Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Megha Acharya

Tragedy Inspirational


3  

Megha Acharya

Tragedy Inspirational


ઋણાનુબંધ ભાગ ૩

ઋણાનુબંધ ભાગ ૩

4 mins 107 4 mins 107

માહીની વિનંતી અને કહ્યા અનુસાર કાર્ય ચાલુ જ હોય છે એટલા માં જ અમિતભાઈ ઝડપથી માહી પાસે આવે છે અને જણાવે છે કે પ્રેમ અને એનો પરિવાર હોસ્પિટલમાં આવે પહોંચ્યા છે.

માહી અમિતભાઈ ને કહે છે કે મે તમને કહ્યું હતું એ રીતે કરો..કોઈ પણ રીતે પ્રેમ અને એના પરિવાર ને અંદર આવતા રોકો.

 ડોક્ટર,કે જે માહી ની મિત્ર જ છે એ કહે છે કે તું ચિંતા ના કર.હું બહાર જઈને બધું સંભાળી લઇશ.

ડોક્ટર બહાર જઈને પ્રેમ અને એના પરિવાર ને કહે છે કે નિશા હવે સ્વસ્થ્ય છે પરંતુ એને આરામ ની જરૂર છે તેથી તમે હાલ કોઈ પણ એને મળી ના શકો.

થોડી વાર પછી પ્રેમને બધી વાત ની જાણકારી અમિતભાઈ દ્વારા મળે છે.અમિતભાઈ જે કહે છે એ સાંભળીને પ્રેમ અને એનો પરિવાર માહીના આ કાર્ય માટે શું બોલવું એ જ સમજી નથી શકતા..

“પ્રેમ સર,તમે પિતા બનવાના છો,નિશા મેડમ ને લોહી ની જરૂર હતી,નહિતર બંને જીવ જોખમ માં હતા.. ક્યાંક થી પણ લોહી કે કોઈ પણ દાતા ની વ્યવસ્થા થઈ ન રહી હતી અને આવા સમયે સદભાગ્યે માહી અને નિશા મેડમ નું બ્લડ ગ્રુપ સરખું આવે છે.તેથી માહી મેડમ એમને પોતાનું લોહી આપવાનું નક્કી કરે છે.

આજે એમના ઋણ થકી તમારી પત્નિ અને તમારો અંશ બંને બચી ગયા સાહેબ...”

આટલું કહી અમિતભાઈ ત્યાંથી જતા રહે છે.

પ્રેમ સ્તબ્ધ થઈ જાય છે અને વિચારે છે કે જે વર્તન મે માહી સાથે કર્યું હતું.એને જીવન ભર નું દુઃખ આપ્યું હતું..આજે એણે જ મારી પત્ની અને બાળક ને નવું જીવન આપ્યું.ખરેખર...સ્ત્રી ના ત્યાગ અને સમર્પણની ભાવના અમૂલ્ય અને અતુલ્ય હોય છે.

પ્રેમ આટલું વિચારતો હોય છે ત્યાં જ માહી ત્યાંથી પસાર થાય છે..પ્રેમ અને એના પરિવાર ને જાણે ઓળખતી જ ના હોય એમ બધા ને અવગણી ને ત્યાંથી નીકળી જાય છે..પ્રેમ એને બૂમ પાડી રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ માહી પોતાના આંસુ સાફ કરતા કરતા ત્યાંથી જતી રહે છે.

પ્રેમ ની મમ્મી પ્રેમ ને કહે છે કે આજે માહી એ આપણા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે..ચાલ બેટા.એક વાર તો એને વાત કરવા મનાવી જોઈએ. ધન્યવાદ તો કહીએ..

પ્રેમ અને એની મમ્મી જલ્દી થી માહી ને રોકવા દોડે છે.બીજી બાજુ માહી ની ઈચ્છા હતી કે એ કોઈ નું મુખ પણ ના જૂએ.

માહી કારમાં બેસવા જ જાય છે કે પ્રેમ એનો હાથ પકડી ને એને રોકી લે છે.

માહી પ્રેમ ના આ કૃત્ય માટે ગુસ્સા ભરી નજરે એના તરફ જુએ છે અને એનો હાથ જોરથી પ્રેમના હાથમાંથી છોડાવી લે છે.

“તને કોઈ જ અધિકાર નથી હવે મને સ્પર્શ પણ કરવાનો” માહી ગુસ્સાથી બોલે છે..

પ્રેમ કહે છે કે,”સોરી માહી. પરંતુ..વાત તો સાંભળી લે.જવાબ તો આપતી જા.”

હવે માહી એનું મૌન તોડે છે અને કહે છે

“બે વર્ષ પહેલાં નો સમય યાદ કર પ્રેમ..આજ રીતે મે પણ તને કહ્યું હતું..કે જવાબ તો આપતા જવા..ત્યારે તો તમે મને જવાબ ના આપ્યો હતો..ભલે એ તારી મજબૂરી હતી તો પણ. મને એક વાર તો કહી દીધું હોત.આજ દિન સુધી એ જ વિચાર ની જ્વાળામાં બળતી રહી છું..કે કયા કારણો સર મારો ત્યાગ કરવામાં આવ્યો હતો.

પાંદડું સુકાઈ ગયા પછી હવાના વંટોળ માં આમથી તેમ અટવાઈ છે..મારી સ્થિતિ પણ તે કઈક આવી જ કરી હતી પ્રેમ...પણ આજે હું અહી લડવા નથી આવી..

સંજોગવશ આજે જે થયું એ તો ઈશ્વર એ નક્કી કર્યું હશે..હવે હું અહી થી જવા માંગુ છું..”

 આટલું કહી માહી કાર માં બેસવા 

જાય છે ત્યાં ફરી એક વાર એને રોકવામાં આવે છે .. એ પ્રેમ ના મમ્મી હોય છે.”દીકરા,પ્રેમ પર પારિવારિક દબાણ હતું e

એટલે...”

એની મમ્મી ને બોલતા અટકાવી માહી બે હાથ જોડી ત્યાં ઉભી રહે છે.અને કહે છે

“મમ્મી,ભલે..જે હશે એ..હવે આ બધી વાતો નું કોઈ મહત્વ નથી.હાલ નિશા ને તમારી જરૂર છે.ત્યાં રહો.

અને હા,મારો જવાબ જ સાંભળવો છે તો સાંભળો.મે પ્રેમ ને સાચા હૃદય થી પ્રેમ કર્યો હતો.છતાં પણ જ્યારે એણે મને લગ્ન ની ના પાડી તે પછી પણ મે રોજ એના સારા માટે જ પ્રાર્થના કરી છે.કે એ જ્યાં હોય..,જેની સાથે હોય.ખુશ રહે.સુખી રહે.મારી લાગણી સ્વાર્થી ના હતી કે મે એને ખરાબ શ્રાપ આપુ.બસ. તારાથી અને તારી યાદો થી દુર રહેવાની ઈચ્છા હતી..એટલે આ શહેર ને છોડી ને જતી રહી હતી..

પરંતુ કઈક તો “ઋણાનુબંધ”બાકી હતું તારા આવનાર અંશ જોડે..કોઈ લેણું પૂર્વજન્મ નું બાકી હશે.એટલે આજે આ થયું..”આટલું બોલતા માહી રડી પડે છે.

“નિશા ને સાચવજે પ્રેમ.તમારા બાળકના માં હવે થોડો મારા પ્રેમ નો પણ અંશ મૂકીને જાઉં છું..

“ઋણાનુબંધ”આજે પૂર્ણ થયું. આવનાર બાળક સ્વસ્થ જન્મે એને સુખી રહે એ જ મારી ઈશ્વર ને પ્રાર્થના”

આટલું બોલી માહી પ્રેમ ના મમ્મી મે પગે લાગે છે અને એની મમ્મી જોય છે કે એમને મોકલેલ કડું હજું પણ માહી ના હાથ માં છે..

માહી એક નજર પ્રેમ તરફ જોય છે..અને ત્યાંથી બધી યાદો અને ભાવનાઓ ને હૃદય મા કેદ કરી નીકળી જાય છે...

પરનું.. કઈક સારું કાર્ય કર્યાની અનુભૂતિથી એનું મન આજે શાંત થાય છે..ક્રોધ અને વેર ની જ્વાળા માં ભડકતી માહી આજે શીતળતા અનુભવે છે..

સ્વાર્થ કે બદલાની આગમાં બળી ને શું મળવાનું છે..!?

ક્યારેક નિ:સ્વાર્થ બની ને પ્રેમ ને પામી તો જુઓ. જગતના તમામ દુઃખો થી દુર એક લાગણીની અનુભતિ થશે. આત્મશાંતિની અનુભૂતિ..

કોઈક ઉપર પરોપકાર કરીને તો જુઓ.જૂના વેર ભૂલી ને જો કોઈક ના જીવનમાં આનંદ નો પ્રકાશ લાવી શકાતો હોય તો એમાં ખોટું શું છે.

પ્રેમ ની લાગણી થી નવું જીવન શરૂ કરી શકાય છે.ખુશી ની લહેર લાવી શકાય છે..

આજે માહી દુઃખમાંથી ઉભરી ને એક નવી રીતે પોતાના જીવનને જીવવાનો નિર્ણય કરે છે..

મનુષ્ય હંમેશા પોતાનું અને પોતાના માં જ અટવાયેલો રહ્યો છે.પરંતુ જો એ આ સ્વાર્થ ને છોડી ને દુનિયાને જોવાનો પ્રયત્ન કરે તો ચોક્કસ પણે એને જીવન ની સાચી સુંદરતા નું ભાન થશે..

“ઋણાનુબંધ” પૂરું અને માહી ના વેર અને ક્રોધ ની જ્વાળા પણ શાંત થઈ...હવે એને પોતાના જીવન પ્રત્યે ની ફરજ નિભાવવાની છે.. વેર ભૂલી ને..ખુશ રહી ને.


Rate this content
Log in

More gujarati story from Megha Acharya

Similar gujarati story from Tragedy