રોકાયેલ ફેંસલો:
રોકાયેલ ફેંસલો:
રોકાયેલ ફેંસલો:
૧૪ એપ્રિલ, ૧૮૬૫વોશિંગ્ટનની સાંજ સામાન્ય હતી,પણ શહેરની હવા અંદરથી કંઈક અજાણી તંગદિલી લઈને ફરતી હતી.
Ford’s Theatreમાં રાષ્ટ્રપતિ Abraham Lincoln હાસ્યભર્યું નાટક જોઈ રહ્યા હતા.
મંચ પર કલાકારો ની હળવી મજાક ચાલતી હતી, ત્યારે, એકાએક એક ગોળીનો ચીરતો અવાજ.
થિયેટર એક ક્ષણમાં જ સન્નાટામાં ફેરવાઈ ગયું.લોકો ઊભા થઈ ગયા, ચીસો, ગભરાટ, દોડધામ.રાષ્ટ્રપતિ જમીન પર ઢળી પડ્યા.
હત્યા કરનાર John Wilkes Booth આંખ ના પલકરા માં અંધકારમાં ગાયબ થઈ ગયો.
આખુ અમેરિકા ધ્રૂજી ઉઠ્યું.થોડા દિવસોમાં જાહેરાત થઈ,
બૂથ માર્યો ગયો છે.
અને કેસ બંધ.
પરંતુ ઇતિહાસ ક્યારેય એટલો સરળ નથી હોતો.
પાંચ મહિના પછી, અદાલતનો દરવાજો ખૂલ્યો
વોશિંગ્ટનની એ હતી એક જૂની અદાલત.
લાકડાની બેન્ચો , પીળાશ પકડેલી જૂની દીવાલો, અને છત પરથી લટકતા બેલજીયમ ના ઝૂમ્મર .જે હળવા પવનમાં કંપતા હતા,જાણે કોઈ અદૃશ્ય સત્યને હલાવના હોય.
ન્યાયાધીશના હથોડા પાસે ધૂળની પાતળી પરત હતી.
આજે તેમનો હથોડો માત્ર કેસ નહીં, ઇતિહાસને ઝાટકો આપવાનો હતો.
અદાલત ખચો ખચ ભરાઈ ગઈ હતી.
વકીલો, પત્રકારો, સામાન્ય લોકો.
દરેકની આંખોમાં એક જ પ્રશ્ન:
“શું કેસનો ચુકાદો ફરશે, કેસ ફરી ખૂલશે?”
ત્યારે દરવાજો ધીમે ધીમે ખૂલ્યો.
એક અજાણી સ્ત્રી અંદર આવી.
તેના હાથમાં એક જૂની, પીળી પડેલી ડાયરી હતી.
માય લોર્ડ... લો આ ડાયરી, અને તેની નોંધલો “આ મારા પિતાની છે,”
તે બોલી.“તેઓ એ રાત્રે થિયેટરમાં સુરક્ષા ની ફરજ પર હતા…
અને તેમણે કહ્યું હતું, અદાલતમા સત્ય હજુ પૂરું બહાર આવ્યું નથી.
”અદાલતમાં ફસફસાટ ફાટી નીકળ્યો.
સ્ત્રીએ ડાયરી ખોલી. જયુરી ગણ ને સુપરત કરી..
પાનાં જૂના હતા, શાહી ફીકી હતી,
પણ શબ્દો હજુય જીવંત હતા .
“બૂથ એકલો નહોતો… યોજના બહુ મોટી હતી… અને તેમાં એવા લોકો સામેલ હતા જેમને દેશ આજે પણ સન્માન આપે છે.
”સરકારી વકીલના કપાળ પર પસીનો ચમક્યો.
બચાવ પક્ષે ટેબલ પર હાથ મારીને કહ્યું,
“માય લોર્ડ, આ કેસ ફરી ખોલવો જ પડશે!”
ન્યાયાધીશે ચશ્મા ઉતારીને ધીમે કહ્યું,
“અદાલત શાંતિ રાખે.”
પણ શાંતિ માંગવાથી ક્યાં મળવાની હતી?
શાંતિ તો માત્ર દીવાલો પરના સૂત્રો સુધી સીમિત હતી.
