Pallavi Gohel

Romance Inspirational

4  

Pallavi Gohel

Romance Inspirational

સાચી લાગણી

સાચી લાગણી

2 mins
410


જમનાદાસ અને સુખરામ નાનપણનાં મિત્રો, બંનેએ પોતાની મૈત્રીને સંબંધમાં બદલવાનો નિર્ણય લીધો. આખરે સુખરામની શ્યામા અને જમનાદાસના સુંદરનો સગપણ નક્કી કરી દેવામાં આવ્યો. માતા- પિતાનો નિર્ણય શિરોમાન્ય એવાં સંસ્કારોમાં ઘડાયેલાં શ્યામા અને સુંદરે પણ હામી આપી દીધી.

શ્યામા નામ જેવી જ શ્યામવર્ણી પણ ખૂબજ નમણી અને સુંદર તેનાં નામને યથાર્થ કરતો દેખાવડો છ ફૂટ ઊંચો અને રૂપાળો છોકરો. વેવિશાળની તારીખ આવી, લગ્ન લેવાયાં અને લીલાં તોરણે બંને ઘરોમાં આનંદ છવાઈ ગયો. વાજતેગાજતે લગ્ન સંપન્ન થયાં.  સુંદરે શ્યામા સાથે લગ્ન તો કરી લીધાં પણ એ શ્યામાને પોતાનાં હૃદયમાં સ્થાન ન આપી શક્યો. માંડ બાર ચોપડી ભણેલી અને રંગે પણ શ્યામ એવી શ્યામાને તે ચાહીને પણ પ્રેમ નહોતો કરી શકતો. બીજી તરફ શ્યામા પોતાનાં માવતરનાં સંસ્કારોને યથાર્થ કરતી, એક વહુ તરીકેની બધી જવાદારીને ખૂબ જ કુશળતાથી પૂરી કરી રહી હતી. પતિના પ્રેમથી વંચિત રહી હોવાં છતાં તેણે ક્યારેય કોઈ સામે ફરિયાદ પણ નહોતી કરી.

ઘરમાં સહુથી નાની કલા ભાભીની આ વ્યથાને ભાઈ સુંદરનાં કેટલાંક વ્યવહારથી સારી રીતે સમજી ગઈ હતી. ભાભી પ્રત્યે તેનાં હૃદયમાં કૂણી લાગણી હોવાનાં કારણે, કલાથી ન રહેવાતાં મોટાભાઈ સુંદરને કહ્યું "ભાઈ નાનાં મોઢે મોટી વાત કરવાં જઈ રહી છું ,તને જો આમાં કંઈ વધારે પડતું લાગે તો મને માફ કરજે પણ ભાભીનું દુઃખ મારાથી નથી જોવાતું, એટલે ન છૂટકે આજે મારે તમને કહેવું પડે છે." સુંદર કલાની સામે મૂક બની જોઈ રહ્યો હતો.

કલાએ એક ઊંડો શ્વાસ લઈ ફરી વાત શરૂ કરતાં સુંદરને કહ્યું, "તમે એને પત્ની તરીકે અપનાવી ન હોવાં છતાં પણ એમણે આ ઘરને અને અમને દિલથી અપનાવી લીધાં છે, તમારી અત્યાર સુધી એકપણ ફરિયાદ નથી કરી. ઘરની, મમ્મી-પપ્પાની જવાબદારી પણ કેટલી કુશળતાથી ઉપાડી લીધી છે ! મને સગી બહેન કરતાં વિશેષ પ્રેમ આપે છે. આ એમની આપડાં અને ઘર પ્રત્યેની સાચી 'લાગણી' જ તો છે, આથી વિશેષ બીજું શું જોઈએ ભાઈ ? ભાભી શ્યામ રંગ જરૂર છે પણ એમનાં ગુણ દૂધ સમાન શ્વેત રંગ કરતાં પણ ઉજળાં છે. ભાઈ તમે ભૂલ કરી રહ્યાં છો ભાભીનાં ગુણોને તેનાં શરીરનાં રંગ સાથે ન તોલો. ભાઈ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો એ જ જીવન માટે ઉત્તમ છે, હજું પણ મોડું નથી થયું ભાભીનાં રૂપને નહીં એનાં ગુણને પ્રેમ આપી દે એને પત્ની તરીકે અપનાવી લે".

કલાની વાતોએ સુંદરનાં મન પર ઊંડી અસર કરી, કેટલાંય દિવસો સુધી એ શ્યામાનાં ગુણોથી અંજાતો રહ્યો. સુંદરના મન પરથી શ્યામાનાં શ્યામ રંગનો વસવસો ઉતરી એનાં ગુણોનો શ્વેત રંગ ચડવાં લાગ્યો. તેનાં હૃદયનાં એકએક ખૂણે શ્યામા પ્રત્યે સાચી 'લાગણીનો' સેતું બંધાવા લાગ્યો.

ચોમાસાની એક સાંજે વરસાદમાં ભીંજાયેલી શ્યામાને જોઈ સુંદર પહેલીવાર એનો ધબકાર ચૂકી ગયો. શ્યામાની ધીરજને સુંદરનાં જીવનમાં પત્નીની સાથે આજે પ્રેમીકાનું સ્થાન પણ મળી ગયું. બે હૈયાં પ્રેમની 'લાગણીથી' લથબથ આજે એક થઈ ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance