જીગ્નેશે આટલુ કહ્યા પછી રસોડામાં રાખેલ કાચ આગળ પીઠ પર શું થયું તે જોવા ગયો. તો જોયું ત્યારે જીગ્નેશ પોતે આશ્ચર્યમાં આવ્યો. થયું હતું એવુ કંઈક કે પીઠ જોઈ જીગ્નેશે ત્યારે, તેને આડો કાપો શર્ટ પર દેખાયો, જાણેકે કોઈએ ચપ્પાથી વાર કર્યો હોય અને લોહી નીકળતું હતું તે દેખાયું, પણ જરાય જીગ્નેશને દુખતું નહોતું.

"આ છે શું, તારી પીઠ પર?" જીગ્નેશના પપ્પા કીર્તનભાઈએ રસોડામાં શીલાનો અવાજ સાંભળી, જીગ્નેશ જોડે આવી પીઠ પર જોતાંની સાથે કહ્યું.  

"આતો મને પણ નથી ખબર." જીગ્નેશે કહ્યું.

"ચપ્પાથી માર્યું હતું કોઈએ, તેવું દેખાય છે?" આશ્ચર્યમાં જ હતા કીર્તનભાઈ અને તેમણે આવું પૂછ્યું.

"ના માર્યું કોઈએ નથી, દુખતું પણ નથી. આનો જવાબ ક્યાં હશે ! કદાચ થોડું જાણી રહ્યો છું હું." જીગ્નેશે વિચારતા-વિચારતા કહ્યું.

"ક્યાં?" કીર્તનભાઈએ પૂછ્યું.

"મનીષાની મમ્મી પાસે." કીર્તનભાઈની સામું જોતા જીગ્નેશે કહ્યું.

              પછી તેને પીઠનો અને પોતાના ગળા પર રહેલા નિશાનનો ફોટો પાડ્યો અને આખુ પરિવાર મનીષાના ઘરે ગયું, બંને પરિવાર ઘરના હોલમાં બેઠા હતા. જીગ્નેશે ફોટામાં પીઠ પર વાગેલું અને ગળા પરના નિશાન બતાવ્યા.

"જે શંકા હતી તે જ થઈ રહી છે." વિચારતા-વિચારતા સ્વાતિએ કહ્યું.

"કંઈ શંકા?" જીગ્નેશે પૂછ્યું.

"કાલે તું આવ્યો હતો ત્યારે મેં તારી બાજુમાં કોઈનો પડછાયો જોયો હતો." સ્વાતિએ કહ્યું.

"તમે ડરાવશો નહીઁ, આવું બોલ્યા તમે તો હું પોતે ડરનો માર્યો ધ્રુજી રહ્યો છું." ડરેલા અવાજે કહ્યું જીગ્નેશે.

"આ હકીકત છે. કાલે મેં તારી બાજુમાં પડછાયો કોઈનો જોયો હતો. તું જયારે મનીષાના પપ્પા જોડે વાત કરતો હતો ત્યારે મને કોઈ બીજો અવાજ સંભળાતો હતો. કોઈ છે જે તારી જોડે રહેવા માંગે છે, કાંતો પછી તારા પાસે કંઈક મેળવવા માંગે છે." સ્વાતિએ બધી વાત જણાવી.

"શું મેળવવા માંગે છે તે?" જીગ્નેશે પૂછ્યું.

"એ કોઈ હેવાન છે. જેટલું હું જોઈ શકી, તે કહું તને. પડછાયા જોડે મેં વાત કરી હતી થોડી ભગવાનના સહારે. તારું શરીર વાપરી તે કોઈ બદલો લેવા ઈચ્છે છે, બદલો બહુજ ભયંકર લાગતો હતો કેમ કે તેને તને પૂરો પોતાના વશમાં કર્યો છે. તને તે ધીરે ધીરે તકલીફ આપે છે અને જયારે બદલો પૂરો થશે ત્યારે તારો જીવ પણ જોડે લઈને જશે. આ કોઈ પ્રેત આત્માનું કામ નથી કેમ કે ભગવાન તો આ ઘરમાં વસે છે, આત્મા આવીજ ના શકે અહીં. આ કોઈ વાતથી તારી જોડે રહે છે. મને એટલી વાત બોલ કે જે હેવાન ભગવાનથી પણ ના ડરે કે ભાગે નહીઁ, તો તે કેટલો ભયંકર હોવો જોઈએ?" સ્વાતિએ આવું જીગ્નેશને પૂછ્યું.

