ઋણાનુબંધ ભાગ ૨
ઋણાનુબંધ ભાગ ૨


એવું તો શું હતું એ સ્ક્રીનલોક પર ?
એના પર હતો પ્રેમ અને એની પત્નીના લગ્નો નો ફોટો. માહીની આંખોમાં આંસુ આવી ગયા અને એ ફરીથી ભાન ભૂલી ગઈ.
પરંતુ ફરીથી ભૂતકાળના કાંટાળા વનમાં પગ મૂકે એ પહેલાંજ કોઈ એ અવાજ આપ્યો, “મેડમ પ્લીઝ,જલ્દી કરશો. દર્દી નું નામ નામ બોલો....”
માહી રડમશ અવાજમાં “હા” એટલું બોલીને ફરીથી ઉતાવળ કરીને પર્સમાં નિશાનો આઈકાર્ડ શોધે છે અને એને જેવો કાર્ડ મળે છે કે તરતજ એક શ્વાશ લેવાનું પણ છોડીને એ નામ વાંચે છે. “નિશા પ્રેમ જોશી”
આટલું વાંચતાની સાથે તો માહીનો આંસુઓનો સેતુ તૂટી પડે છે અને ટપટપ આંસુઓ સરી પડે છે. છતા આગળ માહી સરનામું વાંચે છે. સરનામું એ જ હતું,જ્યાં માહી એ દુલ્હન બનીને જવાનું હતું.
વિધિની આ કેવી વિડંબના હતી ! જે વર્ષો પહેલા માહી અને પ્રેમના વચ્ચે આવી હતી એ વ્યક્તિ. માહીના મનની વેદના અને જીવનભરના પ્રશ્નોનું હતી કારણ નિશા. અને આજ એ જ વ્યક્તિ ને માહી જીવનદાનને ઈચ્છા અને પ્રાર્થના સહિત હોસ્પિટલ લઈને આવી છે.
આજે તો માહીની વેદના પર ફરી એક વાર જોરદાર પ્રહાર થયો વર્ષો પેહલા જેનું મો પણ જોવાની ઈચ્છા ના હતી આજે હાલ એ માહીના સહારે છે. માહીના મનમાં અનેક પ્રશ્નોના તોફાનો આવવા લાગ્યા પરંતુ થોડીવાર માટે પોતાની જાતને સંભાળીને માહી હોસ્પિટલની બધી કાર્યવાહી પૂર્ણ કરે છે જેથી નિશાની સારવાર જલ્દીથી જલ્દી શરૂ થાય.
એક તરફ નિશાને સારવાર માટે લઈ જવામાં આવે છે અને બીજી તરફ માહી વેઇટિંગ એરિયામાં બેસે છે અને મનોમન ઈશ્વર ને પ્રશ્ન પૂછે છે,
“હે ભગવાન...તમે મારી સાથે આ શું કરી રહ્યા છો ?" ૨ વર્ષથી હજી હું મારા જૂના પ્રશ્નો અને વેદનામાંથી બહાર ના આવી શકી અને એમાં પાછું આજે આ શું કર્યું તમે....નિશાની મદદ કરવા મનેજ કેમ પસંદ કરી તમે ?"
આટલું વિચારતા વિચારતા નિશા ફરીથી રડી પડે છે. પોતાના બે હાથો વચ્ચે પોતાનું મો રાખીને ખૂબ રડે છે. એને પ્રેમ સાથે છૂટા પડતી વખતે જ્યારે છેલ્લા દિવસે વાતચીત થઈ હતી એ એક એક શબ્દ યાદ આવે છે. ભીખ માંગી હતી માહી એ....કે કારણ તો કહેતા જાવ પ્રેમ. એવું તો શું થયું અચાનક કે મારી લાગણીને આમ નિર્દય બની ઠોકર મારી ને જાવ છો.
“હું મજબૂર છું. ”બસ, આટલો જવાબ આપી પ્રેમ જતો રહે છે. માહી એને રોકવા ઘણા પ્રયત્ન કરે છે પણ પ્રેમ જતો રહે છે. માહી એને જતા જોયા કરતી હતી. જાણે શરીરને છોડીને એમાંથી જીવ નીકળી ગયો. માહીને પણ આવો અસહ્ય વેદનાનો અનુભવ થયો હતો એ સમયે. માહી વિચારોના વમળમાં માં ઘેરાયેલી હતી.
ત્યાં એમના ડ્રાઈવર આવે છે અને પૂછે છે, ”મેડમ તમે ઠીક તો છો ને ?
શું જવાબ આપવો એ માહી ને ખબર ન હતી. પોતાના આંસુ સાફ કરતા કરતામાહી ડ્રાઈવર ને કહે છે, ”અમિતભાઈ, પ્રેમના ઘરે ફોન કરો અને અહી જલ્દી આવવા જણાવી દો.”
