દસ્તુરજી અને ડોલી ~ભારે થઇ.
દસ્તુરજી અને ડોલી ~ભારે થઇ.
દસ્તુરજી અને ડોલી ~ભારે થઇ.
બાંદ્રાની પારસી ચાલ
મુંબઈના બાંદ્રાની એક સો વર્ષ જૂની પારસી ચાલ.
લાલ કૌલાંવાળું છાપરું, લાંબી લાકડાની ગેલેરી, ઝૂલતા હીંચકા, જૂના પીળા દીવાઓ અને દર સવારની ચા અને ખારી બિસ્કિટની સુગંધ.
ચાલમાં બધાં એકબીજાને નામથી ઓળખતા.
ત્રીજા માળે ફ્લેટ નંબર ૧૭માં રહેતાં હતાં— દસ્તૂરજી અને બાજુના ફ્લેટ નંબર 18 મા ડોલી રંગવાલા .બંને વાંઢા.. પણ માયાળુ.
રૂસ્તમ દસ્તૂરજી નિવૃત્ત બેન્ક મેનેજર. પૈસાની ગણતરીમાં સપના. મા પણ ભૂલ ન કરે.
ડોલી આખી ચાલનું ધબકતું હૃદય. કોઈને દવા જોઈએ, કોઈને મોબાઇલ ચલાવવો શીખવો હોય કે કોઈની ઑનલાઇન ટિકિટ બુક કરાવવી હોય—ડોલી હાજર.
સાંજે પાંચ વાગે બંને ગેલેરીમાં બેસીને સાથે ઈરાની ચા પીતા.
એ જ સમયે પડોશી ફરેદુન કાકા દોડતા આવ્યા. દસ્તુર બાવા "ભારે થઇ".
"દસ્તૂરજી... જુઓ ને! મેં એક નવી ઇન્વેસ્ટમેન્ટ એપમાં પાંચ લાખ રૂપિયા નાખ્યા હતા... આજે મારું આખું ખાતું દેખાતું નથી!"
ચાલમાં સન્નાટો છવાઈ ગયો.
દસ્તુરબાજી નેંખ્યાલ આવી ગયો.. કે કાંઈ મોટો ગોટાળો છે..
કોઈની જીવનભરની બચત હતી.
ત્યાં જામશેદ રડતી સુરત લઇ આવ્યો. મેં દીકરીના લગ્નના પૈસા ગુમાવ્યા છે બાવા .
કોઈએ નિવૃત્તિનું ભંડોળ.
ડોલીની આંખોમાં આંસુ આવી ગયા.
દસ્તૂરજીએ માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો,
"ફરેદુન... આ એપ, તને કોણે ભલામણ કરી હતી?"
"વોટ્સએપ પર એક મિત્રના નામે મેસેજ આવ્યો હતો..."
દસ્તૂરજી સમજી ગયા.
આ સામાન્ય ચોરી નહોતી.
આ તો વિશ્વાસની લૂંટ હતી.
તે રાત્રે ડોલીએ દસ્તુરજી ને પૂછ્યું,
"શું આપણે કંઈ પણ ન કરી શકીએ?"
દસ્તૂરજી બારીમાંથી વરસાદમાં ભીંજાતી મુંબઈને જોતા રહ્યા.
પછી બોલ્યા,
"ડોલી... આ લડાઈ પૈસાની નથી. આ લડાઈ વિશ્વાસ પાછો લાવવાની છે."
એ જ ક્ષણે બંનેએ નક્કી કર્યું—
જે ગેંગે પારસી ચાલના નિર્દોષ લોકોને લૂંટ્યા છે, એ ગેંગને શોધીને કાયદાના હવાલે કરવા જ.
અને એ સાથે શરૂ થઈ...
દસ્તૂરજી અને ડોલીની સૌથી જોખમી સફર.
દસ્તૂરજી અને ડોલીની સફર હવે સાચા અર્થમાં શરૂ થાય છે
બંને વાંઢા પણ માયાળુ હીરોની ધબકતી ધડકન સાથે.દસ્તૂરજી અને ડોલી, રાતનો વરસાદ અને એક નિર્ણય તે રાત્રે લેવાઈ ગયો.ચાલની લાંબી લાકડાની ગેલેરીમાં વરસાદના ટીપાંઓ ટપકતા હતા. પીળા દીવાઓની રોશનીમાં દસ્તૂરજીનો ચહેરો વધુ ગંભીર લાગતો હતો. ડોલી હાથમાં ગરમ ચા લઈને ઉભી હતી."દસ્તૂરજી… આપણે ક્યાંથી શરૂ કરીએ?"