"વાત તો સાચી, હવે આમાંથી નીકળવાનો ઉપાય?" જીગ્નેશે ડરેલ અવાજે પૂછ્યું.

"એક રસ્તો છે." સ્વાતિએ વિચારતાં કહ્યું.

"કયો રસ્તો? આમતેમ ફેરવીને ના બોલો સીધું કહી દો !" ડરેલા અને થોડા ગુસ્સામાં જીગ્નેશે કહ્યું.

"હેવાન કોઈ વાતનો બદલો લેવા ઈચ્છે છે તારી પાસે. બીજા કોઈને કંઈ તકલીફ નથી પડતી, ખાલી તને તકલીફ આપે છે. જવાબ તારા પાસે છે જે તારે શોધવો પડશે. આનાથી બીજો કોઈ ઉપાય નથી." સ્વાતિએ તેની વાત જણાવી.

                   પછી બીજા દિવસે જીગ્નેશ ગયો કોલેજ, ત્યાં તેની ગર્લફ્રેન્ડ મનીષા મેદાનમાં રાહ જોતી હતી. જીગ્નેશ તો પોતાના વિચારમાં ખોવાયેલ હતો તેને કંઈ ખબર નહોતી પડતી કે તેની જોડે શું થઈ રહ્યું છે ! મનીષાને જરાય જીગ્નેશ ભાવ આપતો નહોતો, તો મનીષાને તકલીફ થતી હતી. મનીષા અને જીગ્નેશ બંને જયારે એકલામાં ગયા હોય તો રોઈ જતા, તેમણે ખબરજ નહોતી પડતી કે હવે શું કરવું ! જીગ્નેશને એમ લાગતું હતું કે, 'કોઈ મને તકલીફ આપી રહ્યું છે જેનો પડછાયો પણ મનીષા પણ નહીઁ પડવા દઉં.' આ વાતથી જ એ અલગ રહેતો હતો.

                     ચાર દિવાસમાં તો જીગ્નેશના શરીર પર ઘાવ વધતા ગયા, તે તેના ઘરે બાથરૂમમાં પોતાના શરીર પરના ઘાવ જોતો હતો ત્યારે તેને અચાનક એક વિચાર આવ્યો, "કોઈ હેવાન છે જે તકલીફ આપે છે. મારી પહેલી ગર્લફ્રેન્ડ આવી જ કંઈક મેલી વિદ્યા કરતી હતી, કદાચ એજ આવું નથી કરતીને ! બની શકે." બહાર આવી જીગ્નેશે આ વાત તેના મમ્મી-પપ્પાને જણાવી.

"તો તારું કહેવું એમ છે કે તારી પહેલી ગર્લફ્રેન્ડ કિરણ, જે આવું કરે કદાચ !" કીર્તનભાઈએ કહ્યું.

"હા, હું તમને સરનામું આપું છું. સુરતમાં જ છે તે, તમે જતા આવો." જીગ્નેશે સરનામું લખતા-લખતા કહ્યું.

