Leena Vachhrajani

Abstract Thriller

4  

Leena Vachhrajani

Abstract Thriller

સાંતાક્લોઝ

સાંતાક્લોઝ

2 mins
25


ડિસેમ્બરનો ઠંડો મહિનો. શહેરમાં ક્રિસમસની તડામાર તૈયારી ચાલી રહી હતી. દરેક મોલ, દરેક શોપ, દરેક શો રુમ, દરેક ગલીના નાકે, દરેક ફોટો શોપ, દરેક રેસ્ટોરન્ટ્સ, દરેક મોટી હોટલ બધે સાંતાક્લોઝ ઊભાં કરી દેવામાં આવ્યા હતાં. 

એમાંય શનિવારની રાત હતી. એટલે દરેક સ્થળોએ જબરદસ્ત ચહલપહલ હતી. નાનાં બાળકો સાંતાક્લોઝ સાથે ફોટો પડાવવામાં મગ્ન હતાંં. યુવાન પેઢી સાંતાક્લોઝ જે પાશ્ચાત્ય સંગીત વગાડી રહ્યા હતાં એના પર થિરકી રહી હતી. કપલ હાથમાં હાથ પરોવીને વિક એન્ડ ઉજવવામાં પડ્યાં હતાંં.

સેન્ટ્રલ મોલની બહાર લાલ કપડાં, લાલ ટોપી, હાથમાં ઘંટડી અને ઝોળામાં ગિફ્ટ લઈને ઊભેલાં સખારામના ચહેરા પર હાસ્ય જોઈને પબ્લિક ખુશ હતી. સાન્તાક્લોઝ બાળકોને ગિફ્ટ આપી રહ્યા હતાં. યુવાનો સાથે ડાન્સ કરી રહ્યા હતાં. 

સખારામની નજર ઘડિયાળ પર વારંવાર જતી હતી. “અગિયાર વાગવા આવ્યા હતાં. હજી તો ભરચક માહોલ જામેલો હતો. ઘેર ટીન્કુ જમવાની રાહ જોતો હશે. હું અહીયાંથી નીકળીને ટિફિન લઈને ઘેર જઈશ પછી એ બિચારો જમવા પામશે.”

સાંતાક્લોઝનો જીવ ચચરતો રહ્યો. કૃત્રિમ હાસ્ય વિલાતું જતું હતું. અંતે બાર વાગે મોલમાંથી રજા મળી. ડ્રેસ ફટાફટ ઉતાર્યો અને મારતી સાયકલે કરમલોજમાંથી ટિફીન લઈને સખારામ ઘેર પહોંચ્યો. સખારામની અપેક્ષા વિરુધ્ધનું દ્રશ્ય જોવા મળ્યું. ટીન્કુ મસ્તીથી મોટા રંગીન બોલ સાથે રમી રહ્યો હતો. “અરે ટીન્કુ તને ભૂખ લાગી હશે બેટા. ચાલ જમી લઈએ.” “પપ્પા, તમે સાંતાક્લોઝને મોકલ્યા તો હતાં. એ પિઝા, પેસ્ટ્રી અને ચોકલેટ લઈને આવ્યા હતાં. અને જો આ બોલ પણ આપ્યો. તમે ગિફ્ટ મોકલાવી એ આપી ગયા.”

સખારામની નજર સમક્ષ એક અજાણી આકૃતિ તાદ્રશ્ય થઈ જે ડાન્સ કરતાં કરતાં સખારામનો ઈતિહાસ જાણી ગઈ હતી. એ રાતે સખારામને તહેવાર પ્રત્યે પહેલી વાર લાચારીને બદલે લાગણી થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract