Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Mittal Purohit

Action Inspirational


4  

Mittal Purohit

Action Inspirational


સાચી કુરબાની -૧

સાચી કુરબાની -૧

4 mins 889 4 mins 889

"હેલ્લો ! હું આવું છું " આટલું બોલતા જ ફોન સંપર્ક બહાર થઈ ગયો. પણ આ શબ્દો એ જાણે દુનિયાભરની ખુશીઓ એક પળમાં આપી દીધી. ઘરમાં જાણે દિવાળી આવી હોય એમ ઘરને શણગારવામાં આવ્યું, અલગ અલગ મીઠાઈઓ બની, રંગોળી પૂરાઈ, ફૂલોથી ઘરને સજાવવામાં આવ્યું, ઘરમાં ઉલ્લાસ ભર્યું વાતાવરણ છવાઈ ગયું. આખા ગામમાં દરેક ઘરને એટલું જ સજાવવામાં આવ્યું, દરેક ઘરમાં એના આવવાનો એ ઉત્સાહ અનેરો હતો. દાદાજી એ રીતુને પૂછ્યું,

"રીતુ! તેં ભાઈને પુછ્યું નહીં કે ક્યારે આવે છે ?"

રીતુ બોલી "દાદા જી ! હું આવું છું એટલું જ ભાઈ બોલ્યા અને ફોન કટ થઈ ગયો".રીતુનું વાક્ય પૂરું કરે એ પહેલાં જ મનુભાઇ બોલ્યા,

"મારો દિકરો આવે છે એ વાત જ મને બહું આનંદ આપે છે, ક્યારે આવશે ? એ જ ઈંતેજારી વધુ ખુશી આપશે"..

મંજુ બહેન પણ વચ્ચે બોલી ઉઠ્યા, "તમારો એકલો નહી મારો પણ લાડલો છે, હું તો ગામમાં કહી આવી કે આ વખતે તો એને પરણાવીને જ મોકલીશ".

ફરી પાછી રીતુ બોલી," મારો ભાઈ તમારા માટેની મારા માટે આવે છે રક્ષા બંધન છે એટલે." એમ વાતો કરતા સૌ હસવા લાગ્યા.દાદા, માતા-પિતા અને બહેન બધા જ ઘરના એકના એક દીકરા મોહિતની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા.

'મોહિત શર્મા, એક ખડતલ,નીડર, દેશની સેવા માટે સરહદ પર ગયેલ નૌજવાનો માંનો એક જવાન. દેશમાં શાંતિ બની રહે એ માટે રાત - દિવસ જીવને અનેક પ્રકારના કષ્ટોમાં મુકી દુશ્મનોના અચાનક થયેલા હુમલા સામે અડીખમ લડતા સૈનિકોમાંથી એક હતો આ પરિવારનો લાડલો મોહિત.

બધા જ મોહિત ક્યારે આવશે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. દરેકની આંખોમાં એક અગમ્ય આનંદ અને ઈંતેજારી હતી. સવાર-સાંજ અચાનક આવનારા દિકરા મોહિતના આવકાર માટે અનેક પકવાનો બનતા હતા.અને રાત પડે પકવાન નિરાશા સાથે ઠંડા પડી જતા. ત્રણ દિવસ થયા આ વાતને આજે તો ચોક્કસ મોહિત આવશે એ વાતની ખાતરી અને ઊંડો ઊંડો વિશ્વાસ આજે દાદાના વૃધ્ધ ધ્રુજતા હ્રદયમાં હતો." દાદા ! કેમ આજે ચૂપ બેઠા છો ?" રીતુના સવાલે દાદાને મૌનમાંથી જગાડ્યા." ખબર નહી કેમ, બસ આજ મારો મોહિત જરુર આવશે એવી ખાતરી છે, પણ જોડે કંઈક ગભરામણ થાય છે, "

'તમારી ગભરામણ યોગ્ય છે બાપુજી, મોહિત બોર્ડર પરથી નીકળવાનો જ હતો એ જ સમયે ત્યાં દુશ્મન ઓ એ આતંકી હુમલો કર્યો.' બોલતાં જ મનુભાઇ ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા. રીતુ ભાઈને રાખડી બાંધવાના અરમાન સાથે રડી રહી. મંજુબેન તો રીતસર ઘરના ઉબંરામાં ફસડાઇ પડ્યા. ધીમે ધીમે ફળીયામાં, ગામમાં બધે જ વાત ફેલાતા, લોકો ટોળે થવા લાગ્યા.