(૨૪ ઓગસ્ટ ૨૦૧૯, રાતનો સમય)

                સરનામાં પ્રમાણે કીર્તનભાઈ અને શીલા આ બંને જણા પહોંચ્યા ત્યાં અને દરવાજા જોડે જઈને દરવાજો ખખડાવ્યો. ત્યારે અચાનક જ લાઈટ બધી ઘરની જતી રહી, કાપ પડ્યો વીજળીનો. ત્યારે બીજી વખતે દરવાજો ખખડાવા ગયો કીર્તનભાઈ, તો અચાનક દરવાજો એમજ ખુલી ગયો. તો આ બંને જણા વિચારમાં પડી ગયા. જો કે હિંમત રાખી તે અંદર તો ગયા. અંદર ગયા પછી એક ડોશી ખુરશીમાં બેઠા હતા, દીવો આગળ ટેબલ પર સળગતો હતો અને ચહેરા પર દીવાનો પ્રકાશ પડતો હતો.

"સાસુમાં તમે?" કીર્તનભાઈએ આશ્ચર્યથી પૂછ્યું.

"હા, બેટા. મને જાણવા મળ્યું કે તને કોઈ તકલીફ થઈ છે?" સાસુમાંએ પૂછ્યું.

"હા, મમ્મી." કીર્તનભાઈએ કહ્યું.

"આ કહાની બહુજ જૂની છે બેટા. સાંભળ મારી આખી વાત. તારા લગ્ન પછી તું મારી દીકરીને ફરવા લઈ ગયો હતો ત્યારની વાત છે.

(ભૂતકાળ જણાવતાં.)

               ત્યારે બેટા થયું હતું એવુ કે દમણથી ઘરે પાછા આવવાની જગ્યાએ તમે મુન્શાઈન હોટેકમાં રોકાયા હતા. એ દિવસે મારી દીકરીનો જન્મદિવસ હોવાથી તું કેક લેવા ગયો હતો, તારીખ પચીસ ઓગસ્ટ. એ સમયની વાત છે, મારી દીકરી ત્યાંથી બહાર નીકળી હતી થોડી હવા ખાવા. તો કોઈ માણસ તેને ખરાબ નજરે જોતો હતો, જબરદસ્ત દારૂ પીધું હતું. જયારે મારી દીકરી પોતાના રૂમમાં જવા ગઈ ત્યારે આ હેવાન તે રૂમમાં આવી ગયો પછી ખરાબ વર્તન અને આપણે ધાર્યું ના હોય તેવું, હેવાનિયતની બધી હદ પાર,,,,,,,, આવું થયું હતું.

                  ત્યારબાદ બેટા તું આવ્યો. તને તે વાતની તકલીફ ના થાય એના માટે તને કશું કહ્યું જ નહીઁ મારી દીકરીએ. તમે બંને જણાએ જન્મદિવસની મજા કરી અને સુહાગરાત પુરી કરી. નવ મહિના પછી દીકરી અને દીકરાએ જન્મ લીધો. તેનું એક વર્ષ ભરણ-પોષણ કરી મારી દીકરીએ આત્મહત્યા કરી.

(વર્તમાન.)

મારી દીકરી ડરતી હતી કે તને ખોઈ ના દે એટલે તને કશું કહ્યું નહીઁ." સાસુમાંએ બધી વાત કહી.

"તો દીકરી તમે લઈ લીધી, તમારી જોડે કોઈ નહોતું એટલે તમે મારી પાસે દીકરી માંગી અને મેં આપી તમને. પણ એ મારા દીકરાને કેમ હેરાન કરે છે?" કીર્તનભાઈએ પોતાની વાત ઉદાસી સાથે જણાવી.

"કારણ કે તારી દીકરીને એવુ લાગે છે કે તારા દીકરામાં એ હેવાનનું લોહી દોડી રહ્યું છે." સાસુમાંએ કહ્યું.

"તો પછી તેને બચવાનો કોઈ ઉપાય હશે?" કીર્તનભાઈએ પૂછ્યું.

"હા ઉપાય છે. આત્મહત્યા કર્યા પછી મારી દીકરીની રુહ તે હોટેલમાં છે. તું ત્યાં એ હેવાનને પહોંચાડી દે. તો તારી દીકરી બચાવીલે તારા દીકરાને !" સાસુમાંએ કહ્યું.

