બીજું જીવન.
બીજું જીવન.
બીજું જીવન.
સુરતનો દિનુ બગડીયા, તેના વરીયાવી દરવાજા પાસે આવેલા ફ્લેટના ચોથા માળે,સવારે દાઢી કરવા અરીસા સામે ઊભો થાય છે.
ટુવાલ વીંટી ઉભેલા દિનુને જોઈ અચાનક અરીસામાંનું પ્રતિબિંબ બોલી પડે છે :
“એ દિનુ, આજની દાઢી તો, તુ પછી કરજે… પરંતુ પહેલા મારી જ વાત સાંભળ!”
દિનુ ચોંકી જાય. મનમા બોલ્યો દિનુ બગડિયા તારો આજનો દીવાસ બગડ્યો..
અરીસામાંનો “બીજો દિનુ” એક જ રટ લઇ બેસેલો, બસ "મારી વાત સાંભળો"
ટુવાલને ટાઇટ કરી અરીસામા ફરી નજર કરી. ત્યાં તેને અલગ દિનુ દેખાયો બહુ જ બેફિકર, મસ્ત અને ટપોરિયો. કોઈ બીજું જ જીવન જીવતો...દિનુ..!!
દિનુ એ કાલે વાત કરશું, કહી છાલ છોડાવ્યો...
બીજા દિવસે સવારે એજ ક્રમ..પણ આજે થોડા વિનંતીના સ્વર સાથે
અરીસામાંનો દિનુ બોલ્યો :
હવે આજથી ઓફિસમાં ક્યારેય ટાઈમ પર ન જતો .
બીજું એ કે, તારા ટકલુ બોસને “બોસુ” કહીને બોલાવજે તેને મજા આવશે, તને મોડાં પડવા બદલા ઠપકો આપવાનું તે ભૂલી જશે!
અને તારી ટુન ટુન પત્નીને હવેથી “બેબી ક્વીન” કહેજે...લાભ મા રહીશ..!
દિનુએ બ્લુ શર્ટ પહેરવાં કાઢ્યું , અરીસામાંનો દિનુ કહે:
“મૂક બાજુમાં આ શર્ટ ? લોકો તને ‘ફૂલી બગડીયો ’ કહેવા લાગ્યા છે!”
તેને જલ્દી તીલાંજલિ આપ. અને આજે લાલ જર્સી અને જીન્સ પહેર..
દિનુ બગડીયો હવે ખરેખર અરીસાના જાંસામા આવી ચુક્યો હતો..
પણ લોક ઘસ્યું છોલ્યું કરી તને નિભાવતા રહેતા, અને બેટામજીમા હવા ભરાતી ગઈ..
આજે રાંધણ છટ હતી, અરીસામાંનો દિનુ કહે:
“આજે ઓફિસ ન જા … તારો બોસ ‘મૂડ-લેસ’ રહેવાનો છે.
તુ ઘરે રહીને તારી બેબી કવિનને રસોઈમા મદદ કર અને ભજીયા ખાજે .”
દિનુ અરીસા ની વાત માને છે, ઓફિસમા રજા રાખી.
બેબી કવિનને ફૂલ મજા.. વગર પૈસાનો રસોઈયો હાજર હતો.
ત્યાં બોસ દિનુને ફોન કરે છે :
“દિનુ, તું ક્યાં ખોવાયેલો છે?”
“સર… મારાં અરીસાએ કહ્યું કે તમે મૂડ-લેસ રહેવાના છો.” એટલે તમારો વધારે ક્યાં મૂડ ખહરાબ કરું.
બોસ: તારો “અરીસો ભવિષ્ય જોતો લાગે છે ?!, હા મારો મૂડ આજે તો ખરાબ છે જ , રાંધણ છટ છે, અને ઘેર મહારાજ આવ્યા નથી ”
દિનુ: “હા સર, મારો પણ તેવો હાલ થવાનો હતો....” રજા રાખી એટલે મારાં કરતા મારાં ઘરનો સુધારા ઉપર છે
બોસ: “દિનુ, ઠીક મજા કર, અને મોડો મોડો પણ હાજરી પ્રત્રકમા સહી કરી જજે.. ઘેર મારે બતાવા થાય, કે બધા ઓફિસમા હાજર હતા....”
સાંજે. રાધનપુર છટનું ખાવાનું પતે, દિનુની પત્ની, બેબી ક્વીન, એને ખેંચીને બ્યુટી પાર્લર લઈ જાય છે.ચાલ દિનુ કાલે મારાં પપ્પા મમ્મી આવવાના છે. થોડી ટચ અપ ટ્રીટમેન્ટ લઇ લે, તો રોલો પડે .
બંને છોટા માર્કેટ ના બ્યુટી પાર્લર મા જાય છે...
દિનુ હવે અરીસા સામે બેઠો છે.
