Jay D Dixit

Thriller Drama

5.0  

Jay D Dixit

Thriller Drama

રવિવાર, બપોરે બે થી પાંચ

રવિવાર, બપોરે બે થી પાંચ

2 mins
700


"આદિત્ય" પાંચ સિતારા હોટેલના રિસેપ્શનનું આ સાપ્તાહિક દ્રશ્ય છે. રવિવારે બે વાગ્યામાં પાંચ મિનીટ બાકી હોય અને ત્યાં મેનેજર કોઈ પણ અટેન્ડન્ટને બોલાવે. રૂમ નંબર ૧૦૧૦ ની ચાવી આપે, અટેન્ડન્ટ કઈ પણ સવાલ કર્યા વગર ચાલ્યો જાય. અટેન્ડન્ટ સીધો દસમા મળે પહોંચીને રૂમનું બારણું ખોલીને રૂમ ચેક કરી લે, બહાર "Do Not Disturb" નું લેબલ લગાવી દે અને પછી પગલૂછાણીયા નીચે ચાવી મૂકીને ચાલ્યો જાય. એ પછી એ રૂમ તરફ કોઈ પણ કોઈ જ તકેદારી લેતું નહીં. તકેદારી સહુએ રાખવી હોય પણ મેનેજરના ડરથી ત્યાં કોઈ ફરકતું સુધ્ધા નહીં.


મી. ડેનીઅલ લોબેલો, મૂળ ભારતીય પણ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરીને ક્રિશ્ચન બનેલા ગોઆના એક કોમન મિડલ ક્લાસ જવાબદારીઓથી લદાયેલો સજ્જન. એમની એન્ટ્રી બરાબર બે વાગ્યાની આસપાસ થાય, એક ટેક્સી "આદિત્ય" હોટેલના ગેટ પર આવીને ઉભી રહે, ટેક્સીવાળાને પૈસા પણ ન ચૂકવે અને એ સીધા રીસેપ્શન પર એક નજર નાખીને લીફ્ટ તરફ ચાલ્યા જાય અને ત્યાંથી દસમાં માળે. આ પછી બરાબર બે વાગીને દસ મીનીટે એક બીજી ટેક્સી આદિત્યના એન્ટ્રન્સ પર આવી ઉભી રહે, એને પણ પૈસા ન ચૂકવાય અને એમાંથી ઉતરેલ રીટા મી.લોબેલોની જેમ જ લિફ્ટથી સીધા દસમાં માળે પહોંચી જાય. હોટેલવાળા જ બંને ટેક્સીના પૈસા ચૂકવી દે. બરાબર પોણા પાંચ વાગ્યે રીસેપ્શન પર રૂમ નંબર ૧૦૧૦માંથી ફોન આવે, એ કોઈ ઉઠાવે નહિ અને બે રીંગ વાગ્યા પછી બંધ થઇ જાય. પાંચમાં દસ મિનીટ બાકી હોય ત્યાં રીસેપ્શન પરથી રૂમ નંબર ૧૦૧૦ માં ફોન જોડાય, બે રીંગ વાગે અને ફોન મૂકી દેવાય. લીફ્ટ દસમા માળેથી નીચે આવે, મો.લોબેલો અને રીટા મંદ મંદ મુસ્કુરાતા બહાર આવે, એક પ્રેમભરી નજર એકબીજાને જુએ અને બે અલગ અલગ ટેક્સીમાં બેસી જાય. બંને ટેક્સી ચાલી નીકળે.


બંનેની ઉંમર આધેડ કહી શકાય કારણકે બંનેના બાળકો પરણવાની ઉંમરે હતા. અને આવું છેલ્લા ત્રણ વર્ષથી દર અઠવાડિયે ચાલતું.


મી.લોબેલોની ટેક્સી એમના ઘરના બારણે "આદિત્ય"માંથી નીકળ્યા બાદ લગભગ પચ્ચીસ મિનિટની આસપાસ પહોંચતી. પોતાના ઘર તરફ જોઇને જ એમનો આનંદિત ચહેરો જરા ઉતારી જતો. છતાં, એ પોતાના ઘર તરફ ચાલ્યા જતા અને હિંચકે બેસી જતા. બહાર મોટું આંગણું, બે બેડરૂમ-હોલ-કિચનનું સામાન્ય મકાન, ઘરડા માતા પિતા, એક દીકરી અને એક દીકરો, અને... દીવાલે લટકતી એક તસ્વીર.. એવી જ પરિસ્થિતિ રીટાની પણ હતી, માપુસા માર્કેટ ફરીને એ પણ ઘર તરફ જતી ત્યારે લોબેલો સાથે વિતાવેલી ક્ષણેક્ષણ યાદ કરતા એ ખીલી ઉઠતી અને પછી આંખો નમ થઇ જતી.. ટેક્સી ઘરના આંગણે બ્રેક મારતી અને એની સાથે થતી પોતાની વાતોને પણ ત્યાં જ બ્રેક લાગી જતી.


મેનેજર લગભગ સવા પાંચ વાગે, આવનારા રવિવાર માટે મી લોબેલોના નામથી રૂમ નંબર ૧૦૧૦ બૂક કરી દેતો.


રીટા, ઘરમાં પ્રવેશતાની સાથે જ દીવાલ પર લટકેલા પોતાના મેરેજ વખતે પડાવેલા ફોટોને જોતી, મુસ્કુરાતી, સાસુ-સસરાને એમના રૂમમાં મળતી, દીકરાને એના રૂમમાં અને પછી દીકરીના રૂમમાં જઈને શ્વાસ ખાતી. બહાર હિંચકાના કડામાંથી ચૂં..ચૂં.. અવાજ આવ્યે રાખતો.


Rate this content
Log in

Similar gujarati story from Thriller