"આજે બહેન-ભાઈ બંને વિરુદ્ધ થઈ ગયા. મળ્યા બંને તો પણ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ મુજબ. ખરેખર ત્યારે તમારી દીકરીએ મને કહી દીધું હોત તો આજે આ દિવસ ના જોવો પડેત. પણ તે હતો કોણ?" કીર્તનભાઈએ પૂછ્યું.

"મારી દીકરીએ મને તે માણસને સુરતમાં બતાવ્યા પછી, મને કંઈ કહ્યા વગર આત્મહત્યા કરી. તો મેં કિરણને માંગી હતી તારી પાસે. ત્યારબાદ કિરણ જયારે સમજણી થઈ, ત્યારે તે ચહેરો બતાવ્યા પછી આખી વાત મેં કિરણને જણાવી. તો તેને બદલો લેવાની ઈચ્છા થઈ ગઈ. તેને પોતાના મગજમાં વિચારી લીધું કે તે માણસને એ જ હોટેલમાં મારવામાં આવશે. ત્યારબાદ તે તારા દીકરાને બોયફ્રેન્ડ બનાવીને મળી. પછી તે મેલી વિદ્યા કરે છે તેવું તારા દીકરાને કહી દીધું, તો તેને પછી કિરણને છોડી દીધી. આગળ તેના મગજમાં શું દોડતું હતું તે મને નથી કહ્યું." આખી વાત જણાવતા સાસુમાંએ કહ્યું.

                 ત્યારેજ અચાનક વધારે પવન આવતા દીવો ઓલવાઈ ગયો. શીલાએ તેને પ્રગટાવ્યો પાછો. તો સાસુમાં તેને દેખાયા નહીઁ. ત્યારબાદ મોબાઈલની લાઈટ શરુ કરી આજુબાજુ જોવા લાગ્યો કીર્તનભાઈ. બુમ પણ પાડતો હતો મમ્મી-મમ્મી કહીને. અચાનક તેના મોબાઈલની લાઈટ દીવાલ પર પડી, તો તેને દીવાલ પર એક ફોટો ટીંગાતો દેખાયો તે સાસુમાંનો હતો અને તે ફોટા પર હાર ચઢાવેલો હતો. કીર્તનભાઈ અને શીલાબહેન બને સુન્ન મારી ગયા. મતલબ અત્યાર સુધી સાસુમાંની આત્મા જોડે વાત થતી હતી.

"શીલા, આ તો મોટા ડખા છે. કિરણ અહીં દેખાતી નથી અને સાસુમાં મરી ગયા ક્યારનાંય અને મને કાનોકાન ખબર નથી !" કીર્તનભાઈએ ડરેલા અવાજે કહ્યું.

              પછી આમતેમ બધુંજ જોયુ. કિરણ મળી નહીઁ તો તે બંને જણા ઘરે આવ્યા અને જીગ્નેશને બધી વાત જણાવી.

"શું પત્તર ફાડો છો પપ્પા ! આ મારી મમ્મી નથી અને જે હતી તે પહેલા જ મરી ગઈ, તો કહ્યું કેમ નહીઁ મને પહેલા?" રોતા અવાજે જીગ્નેશે પૂછ્યું.

"કારણ એટલું હતું બેટા, કે મારા શરીરની અમુક ખામીના લીધે મમ્મી નહોતી બની સકતી હું. તારા પપ્પાએ મને અપનાવી. મેં જ ના પાડી હતી બધી વાત કહેવાની તને, કેમ કે મને ડર હતો કે હું તને ખોઈ દઈશ." ધીરે રહીને રોતા અવાજે કહ્યું શીલાએ.

"હું જ્યારથી સમજણો થયો ત્યારથી મમ્મી, તમને જ મેં જોયા છે. તમેજ મારા મમ્મી છો. મારી ડાર્લિંગ." રોતાની સાથે હસતા કહ્યું જીગ્નેશે.

