ઝંખનાનો પ્રકાશ
ઝંખનાનો પ્રકાશ


કહેવાય છે કે ઈચ્છાઓનો કોઈ અંત નથી હોતો.... મનુષ્ય તો કદાચ પોતાના દરેક શ્વાસે નવી નવી ઇચ્છાઓ ને જન્મ આપે છે.
પોતાના સુખ અને આનંદની ઈચ્છાઓના સ્વપ્ન મનુષ્ય ક્યારેય ત્યાગી શક્તો નથી એ હકીકત છે.
પરંતુ કોઈ કેવું છે કે જેને પોતાની ઝંખના પર અંકુશ લાવવા ની સુવર્ણ કળા આવડે છે.
અને એ છે ઈશ્વરની સર્વશ્રેષ્ઠ રચના “સ્ત્રી” અમુક પરિવારમાં તો નાનપણથી પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરવાની જાણે દિકરીઓ ને તાલીમ આપી દેવાનું શરૂ કરવામાં આવે છે.
રમકડાંથી શરૂ કરીને અભ્યાસ હોય કે જીવનસાથીને પસંદ કરવાની બાબત હોય દરેક વાતમાં એની ઝંખના ને ક્યારેક પ્રકાશ મળતો નથી. ભણતરમાં પણ મોટેભાગે સ્ત્રીએ પોતાની ઈચ્છાઓને સૂકા પાંદડા ની જેમ કચડીને ફેંકી દેવા પડે છે અને પરિવારના સભ્ય નું માન રાખવા પડે છે.
જો કોઈક સ્ત્રી ગૃહિણી હોય અને એણે ઘરના કાર્યની સાથે સાથે જો કોઈ અન્ય શોખ પૂરો કરવો હોય કે અન્ય કૌશલ્ય શીખવું હોય તોપણ એને મોટાભાગે પરવાનગી મળતી નથી.
પરણ્યા પછી આગળ ભણવાની ઈચ્છા હોય ત્યારે પણ કોઈક જ કુટુંબ સ્ત્રીની આ ઈચ્છાનું માન રાખે છે.
બાકી તો હર હંમેશની જેમ સ્ત્રી પોતાના “ત્યાગ” ને સાબિત કરી આપવા પડે છે...
આવું કેમ....??
શા માટે એક સ્ત્રીની ઝંખનાને ઝાંખી પાડવામાં આવે છે...
એક સ્ત્રી પરિવારની ઇચ્છાઓ ને પૂર્ણ કરવા ક્યારે ખચકાતી નથી. હંમેશા સર્વને ખુશ કરવા માટે એક સ્ત્રી હંમેશા ઉત્સાહિત રહે છે. તો એક પરિવારની ફરજમાં નથી આવતું કે એની ઝંખના પર પ્રકાશ પાડે...!??
આ લેખ દ્વારા દરેક માતા-પિતા,પતિ તથા અન્ય સભ્યોને અને સમાજને વિનંતી કરવા માગું છું કે તમારા ઘરમાં જો કોઈ સ્ત્રીને કંઇક પણ કરવાની ઝંખના હોય તો હોય ને ઝાંખી ના પડવા દેશો... એનો આત્મવિશ્વાસ વધારે અને સહકાર આપો અને “ઝાંખી ઝંખનાને પ્રકાશ” આપો.