અંદર બેઠેલા દરેક માણસના મનમાં તોફાન ચાલતું હતું.જૂના પુરાવા ફરી તપાસાયા
એક ગોળીનો ખૂણો,
એક ગાયબ પત્ર,
એક અજાણ્યો સાક્ષી.બધું એકબીજાને ખંડિત કરતું હતું.
કોઈ પુરાવો સંપૂર્ણ નહોતો,
પણ કોઈ પુરાવો ખોટો પણ નહોતો.ન્યાયાધીશે કહ્યું,
“જો આ સાચું છે, તો ઇતિહાસે કદાચ અધૂરો ચુકાદો આપ્યો છે.
”અદાલતમાં સન્નાટો છવાઈ ગયો."
પાછળની બેચ પરથી એક વૃદ્ધ માણસ ધીમે ઊભો થયો.
તેના પગ કંપતા હતા,પણ અવાજમાં એક અજાણી સખ્તાઈ હતી.“ માય લોર્ડ,હું પણ ત્યાં હતો,”
તે બોલ્યો.
દરેક માથું તેની તરફ વળ્યું.“
મેં એક નહિ બે માણસોને ભાગતા જોયા હતા…
"પણ મને ચૂપ રહેવા માટે ધમકી આપવામાં આવી હતી.”
ન્યાયાધીશ આગળ ઝૂક્યા.
વકીલોની પેન અટકી ગઈ.
ઘડિયાળનો ટિક-ટિક પણ જાણે એક ક્ષણ માટે અટકી ગઇ .
અને અદાલત બીજા ફીવસ ની સવાર સુધી મુલતવી રહી.
આ સમય દરમ્યાન ક્ષણો સત્યનો શ્વાસ હતી.
અને તે જ રાત્રે.
ચોરનાર ની ચાર નહિ ચાલીસ આંખ અને ચાલીસ હાથ.
અદાલત મા રજુ કરેલ નવો અને મુખ્ય પુરાવો પણ ગાયબ
અદાલત ખાલી હતી.
ચાંદની બારીમાંથી અંદર આવી રહી હતી.
ડાયરી પુરાવા-કક્ષામાં કાચના બોક્સમાં રાખેલી હતી.
પણ સવારે—કાચ તૂટેલા .
તાળું જમીન પર પડેલું.
અને ડાયરી જ
ગાયબ.
સુરક્ષા કર્મચારીનો અવાજ કંપતો હતો:
“સર… પુરાવો…ગાયબ.. ખબર નથી…અમે દરવાજો સાચવી બેઠા હતા, આ બારીએ થી કોઈ બદમાશ નું કામ લાગે છે..
”અદાલતમાં ફરી સન્નાટો છવાઈ ગયો.
આ સન્નાટો હવે માત્ર શાંતિ નહોતો,
આ અધૂરા સત્યનો સન્નાટો હતો.
આખરી ક્ષણે અદાલત નો ચુકાદો ફેરબદલી થતાં અટકી ગયો...
અંતિમ નોંધ
લિંકન જી ના મૃત્યુ નો કેસ તો બંધ થયો નહીં.
ન્યાયાધીશે પરંતુ એટલું જરૂર લખ્યું:
“અદાલત ધણી વખત વણધારેલ ફેંસલો આપે છે, અને સત્ય હાથતાળી આપી ક્યારેક અધૂરું રહી જાય છે.”
અને
પરિણામે આ કેસ ઇતિહાસમાં, એક પ્રશ્ન / કોયડો બની આજે પણ જીવતો રહ્યો છે...
ફેંસલો થયો હતો…
કે માત્ર રોકાઈ ગયો હતો?
એ ન્યાયની દેવી ને ખબર...!!!
ડિસ્ક્લેમર
આ વાર્તા સંપૂર્ણપણે કલ્પિત છે અને સાહિત્યિક હેતુ માટે લખવામાં આવી છે.
ઐતિહાસિક પાત્રો અને ઘટનાઓ વાસ્તવિક છે,પણ અદાલતી વળાંકો, પુરાવા અને સાક્ષીઓ સંપૂર્ણપણે કલ્પિત છે.