              શીલા અને જીગ્નેશ બંને જણા ભેટી પડ્યા. શીલાની આંખમાંથી આંસુ રોકવા અગરા પડતા હતા. કીર્તનભાઈ પણ થોડો ઉદાસ થઈ ગયો. થોડીવાર રહી જીગ્નેશ અને શીલા બંને પોતાની જગ્યા લઈને બેસી ગયા.

"હવે મોટી રમત હું પણ રમીશ. કાલે પચીસ ઓગસ્ટ છે, મમ્મીનો જન્મદિવસ. ત્યારેજ પપ્પા તમે એ હેવાનને લઈને મુન્શાઈન પહોંચજો. કેમ કે મારી મમ્મીની આત્મા ત્યાં હશે તો કિરણ જે મેલી વિદ્યા મારા પર કરી રહી છે તે નહીઁ કરી શકે, મને બચાવશે મમ્મી." જીગ્નેશે તેના મનની વાત જણાવતા કહ્યું.

                   બીજા દિવસે સાંજે વરસાદ ચાલુ થઈ ગયો. જીગ્નેશ ઘરે તેના મમ્મી-પપ્પાને ગળે મળીને નીકળી ગયો. કીર્તનભાઈ અને શીલાબહેન મનીષાના ઘરે પહોંચ્યા. તેમણે ઘરે આવકાર આપી બેસાડ્યા.

"આજે અચાનક કેમ આવવાનું થયું, બધું ઠીક તો છે ને?" આશ્ચર્ય સાથે ધીરજભાઈએ પૂછ્યું.

"હા બધુંજ ઠીક છે." કીર્તનભાઈએ મોંઢા પર સ્મિત સાથે જણાવ્યું.

"જીગ્નેશની તબિયત કેવી છે, હમણાં?" સ્વાતિએ પૂછ્યું.

"છે તકલીફમાં, પણ તેનો જવાબ મળી ગયો." કીર્તનભાઈએ કહ્યું.

"લો, બીજું શું જોઈએ. શું એટલે મળ્યું શું?" ધીરજભાઈએ પૂછ્યું.

"વેવાણ તમને મુન્શાઈન હોટેલ યાદ છે?" કીર્તનભાઈએ આવું સ્વાતિને પૂછ્યું, તો ધીરજ આશ્ચર્યમાં આવી ગયો.

"હા યાદ છે ને, અમે બંને લગ્ન કર્યા પછી ફરવા ગયા હતા ત્યારે એક રાત ત્યાં રોકાયા હતા." સ્વાતિએ વાત જણાવી.

"તો એ રાત્રે ધીરજભાઈએ બે સ્ત્રી જોડે રાત કાઢી. એક એમની પત્ની એટલેકે તમે અને એક મારી પત્ની." ગુસ્સામાં કીર્તનભાઈએ કહ્યું.

                 તો ત્યાં બીજી બાજુ જીગ્નેશ ગાડી લઈને નીકળ્યો હતો મુન્શાઈન હોટેલ જવા ત્યારે તેના ગાલ પર કોઈ મારતું હતું, તેના પગ પકડી કોઈ બ્રેક મારવા દેતું નહોતું. જેમતેમ કરીને તે હોટેલ પહોંચવા ગયો તો બ્રેક પર પગ ના લાગવાથી હોટેલની દીવાલે ઠોકાઈ ગાડી અને પાછી પડી ગાડી. તો આ બાજુ ધીરજ પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી તરત જ કીર્તનને મારવાની કોશિશ કરવા ગયો અને તરત કીર્તનભાઈએ હાથ પકડી લીધો.