ડોલીના અવાજમાં ડર નહોતો—દૃઢતા હતી.દસ્તૂરજીએ ચાની ચુસકી લીધી.
"ડોલી… ચોરો પૈસા ચોરી શકે, પણ ભૂલ કરે છે. અને ભૂલ એ જ છે, આપણા પગલાં."
પહેલું પગલું : ફરેદુન કાકાનો મોબાઇલ માગવી લે. ડોલી એ સંદેશ મોકલ્યો. અને ફરેદુન કાકા રડતા-રડતા પોતાનો ફોન લઈને આવ્યા.
"આ મેસેજ… આ લિંક… બસ એટલું જ છે મારી પાસે ."દસ્તૂરજીએ ચશ્મા ચડાવ્યા.
"ડોલી, આ લિંકનો ડોમેન જોતો . .xyz… .fun… .click… આ બધું ફ્રોડનું જંગલ છે."ડોલી તરત જ પોતાના લેપટોપ પર ટાઇપ કરવા લાગી.
"દસ્તૂરજી, આ સર્વર સિંગાપોરમાં છે. પણ ટ્રાફિક… અરે! ટ્રાફિક તો મુંબઈના અંધેરીમાંથી જ જાય છે!"
દસ્તૂરજી આખરે હસ્યાં .
"એટલે કે ગેંગ અહીં આપણી પકડમા જ છે."
બીજું પગલું : ચાલની જૂની ગેલેરીણી સીડી નીચે રૂમ ભાડે લેવા ક્લ્લુ આવેલો .બાંદ્રાની આ જુની પારસી ચાલમાં એક જૂનો નિયમ હતો.
કોઈ પણ અજાણ્યો માણસ ચાલમાં બે મિનિટથી વધુ ઉભો રહી શકતો નથી.
ડોલીએ કહ્યું,
"દસ્તૂરજી, ગયા અઠવાડિયે એક અજાણ્યો છોકરો આવ્યો હતો. બધાને રૂમ. ભાડે લેવાની લાલચ સાથે પૂછતો હતો—‘ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટમાં મદદ જોઈએ?’
"દસ્તૂરજીની આંખોમાં ચમક આવી.
"ડોલી, એ છોકરો કોણ હતો?"
"કોઈને ખબર નથી. પણ… તેણે ગેલેરીના ખૂણામાં કંઈક ચોંટાડ્યું હતું."
બંને ત્યાં દોડ્યા.
લાકડાની ગેલેરીના થાંભલા પાછળ એક નાનું કાળું સ્ટિકર હતું.
QR કોડ.દસ્તૂરજી બોલ્યા,
"આ QR કોડથી જ લોકો ફસાયા હશે."
ડોલીએ સ્કેન કર્યું.
સ્ક્રીન પર એક નામ ઝબૂક્યું—“Bombay Digital Growth Pvt Ltd”
દસ્તૂરજી હસ્યા.
"Bombay? Growth? Pvt Ltd?
ડોલી, આ તો ફ્રોડિયાઓની ફેક્ટરી છે."
આખરે QR કોડનો માલિક શોધવા ડોલીએ ડેટાબેઝ ખોલ્યું.
"દસ્તૂરજી, આ કંપનીનું રજિસ્ટર્ડ એડ્રેસ… અરે! અંધેરીના એક જૂના ગોડાઉનમાં છે.
"દસ્તૂરજી ઊભા થઈ ગયા.
ડોલી, આપણે ત્યાં જવું પડશે."
ડોલી ચોંકી.
"દસ્તૂરજી, જોખમ છે!"
"ડોલી, જોખમ તો ફરેદુન કાકાએ લીધું હતું. હવે આપણે લેવાનું છે."
મુંબઈની વરસાદી રાત અને અંધેરીના ગોડાઉન જવા બંને ટેક્સીમાં બેઠા.
વરસાદમાં ભીંજાતી મુંબઈની લાઇટો, રસ્તાઓ પર ભટકતા કૂતરાં, અને ટેક્સી ડ્રાઇવરનો જૂનો રેડિયો—
બધું જ તેમની સફરને ફિલ્મી બનાવતું હતું.ગોડાઉન સામે પહોંચ્યા.
