Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

Megha Acharya

Inspirational

4.7  

Megha Acharya

Inspirational

સ્ત્રી ની વ્યાખ્યા

સ્ત્રી ની વ્યાખ્યા

2 mins
3.7K


જ્યારે સ્ત્રી શબ્દનો ઉલ્લેખ આવે એટલે મોટેભાગે આપણા દરેકના મગજમાં પહેલું ચિત્ર તો એજ ઊભું થાય કે એક નાજુક નમણી કાયા, સુંદર નમણી આંખો, ઘાટા કાળા વાળ, સુંદર ચાલ, નમણો અવાજ..

શું આજ છે સ્ત્રી ની વ્યાખ્યા ? ક્યારેય કોઈએ સ્ત્રીમાં રહેલા શૌર્ય અને અન્ય ગુણો જોવાનો પ્રયત્ન કર્યો હશે ? સ્ત્રી એટલે માત્ર સૌંદર્યથી ભરેલું તન નહિ, સ્ત્રી એટલે શોર્ય અને શક્તિનુ સ્વરૂપ છે કે જે પોતે સહનશીલતા કેળવી અન્યને સહકાર આપે છે. ઘરમાં કે સમાજમાં પોતાના પ્રત્યે થતા અન્યાયને સહન કરીને કે સામનો કરીને એમાંથી પાઠ ભણીને અન્યને પ્રેરણા આપે છે એટલે જ તો નારીને શક્તિનું સ્વરૂપ કહેવામાં આવે છે.

પુત્રી, બહેન, સખી, પત્ની, પુત્રવધુ અને માતા આવા અનેક પાત્રો સફળતાપૂર્વક નિભાવવાની ક્ષમતા કેવળ અને કેવળ ઈશ્વરે સ્ત્રીનેજ આપી છે. અને આ દરેક પાત્રને સરખો ન્યાય આપીને દરેક સ્ત્રી એમાં ઉત્તીર્ણ પણ થાય છે.

સ્ત્રી એટલે એક હકારાત્મકતાનો પ્રકાશ કે જે ઘરના સભ્યોની સમસ્યાઓના અંધકારને જ્ઞાનના પ્રકાશથી દૂર કરે છે. પરિવારના સભ્યોને જ્યારે કોઈ મુશ્કેલીનો સમાધાન નથી મળતું ત્યારે સભ્યને સાંત્વના આપી પોતાનાથી શક્ય હોય એટલું જરૂરી સૂચન આપે છે. પોતાના અસ્તિત્વને ગુમાવીને પણ ઘરના દરેક સભ્યના માન અને સન્માન ની સુગંધ ફેલાવનાર પુષ્પ એટલે સ્ત્રી.

પોતાના હૃદયમાં ન જાણે કેટલાય દુઃખો છુપાવીને હસતા મુખે સર્વને ખુશ રાખવાનો પ્રયત્ન કરે એ સ્ત્રી. નિસ્વાર્થ પણે પ્રેમનું ઝરણું વહેડાવી ત્યાગ અને સમર્પણથી ઘરનું માન જાળવી રાખે એ સ્ત્રી.

પોતાના સંપૂર્ણ જીવન માં “આરામ” શબ્દ નો સમાનાર્થી લગભગ ભાગ્યે જ કોઈક સ્ત્રી શોધે છે. પરંતુ હા, સ્ત્રી શોધે છે તો બસ પોતાના માટે થોડી લાગણી અને થોડું આત્મસન્માન.

સ્ત્રી જ્યારે દુઃખમાં પોતાના ને સાથ આપે છે ને ત્યારે જાણે ભળભળતા તાપમા શીતળ વરસાદ વરસે એવો અનુભવ કરાવે છે. પરિવારમાં જ્યારે સંકટ આવે ત્યારે સંપૂર્ણ રીતે સહાયરૂપ બની ને પોતાના કર્તવ્યનું પાલન કરે છે.

અનેક દુઃખો સહન કરીને પોતાનું સંપૂર્ણ જીવન એક મહાન યુદ્ધની જેમ જીવે છે. એટલે જ તો કહેવાયું છે કે “નારી તું નારયણી”


Rate this content
Log in

More gujarati story from Megha Acharya

Similar gujarati story from Inspirational