"આ વખતે તું નહીઁ બચે." આટલુ કહી કીર્તનભાઈ ધીરજને મારવા માંડ્યો. બંને જણા એકબીજાને મારવા માંડ્યા. કીર્તનભાઈએ તો ધીરજને ટેબલ પર પછાડી ટેબલ તોડી દીધું. અને મારતા મારતા કીર્તનભાઈએ કહ્યું, "મારી પત્ની બે વર્ષ સુધી તકલીફમાં રહી. દીકરા-દીકરીને જન્મ આપ્યા પછી સ્તનપાનના દિવસો પુરા થયાં ત્યાં સુધી જીવી. હદ બહાર તકલીફ થઈ ત્યારે તેને પોતાનું જીવન ટૂંકાવી દીધું. પછી મારી સાસુના ઘરે ગયો તો ત્યાં તારા ફોટા જોયા અને તે ફોટા પર ચોકડીનું નિશાન કર્યું હતું. થોડીક મુન્શાઈન હોટેલની વાત છંછેડતાં જ તારું મોઢું ચોત્રીસ આકારનું થયું, એટલે સોં ટકા તેજ મારી પત્નીની સાથે ખરાબ વર્તન કર્યું હશે. બીજું કોણ હેવાન આ બધી વાતની વચ્ચે છે? તે તું જાણવા લાયક છે જ નથી." ઘાયલ થઈ ગયો ધીરજ, ઉભો નહોતો થઈ શકતો ત્યારે તેને ગાડીમાં બેસાડી સુરતથી હોટેલ જવા નીકળ્યો. પાછળ બીજી ગાડીમાં શીલા, મનીષા અને સ્વાતિને લઈને નીકળી.

              હોટેલમાં અધમૂઈ હાલતમાં જીગ્નેશ અંદર દરવાજો ખોલીને ગયો. ગાડીથી દરવાજા સુધી પગના નિશાન સાથે લોહી પણ દેખાતું હતું તે જીગ્નેશનું હતું. જીગ્નેશ અંદર ગયો ત્યારે તરત દરવાજો બંદ થઈ ગયો. જીગ્નેશના શરીર પર ઘાવ પડતા હતા તે ઓછા થવા માંડ્યા, કેમ કે કોઈ હેવાન તેના શરીરે વીંટળાયેલ હતું તે જે જીગ્નેશને મારવા જતું હતું તે કોઈ રોકતું હતું. જીગ્નેશને લાગ્યુ તે તેની મમ્મી છે અને તેને કહ્યું, "મમ્મી હું તારો જીગ્નેશ મોટો થઈ ગયો. બસ કોઈ વાતથી કિરણ મને મારવા જઈ રહી છે. કદાચ તેને એવુ લાગે છે કે મારા અંદર ધીરજનું લોહી દોડે છે, એટલે મને મારી નાખવા માંગે છે. બસ તું એને રોકી લે મમ્મી."

                છતાં પણ તેની મમ્મી કિરણને નહોતી રોકી શકી. કેમ કે આટલી વાત સાંભળતા જીગ્નેશની મમ્મીનું ધ્યાન તેની વાતમાં ગયું ત્યારે જ કિરણની મેલી વિદ્યાના હેવાને કાચથી હુમલો કર્યો. તેથી તેની મમ્મી બચાવી ના શકી, તો પુરીરીતે ઘાયલ થયેલો જીગ્નેશ બેભાન થઈ ઢળી પડ્યો.

                  દોઢ-બે કલાક પછી હોશ આવ્યો ત્યારે ઉભો થયો તો તેના પગમાં કાચ પેસ્યો હતો તે દુઃખ પહોંચાડતો હતો. તેને કાચ નીકાળ્યો અને તેટલામાં તેના પપ્પા ધીરજને લઈને આવ્યા. જેવો દરવાજો ખોલીને અંદર આવ્યા તો તેની મમ્મીએ હોટેલના હોલમાં દોરડાથી ધીરજને ફાંસી લગાવી દીધી. આટલુ જોઈ જીગ્નેશ ઉભો ના થઈ શક્યો. તો કીર્તનભાઈને લાગ્યુ કે જે રૂમમાં અમે રહ્યા હતા, એ રૂમના કિરણ હોવી જોઈએ. કીર્તનભાઈ તે રૂમમાં ગયા અને કિરણ બેઠી હતી. ત્યાં તેનો દેખાવ ખુબ ડરાવનો હતો, કેમ કે એક ખોપરી પડી હતી આગળ, કાળા કપડાં અને મોઢું આખુ લાલ હતું.

