STORYMIRROR

Kalpesh Patel

Horror Thriller

5  

Kalpesh Patel

Horror Thriller

ખાલી ખુરશી.

ખાલી ખુરશી.

3 mins
7

ખાલી ખુરશી.

દિવસના અજવાળામાં પાલોઅલ્ટોની સડકો સામાન્ય લાગતી હતી.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રાચીન વિભાગમાં હજારો વિદ્યાર્થીઓ રોજ અભ્યાસ કરતા—

પણ એક એવી વાત હતી જેની ચર્ચા માત્ર દબાયેલા અવાજોમાં થતી.કહેવામાં આવતું કે યુનિવર્સિટીમાં એક લાયબ્રેરી એવી પણ છે
જે માત્ર મધરાત્રિ પછી જ ખુલે છે.

કોલેજના વિદ્યાર્થીઓ તેને “ધ ઘોસ્ટ લાઇબ્રેરી” કહેતા.
કોલેજના નકશામાં તેનું કોઈ નિશાન નહોતું,
કોઈ અધિકૃત રેકોર્ડમાં તેનો ઉલ્લેખ નહોતો.

પરંતુ દર વર્ષે એકાદ વિદ્યાર્થી અચાનક ગાયબ થઈ જતો—
એક વણથાંભયો ક્રમ.

ભારતીય મૂળનો નવો સંશોધન વિદ્યાર્થી અલોપ ગાંધી
આ અફવાઓને હાસ્યમાં ઉડાવી દેતો.પણ એક દિવસ, આર્કિયોલોજી વિભાગમાં તેને ચામડાના પૂંઠાવાળું એક જુનું પુસ્તક મળ્યું.પહેલા પાનાં પર માત્ર એક જ વાક્ય લખેલું હતું—

“જેને જો સત્ય જાણવું હોય,
તો આજે રાત્રે બરાબર બાર વાગ્યે
પાછળના ઓકના વૃક્ષ પાસે આવવું.

”અલોપે વિચાર્યું—કોઈ મજાક હશે.
પણ જિજ્ઞાસા તેને રાત્રે બાર વાગ્યે
ઓકના વૃક્ષ પાસે ખેંચી લઈ ગઈ.

સ્ટેનફોર્ડના ટાવરની ઘડિયાળે રાતના અગિયારના ટાંકોરા ગુંજ્યા.શાંત અને નીરવ વાતાવરણમાં એક અજીબ સન્નાટો છવાયો.અચાનક જમીન ધીમે ધીમે ધ્રુજવા લાગી.

ઓકના જુના વૃક્ષ પાછળની પથ્થરની દિવાલ સરકવા લાગી.
અને ત્યાં—

એક વિશાળ લાકડાનો દરવાજો દેખાયો.ઉપર પિત્તળના અક્ષરોમાં લખેલું હતું—

“જે અંદર આવે છે…
તે પોતાની યાદો બહાર મૂકી જાય છે.”

દરવાજો કોઈ અવાજ વગર પોતે જ ખૂલી ગયો.અંદર અગણિત પુસ્તકો હતાં.

પણ નવાઈ એ હતી—અહીં કોઈ વાચક નહોતો.
હતો ફક્ત એક વૃદ્ધ ગ્રંથપાલ.સફેદ કપડાં. લાંબી દાઢી.
અને
તેની આંખો… નહોતી.
માનવ ખોપરી ઉપરના ખાલી કાળા ખાડા.પણ તેનો અવાજ સશક્ત હતો—

“તું મોડો આવ્યો છે, અલોપ…
અમે તારી રાહ છેલ્લા સિત્તેર વર્ષથી જોઈ રહ્યા હતા.

”અલોપનું લોહી ઠંડું પડી ગયું.

“પણ… હું તો માત્ર બાવીસ વર્ષનો જ છું…

”વૃદ્ધ હળવેથી હસ્યો.“હોઈશ દીકરા…
પણ તે આ જન્મના.”

"વૃદ્ધે જૂના રેડિયોના એરિયલની જેમ પોતાના લાંબા હાથ ફેલાવ્યા..."
અને ,
રેકમાંથી એક પુસ્તક ખેંચી કાઢ્યું.
કવર પર અલોપનું નામ લખેલું હતું.