અને અરીસામાંનો દિનુ તરત બોલે:“એ દિનુ, તું અહીં શું કરે છે? અરે ઘોંચું થોડું સમજ, આ તારા ચહેરા પર ‘ટચ-અપ’ નહીં, ‘ટચ-અપ-ડાઉન’ની જરૂર છે !”ટોટલ ડેમેજ, ભંગાર નો માલ છે તુ!!!
દિનુને કઈ ગાળો બાબડતો જોઈ બ્યુટી પાર્લરની બેન હસીને કહે:
“દિનુ સાહેબ, ફેશિયલ કરી નાખીએ … ચહેરો જરૂર ચમકશે.”
અરીસામાંનો દિનુ:
“ચમકશે? આરે. મારી બેન..
આ ચહેરો તો X rey કે ફોટાની નેગેટિવ છે,ઉપર થી આ ‘ફ્યુજ બલ્બ’ છે — ગમે તેવી વીજળી આપી ઓન કરશો તો પણ નહિ ચમકે!”
બેન પણ અરીસાના દિનુથી મોહિત થઇ હસતાં હસતાં, ભાઈ ચૂપ રહે. ધંધા નો સવાલ છે. તે દિનુના ઉબડ ખાબડ ગાલે માલીસ કરવું ચાલુ કરે છે .
અને બેનના આંગળી ચાળાથી દિનુ શરમાઈ જાય.ફેશિયલ દરમિયાન અરીસામાંનો દિનુ કહે:
“એ દિનુ, થોડું ક્રીમ તારા બોસના મૂડ માટે બાંધી લેજે, તારે સાતમ આઠમની રજા પછી તેના પર લગાડવી પડશે !”
પાર્લરની બેન: “દિનુ સાહેબ, તમે બહુ ફની છો.”
દિનુ, બે વાર સાહેબ સાંભળી ફુલાઈ ગયો,“બેન,માત્ર હું નહીં… આ તમારો અરીસો પણ આજે ફની અંદાજ મા છે.”
બેન અરીસા તરફ જુએ છે.
અરીસામાંનો દિનુ, બેનને આંખ મારે છે.
બેન એકદમ ચોંકી જાય.
ત્યાં બેબી ક્વીન કહે:
“દિનુ, તું સખણો રહેતા ક્યારે શીખીશ, તુ પાર્લરમાં પણ ડ્રામા કરે છે?”
અરીસામાંનો દિનુ:
“બેબી ક્વીન, આ તો ‘બ્યુટી’ પાર્લર છે… ‘બગડીયા ને સુધાર્યા કરતુ ચાર્જર !”
બેબી ક્વીન, દિનુને ગળે ચૂંટલી ભરી, "ઓ માય નોટી બોય" કહેતી હસે છે.
દિનુને બચાવ મળે છે.
સાતમને દિવસે રસોડામા રજા હતી. અને સાસુ સસરા સંગ બેબી કવીન સાથે તીન પત્તી હજુ ચાલુ કરી ત્યાં ડ્રોઈંગ રૂમના અરીસામાંનો દિનુ કહે:
“દિનુ બહુ થયું,હું હવે તારા જીવનમાં હસ્તક્ષેપ નહીં કરું… કારણ કે તું હવે મારા કરતા વધારે મસ્ત થઈ ગયો છે.”
દિનુના આનંદમા ભંગ પડે છે, તેના હાથના ત્રણ ગુલામ હતા.અને અરીસાની ટકોરથી તે ચોંકી જાય છે..
તેજ સમયે ડ્રોઈંગ રૂમના અરીસામાંનું પ્રતિબિંબ ધીમે ધીમે ગાયબ થવા લાગે છે.
"દિનુએ અરીસા સામે ફરી નજર કરી. હવે ત્યાં માત્ર તેનું જ પ્રતિબિંબ હતું. છતાં તેને લાગ્યું કે ક્યાંક અંદર એ બીજો દિનુ હજી પણ જીવતો થયો હતો.
"જે જીવનને ગંભીરતાથી નહીં, હસીને જીવવાનુંબીજું જીવન શીખવી ગયો હતો."
સાસુ સસરા બિનુ ની મહેમાનગતિ માણી પરત જઈ ચુક્યા હતા. અને હવે આજે સાતમ આઠમની રજાનું મીની વેકેશન પૂરું થયું.
અને સવારે દિનુ દાઢી કરવા ઊભો થયો. અરીસો તદ્દન શાંત હતો... પણ પાછળથી બેબી ક્વીનનો અવાજ આવ્યો: "ઓ માય બગડું ડાર્લિંગ ... ચા પી લે ?"
દિનુને તીન પત્તી ની બાજીના ત્રણ ગુલામ યાદ આવ્યા, અને તે હસ્યા વગર રહી ન શક્યો.