"બેટા, આ બધું બંદ કરીલે. તારી મમ્મીના ગુનેગારને સજા મળી ગઈ છે." કીર્તનભાઈએ ઢીલા અવાજે કહ્યું.

"એના લોહીને નહીઁ ! મરવું તો પડશે જીગ્નેશને." કિરણે પહોળી આંખો કરી કીર્તનભાઈને કહ્યું.

"તું લોહીની વાત કરે, તો તારી અંદર પણ તેનું લોહી ના હોઈ શકે? અરે, તારા વિચારો અને જીગ્નેશના વિચારોમાં કેટલો ફરક પડે છે તે વિચાર્યું ક્યારેય? જીગ્નેશ જીવદયા રાખતો અને તું એને મારવા જઈ રહી છે. તારી બાએ તારા મનમાં નફરત પેદા કરી છે એટલે તું તારા સગા ભાઈનું નથી વિચારી સકતી બેટા, થોડુંક મન શાંત રાખી વિચાર. કાંતો પાછું માની લઉં હું કે કિરણ તારામાં ધીરજનું લોહી હશે, જીગ્નેશનામાં નહીઁ ! હેવાનની દીકરી હેવાન બની. જો તારામાં જરાં પણ તારી મમ્મીના લક્ષણ હોય તો સાબિત કર, જીગ્નેશને બક્ષી દે. હાથ જોડું તારી આગળ, ભીખ માંગુ છું." કીર્તનભાઈએ કિરણ પાસે આવું કહી જીગ્નેશનું જીવનદાન માંગ્યું.

"તો પછી શું, જીગ્નેશની હાલ અત્યારે મમ્મી છે તે મને પોતાની દીકરી માનસે !" મોંઢા પર સ્મિત રાખી, સામે બધું પડયું હતું તે નષ્ટ કરી કીર્તનભાઈ એટલે કે તેના પપ્પાને કિરણે કહ્યું. પછી તે તેના પપ્પા જોડે આવી ગળે મળી, ત્યાં શીલા પણ આવી ગઈ. શીલા જોડે ગઈ કિરણ.

"માફ કરશો આપ મને, મેં જીગ્નેશને નહીઁ હકીકતમાં તમને તકલીફ આપી છે મેં. જીગ્નેશ જોડેથી તમારી વાત સાંભળતી હતી હું. તમે દયાવાન છો, શું મને માફ કરી પોતાની દીકરી માનશો?" કિરણે હાથ જોડી શીલા પાસે માંગ્યું.

"માંગવામાં એવુ હોય કે જે પોતાનું ના હોય તે મંગાય. તું તો મારીજ છો આવીરીતે મમ્મી પાસે મંગાય નહીઁ. સીધેસીધું કહીને લઈ લેવાય, કે મમ્મી તું મને જોઈએ છે. મારે જીવવું છે તમારી સાથે એમ." હસતા મોંઢે શીલાએ કહ્યું.

               તો નીચે હોલમાં જીગ્નેશ ઢળી પડ્યો હતો તે પાછો સાજો થઈ ગયો. કિરણને ઘરે લાવવામાં આવી હતી. કિરણ હેવાન પણ એક ગેરસમજના લીધે જીગ્નેશને મારવા જતી હતી. જે ગેરસમજ દૂર થઈ તો આ ભાઈ-બહેન અને તેના મમ્મી-પપ્પા એક પરિવાર બની સાથે રહેવા લાગ્યા. જે ત્રણ સાથીદાર હતા તે આજે ચાર 'સાથી' થઈ ગયા.

(સમાપ્ત.)


Rate this content
Log in

Similar gujarati story from Horror