નાના પુસ્તકની અંદર—
અલોપનું આખું જીવન વૃતાતં લખેલું હતું.
અને આવતીકાલે સવારે
તેના મૃત્યુ પછીની વિધિનું વર્ણન પણ.

અલોપે પુસ્તક ડરીને બંધ કરી દીધું.
“આ ખોટું છે! બકવાસ છે!”

વૃદ્ધ શાંતિથી બોલ્યો—

“પુસ્તકો—અહીંના કે બહારના—
ક્યારેય ખોટા નથી હોતા.”

એ જ ક્ષણે આખી લાયબ્રેરીમાં
પુસ્તકો એકસાથે ખુલી ગયા.
દરેક પાનાંમાંથી અજાણી ફૂસફૂસાટ..

“અલોપ…તું થવાનો નવો ગ્રંથપાલ અને તુ અલોપ પણ થઇ જાય તે પહેલા અમને પણ વાંચ…”

“અમને મુક્ત કર…”

“અમારા અધૂરા ઓરતા પૂરા કર…”

હજારો અવાજો લયબદ્ધ ગૂંજવા લાગ્યા.

અલોપ આમતેમ દોડવા લાગ્યો.
પણ લાયબ્રેરીનો દરવાજો હવે ગાયબ હતો.

વૃદ્ધ ગ્રંથપાલ પણ ગાયબ.

બચી હતી માત્ર એક જ ખાલી ખુરશી.
તેના ઉપર લખેલું—

“મુખ્ય ગ્રંથપાલ.”

અલોપના હાથની ચામડી ઉપર
કરચલીઓ ઊભરાવા લાગી.
વાળ સફેદ થઈ ખરી પડવા લાગ્યા.
આંખોમાં અંધકાર છવાઈ ગયો.
તેના કાને ટાવર ની ઘડિયાળ ના બાર વગ્યા ના ટકોરા ગણ્યા.
અને તેને સમજાયું, તેના પણ બાર વાગી ચુક્યા છે...
કારણ.. કે 
લાયબ્રેરીની ખાલી ખુરશીને
નવા ગ્રંથપાલની જરૂર હતી.

બીજે દિવસે સવારે,
વિદ્યાર્થીઓએ ઓકના વૃક્ષ પાસે
એક બેક પેક પડેલી જોઇ .કવર પર કાળા અક્ષરોમાં લખેલું હતું—“અલોપ ગાંધી — રોલ નંબર 777.”કોઈએ તે બેગ ખોલવાની હિંમત ન કરી.

પણ તે જ રાત્રે,
બરાબર બાર વાગ્યે,
પથ્થરની દિવાલ ફરી સરકી…લાયબ્રેરી ફરી ખુલ્લી.

કારણ કે—આ રાત્રી લાયબ્રેરી ક્યારેય બંધ રહેતી નથી.
અને તે પોતાના આગામી ગ્રંથપાલની
શાંત, અવિરત રાહ જોતી રહે છે.

ડિસ્કલેમર
પ્રસ્તુત વાર્તા એક કલ્પિત રચના છે. તેમાં દર્શાવાયેલા પાત્રો, સ્થળો, ઘટનાઓ અને સંવાદો માત્ર રચનાત્મક અભિવ્યક્તિ માટે છે.
કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, સંસ્થા, યુનિવર્સિટી અથવા ઐતિહાસિક ઘટનાથી કોઈ સામ્યતા હોય તો તે સંપૂર્ણપણે સંયોગમાત્ર છે.

વાર્તામાં દર્શાવાયેલા અલૌકિક તત્વો, લાયબ્રેરી, ગ્રંથપાલ અને અન્ય પ્રતીકો કલ્પના અને મનોરંજન માટે રચાયેલા છે.
આ રચનાનો હેતુ વાચકને રહસ્ય, રોમાંચ અને કલ્પનાની દુનિયામાં લઈ જવાનો છે—
કોઈ વાસ્તવિક માન્યતા, પ્રથા અથવા દાવાને પ્રોત્સાહન આપવાનો નથી.

વાચકોએ આ વાર્તાને મનોરંજન અને સર્જનાત્મક અનુભવ તરીકે માણવી.




---



Rate this content
Log in

Similar gujarati story from Horror