અંદરથી કમ્પ્યુટરોના અવાજ આવતો હતો.ડોલીએ ધીમેથી કહ્યું,
"દસ્તૂરજી… અંદર કોઈ છે."
દસ્તૂરજીએ દરવાજો ધકેલ્યો.અંદર ત્રણ યુવાન છોકરાં બેઠાં હતાં.
લૅપટોપ, મોબાઇલ, અને ફેક એપ્સ બનાવવાની આખી લેબોરેટરી.
એક છોકરો ચોંકીને ઊભો થયો.
"કોણ છો તમે?"
દસ્તૂરજી શાંતિથી બોલ્યા,
"અમે? અમે એ લોકો છીએ, જેમને તમે લૂંટ્યા છો."
અને ડોલીએ છુપાયેલ મેગનેટ કાઢ્યું. છોકરાઓ બેફિકર હતા .
પણ ડોલીએ પોતાના બેગમાંથી કંઈક કાઢ્યું.એક નાનું પોર્ટેબલ નેટવર્ક જામર.
"દસ્તૂરજી, મેં આ ફરેદુન કાકાના વાઇફાઇ માટે ખરીદ્યું હતું… પણ આજે કામ આવી ગયું."
છોકરાઓના ફોન બંધ.
લૅપટોપ બંધ.
નેટવર્ક બંધ.દસ્તૂરજી હસ્યા.
"ડોલી, તું તો ચાલની Sherlock Holmes છે!"
ડોલીએ તરત જ પોલીસને કોલ કર્યો.જોતજોતામાં પોલીસ આવી ગઈ. અને આખી ગેંગ પકડાઈ ગઈ.ફરેદુન કાકાના પાંચ લાખ,
જામશેદ ની દીકરીના લગ્નના પૈસા,
નિવૃત્તિનું ભંડોળ—
બધું પાછું મળ્યું.
અગલી સવાર : ચાલમાં ઉજવણીબાંદ્રાની પારસી ચાલમાં સવારની ચા અને ખારી બિસ્કિટની સુગંધ આજે વધુ મીઠી હતી.ફરેદુન કાકા દસ્તૂરજીને ગળે મળ્યા.
"તમે તો ચાલના James Bond છો!"ડોલી હસીને બોલી,
"અને હું બોન્ડ નથી બાવા. આય ડૉલી ની કરામત હતી !"
ચાલમાં હાસ્ય ફાટી નીકળ્યું.
દસ્તૂરજી ગેલેરીમાં બેઠા.
ડોલી બાજુમાં."ડોલી… હવે શું?"
ડોલીએ ચાની ચુસકી લીધી.
"દસ્તૂરજી… ચાલમાં તો રોજ કોઈને કોઈ મુશ્કેલી હોય છે.
ચાલો, આપણે એક ટીમ બનાવીએ.
પણ પહેલા. તુ ધાનશાક બનાવ, હું પોપ્લેટ લઇ. ને આવું છું.
‘દસ્તૂરજી & ડોલી ને ચાલના લોકો એ પ્રોટેક્શન સર્વિસ નો કોન્ટ્રાક્ટ લખી દીધો ’
"દસ્તૂરજી હસ્યા.ભારે થઇ...
"ડોલી, તું તો CEO બની ગઈ!"
દસ્તૂરજી: "ડોલી, મુંબઈમાં ચોરો ક્યારેય ખૂટવાના નથી... એટલે આપણું કામ પણ ક્યારેય પૂરું થવાનું નથી."
ડોલી (હસીને): "તો કાલથી ઓફિસ શરૂ?"
દસ્તૂરજી: "હા... પણ ફી નહીં લઈએ."
ડોલી: "એમ કેમ?"
દસ્તૂરજી: "કારણ કે વિશ્વાસ બચાવવાનો ધંધો નફા માટે નથી થતો."
અને એ જ સમયે આખી ચાલ તાળીઓ પાડે છે.
ફરેદુન કાકા આગળ વધીને એક નાની પિત્તળની તકતી ભેટ આપે છે, જેના પર લખેલું હોય—
"દળ એસોસિયેટ ~દસ્તૂરજી અને ડોલી,બાંદ્રા પારસી ચાલના વિશ્વાસના ચોકીદાર."
