Vandana Patel

Drama Action Inspirational

3  

Vandana Patel

Drama Action Inspirational

સાહસ

સાહસ

3 mins
196


                 એક અંધકારભરી રાતે સુમસામ રસ્તા પર નવથી બારનો મુવી શો જોઈને ચાલતા જ જઈ રહેલા પતિ પત્ની ખુબ ખુબ ખૂશ જણાતા હતા. લગ્નને બે-ચાર મહીના થયા હતા. 

રીટા : "આવા સમયે મુવી જોવા ન ગયા હોત તો ?"

રાકેશ : "કેમ તને ડર લાગે છે ? હું છું ને તારી સાથે."

રીટા : "ગુંડા કે બદમાશ -આવારા તત્વો નો કોઈ ભરોસો ન કરાય."

રાકેશ : "કંઈ નહી થાય, નજીકમાં જ ઘર છે એટલે તો રીક્ષા નથી કરી."

                    ત્યાં તો રસ્તા પર ચાર બદમાશ બરાબર સામે  જ જાણે ઉપરના ઝાડ પરથી ઠેકડો ન માર્યો હોય ! એકના હાથમાં છરો હતો. બે બદમાશે રાકેશના બંને હાથ પકડી લીધા. એટલામાં છરાવાળાએ રાડ પાડી કે ઊભા શું છો ? પકડીને બાંધી દો સામેના ઝાડ સાથે ને જે મળે એ જપ્ત કરી લો. પેલા બંને બદમાશે પાકીટ, ચેઇન, વીંટી, ઘડિયાળ આંચકી લીધા ને રાકેશને ઝાડ સાથે બાંધી દીધો. રાકેશ તો કરગરતો રહી ગયો.

                 આ બાજુ હજી બે બદમાશ ઊભા ઊભા રીટાને જોઈ રહ્યા. એક બદમાશે કહ્યુ કે હવે લૂંટ તો થઈ ગઈ, આપણે જતા રહીએ. આમ પણ હવે પોલીસ રાઉન્ડમાં નીકળશે તો...વચ્ચે જ છરાવાળો બદમાશ બોલ્યો કે હમણાં જ અહીંથી પોલીસની જીપ ગઈ છે તો અડધા-પોણા કલાક સુધી કોઈ નહીં આવે. આપણે ચારેય આ એકલી અબળા સ્ત્રી....ત્યાં તો રીટાનો એક પગ મોઢા પર પડ્યો કે છરો હાથમાંથી છટકી ગયો. બીજાએ સાડી ને ચણિયો ખેંચીને કાઢી નાખ્યા. રાકેશ બૂમો પાડતો રહી ગયો. હવે ચારેય રીટાને ઘેરીને ઊભા છે પણ આ  શું ?

           રીટાએ તો મસ્ત જીન્સ પહેર્યુ હતું. ગોળ વર્તુળમાંથી કૂદીને બહાર નીકળી ગઈ. એક બદમાશે વાળ પકડયા તો નીચેથી પગ વાળીને પેલાનાં ગોઠણ પર એવી રીતે લાત મારી કે બેય ગોઠણથી બેવડો વળી ગયો. બરાબર તે જ વખતે બીજા બદમાશની લાકડી રીટાના માથા પર લાગે, એ પહેલાં તેણી થોડી ખસી ને લાકડી પગથી બેવડ બદમાશને લાગી. તે બેભાન થઈ ગયો. મારનારે ગુસ્સામાં માથું રીટા બાજુ ઘુમાવ્યું કે ગળાની સહેજ ઉપર ને મગજથી થોડું નીચે કંઈક લાગ્યુ ને એ પડી ગયો. એક જ ઘા થી બેભાન......બીજા બે સામે આવ્યા, રીટાએ કરાટેના દાવથી બંને બદમાશને ચતાપાટ કરી દીધા.

      રાકેશ તો જીન્સ ને વર્કવાળું બ્લાઉઝ કમ ટોપમાં રીટાને જોઈ જ રહ્યો. આ રૂપની તો આજે જ ખબર પડી. જુડો- કરાટેની વાત કોઈ દિવસ થઈ જ નહોતી.....

                       ત્યાં તો પોલીસ જીપ આવી. રીટાએ બધી વાત કરી. પોલીસ કોન્સ્ટેબલે રાકેશને છોડાવ્યો. રાકેશને પેલા બદમાશના ખિસ્સામાંથી બધી વસ્તુઓ કાઢીને આપી. પેલા ચારેય બદમાશને જીપમાં ખડકયા. પોલીસ અધિકારીએ રીટાને ખુબ શાબાશી આપીને રાકેશને પૂછ્યું કે અત્યારે .......કેમ નીકળ્યા ? રાકેશે કહ્યુ કે અહીંથી અમારું ઘર દસ મિનિટ જેટલું જ દૂર છે, એટલે મુવી જોઈને ચાલતા જ ઘરે જતા હતા. દસ-બાર મિનિટ જેટલું તો ચાલી પણ નાખ્યું હતું. પણ કોણ જાણે ક્યાંથી .....આ બદમાશો ટપકી પડ્યા. પોલીસ અધિકારીએ હસતા હસતા કહ્યુ કે મુસીબત પૂછીને ન આવે. ઘરે જતા રહો. અમે પાછળ જ છીએ.

                 રીટાએ અંધકારભરી રાતને હિંમત અને સાહસથી ભરી દીધી હતી. રાકેશે રીટાની પ્રસંશા કરતા કરતા રીટાના કપડાં લઈ લીધા. બંનેએ ઘર તરફ પ્રયાણ કર્યું.

            ઘણીવાર વર્ષોવર્ષ સાથે રહો તોય હમસફર સ્ત્રી હોય કે પુરુષ ઓળખી શકતા નથી. જાણી શકતા નથી, ત્યારે ખુબ શરમ અનુભવવી પડે. 


Rate this content
Log in

Similar gujarati story from Drama