થોડા દિવસો પહેલા જે ખુશીઓનું આગમન હતું, વાતાવરણમાં જે ઉત્સાહ હતો એ અચાનક દુઃખ અને એક આશંકામાં પ્રવર્તતી લાગી. ટી.વી પર સમાચારમાં શહીદોના નામ બોલાવવા લાગ્યા. એક પછી એક ઘરના સર્વે અને ગામના અનેક લોકો બાધાઓ રાખવા માંડી. પૂરા અડતાલીસ કલાક પછી રડતી આંખે ઉજાગરા, ઈંતેજારી અને ડર સાથે વીતાવ્યા. અડતાલીસ કલાક પછી ફોનની રીંગ ફરી રણકી. રીતુ એ એક આશા સાથે દોડીને ફોન ઉપાડ્યો, સામે છેડે ફક્ત એટલો જ અવાજ આવ્યો, "મોહિત શર્મા શહીદ હો ગયે" રીતુ એ એક મોટી ચીસ પાડી, ઘરનાં સૌ સમજી ગયા. એક શાંતિ અચાનક રુદનમાં પલટાઈ ગઈ.

રીતુની રાખડી, મંજુબેનના દીકરાને પરણાવવાની ઈચ્છા, મનુ ભાઈનો ઇંતજાર અને દાદાજીના ધ્રુજતા ડગલાંની લાકડી. બધું થોડી જ વારમાં ભસ્મીભૂત થઈ ગયું. બધાએ પોતાના દુ:ખને છુપાવી અને એક શહીદના અંતિમ સંસ્કારની તૈયારી કરી.

બીજા દિવસે સવારે જ્યારે અન્ય સૈનિકો, શહીદના શબને લઈને આવ્યા ત્યારે વાજતેગાજતે સૌ એ દુ:ખને છુપાવી આવકાર્યું. ચહેરો બહુ જ બિહામણો થઈ ગયો હોવાથી ખુલ્લો રાખી શકાયો નહિ. ઘર અને ગામમાં એક શાંતિ છવાઈ ગઈ હતી. લોકો દ્વારા શહીદને ફૂલો અને શબ્દો દ્વારા તથા રાષ્ટ્રીય ગાન દ્વારા સૌ એ સલામી આપી.

મંજુ બેન દિકરાને ઘોડે ચડાવવાના સપના જોતા અને દિકરાની અર્થી જોઈ ખૂબ રડ્યા. બહેનના હાથમાં રાખડી હતી એ એણે ભાઈની કલાઈ પર બાંધી. મનુભાઇએ દીકરાના શબને છાતી સરસો ચાંપીને એક શહીદને સલામી આપી આંશુ રોકી લીધા. દાદાજીએ ધ્રુજતી લાકડીના ટેકાથી પૌત્રના માથે હળવું ચુંબન કર્યું. શહીદની અંતિમ ક્રિયાની બધી જ તૈયારી ઓ થઈ ચૂકી હતી. સૌની આંખોમાં દુ:ખ અને ગર્વ મિશ્રિત આંશુ હતા.

"જય હિન્દ! જય હિન્દ ! " અવાજ આવતાં જ દાદાજીના વૃધ્ધ કાન અવાજની દિશા માં દોડ્યા. ધ્રૂજતી લાકડી સાથે ધ્રુજતા પગ પણ ઘરના ધ્વાર તરફ ખેંચાવા લાગ્યા. ત્યાં જ ફરી ભીડ ને ચીરતો "જય હીન્દ!"નો અવાજ સૌના કાનમાં અથડાયો. દોડી =ને રીતુ બહાર આવી." ભાઈ ! શબ્દ બોલતાં જે ભેટીને રડી પડી. સૌ આનંદ અને આશ્ચર્ય =થી જોવા લાગ્યા. મોહિત સામે છે તો શબ કોનું=? સૌ ને એ સવાલ મુંઝવવા લાગ્યો.....

(ક્રમશ:)


Rate this content
Log in

More gujarati story from Mittal Purohit

Similar gujarati story from Action