અમિતભાઈ ઘણાં વર્ષોથી માહી ના ડ્રાઈવર હતા એટલે ઘરના સભ્ય જેવા જ હતા. એટલે એ વાત ને સમજી જાય છે અને પ્રેમને ફોન કરી દે છે.
“શું તમે અહી થી નિકળી જવા માંગો છો મેડમ ?" અમિતભાઈ એ ફરીથી પૂછ્યું.
માહી જે જવાબ આપે છે એ એના ઉદાર હૃદયના પ્રતિબીંબની છબી બતાવે છે.
“ના..નિશાને આવી હાલતમાં એકલી મૂકીને હું નઈ જઈ શકું. ભલે જે હશે એ..એની સારસંભાળ માટે જ્યાં સુધી એના પરિવારમાંથી કોઈ ના આવે ત્યાં સુધી હું અહીજ રહીશ. પરંતુ હા, તમે જોતા રેહજો. એ પરિવાર નું કોઈ પણ સભ્ય અહી આવે એટલે હું તરત જ અહીંથી નિકળી જઈશ .તમે એમની જોડે વાત કરી લેજો. મારે એમનામાંથી કોઈ જોડે વાત નથી કરવી અને કોઈનો ચહેરો પણ નથી જોવો."
આટલું બોલીને માહી આંખોમાં આંસુ સાથે માહીની પરિસ્થિતિ પૂછવા ડોક્ટર પાસે જાય છે. ડોક્ટર માહી ને મિત્રજ નીકળે છે. તે જલ્દીથી માહીને નિશા વિશે જણાવતા કહે છે કે અકસ્માતમાં લોહી વધારે નીકળી ગયું છે. માહી ને સમયસર લોહી ના મળી રહ્યું તો એક સાથે બે જીવ જોખમમાં મુકાશે.
અહી મળે છે માહી ને બીજો આંચકો.
“બે જીવ ? માહી અચંબા સહિત ડોક્ટરને પ્રશ્ન પૂછે છે..
ડોક્ટર એને જવાબ આપતા જણાવે છે કે નિશા ગર્ભવતી છે. એક નવો જીવ એની અંદર શ્વાસ લઈ રહ્યો છે પરંતુ હવે એનો જીવ જોખમમાં છે."
માહી પોતાની બધી નફરત અને વેદનાને એક બાજુ પર મૂકીને ડોક્ટર ને કહે છે કે લોહીને વ્યવસ્થા કરો. જલ્દી કરો નિશા કે એના બાળક ને કોઈ પણ રીતે બચાવો.”
પરંતુ માહીને જાણવા મળે છે કે નિશા ના બ્લડ ગ્રુપ બ્લડ બેંકમાં પણ નથી. કોઈ દાતા પણ નથી કે જે અહી આવી શકે.
માહી નું મન વધુ ગભરાય છે. એને આવનારા નાના બાળકની વધુ ચિંતા થાય છે. એ થોડું વિચારીને ડોક્ટર કે જે એની મિત્રજ છે એને કંઇક કહે છે.
“પરંતુ આ શક્ય કઈ રીતે બને” ડોક્ટર માહીને પૂછે છે....
“હું એ જોઈ લઈશ. તમે તૈયારી કરો” હું બધી જવાબદારી લેવા તૈયાર છું” આટલું કહી માહી અમિતભાઈને બોલાવે છે અને કંઇક કહે છે.
“પણ મેડમ...આ તમે....”
અમિતભાઈને વચ્ચે થી અટકાવીને માહી કહે છે કે હું જેમ કહું છું એમ કરો અને જે કહ્યું છે એનું પૂરેપૂરું ધ્યાન રાખો. આજ રસ્તો છે હવે....અને કરવું જ પડશે.”
માહીના આદેશ પ્રમાણે અમિતભાઈ પોતાના કામમાં લાગી જાય છે. અને માહી પોતાની જાત ને જાણે સમજાવતી હોય એમ કહે છે કે જે પણ થયું એમાં આવનાર બાળકનો શું વાંક. નિશા અને પ્રેમને હું નફરત તો કરું જ છું. પરંતુ એમાં આવનાર બાળકનો શું દોષ ? મેહું કશું ખોટું નથી કરી રહી.
આટલું વિચારતા વિચારતા માહી હોસ્પિટલમાં મુકેલ શ્રી ગણેશજીની મૂર્તિના આશીર્વાદ લે છે અને જે અને પ્રાર્થના કરતા કહે છે કે જો આ ખોટું હોય તો માફ કરી દેજો, પરંતુ મારી આ કરવું જ પડશે. એવો તો માહી શું નિર્ણય લે છે.
માહી ખરેખર કરવા શું માંગે છે ? વેર ભાવ ભૂલી ને આમ અચાનક બધી જવાબદારી કેમ લેવા તૈયાર છે ?
ક્રમશ: