લવ યુ પપ્પા....
લવ યુ પપ્પા....


"પડછાયો તારો અને તારુ જ પ્રતિબિંબ છું..
દીકરી હું તારી,
તારુ અભિમાન અને તારા હૃદય નો ધબકાર છું..”
“હવે શું કરું..” આ એક પ્રશ્ન એ માધવીને અસમંજસની સાંકળ વડે જકડી રાખી હતી. ચમકદાર આંખો પલકારે પલકારે જવાબ શોધતી હતી. એ શાંત ઓરડામાં માધવીની ચિંતા ના પડઘા સંભળાતા હતા.
દરરોજ આનંદથી ચહેકતો એ ચેહરો આજે ભયભીત હતો. હતો,ઉદાસ હતો. વિચારોની ભરતી ખૂબ આવી પરંતુ માધવી ને ઉપાય નો કિનારો મળતો ન હતો.....
“કંઇક તો કરવું પડશે” આટલું મનમાં વિચારી માધવી ઉભી થઇ ને એના સ્ટડી રૂમ તરફ દોડે છે અને રૂમમાં એનાં સ્ટડી ટેબલ પાસે જઈ ને એક ઝાટકા સાથે ઉભી રહી જાય છે...ધીમેથી ટેબલ પર નજર ફેરવે છે અને........ઝાંખી પડી ગયેલી નજર ફરીથી ચમકી ઉઠે છે... જાણે કરમાયેલા ફૂલ ને સૂર્યપ્રકાશ મળી ગયો....
માધવી ને ઉપાય મળી ગયો....જવાબ મળી ગયો.... ગભરાઈ ગયેલા એ હૃદયે જાણે હળવાશ અનુભવ્યો......
મંદ મંદ હાસ્ય સાથે માધવી એના ટેબલ તરફ આગળ વધે છે...એના પર મુકેલી એના પિતા સાથેની તસ્વીરને હાથમાં લે છે...વહાલથી ચૂમી લે છે અને જાણે પિતાને જ આલિંગન આપતી હોય એમ તસ્વીર ને હ્રદયે વળગાવી ને આંખો બંધ કરી લે છે અને મનોમન બોલે છે,”લવ યુ પપ્પા.....”