સ્ત્રીનું સુવર્ણ સન્માન
સ્ત્રીનું સુવર્ણ સન્માન


‘ સ્ત્રી' ‘સુવર્ણ’ અને ‘સન્માન...’ આ ત્રણેય શબ્દો અત્યંત મૂલ્યવાન છે.
ઈશ્વરની સર્વશ્રેષ્ઠ રચના એટલે સ્ત્રી. એનાથી અધિક મૂલ્યવાન તો ઈશ્વરે કંઈક બનાવ્યું જ નથી.
તો પછી આ પુરુષ પ્રધાન સમાજ અત્યંત મૂલ્યવાન સ્ત્રી નું સન્માન કરવાનું કેમ ભૂલી જાય છે..?? સન્માન તો નાના બાળકને પણ પ્રિય હોય છે તો પછી એક સ્ત્રીના સન્માનન અવગણનાન કેમ કરવામાં આવે છે....?
મનુષ્ય પોતાના જીવનમાં પોતાની ભૌતિક સંપત્તિની કેટલી જાળવણી કરે છે.. તો વાત જ્યારે સાક્ષાત લક્ષ્મીના સ્વરૂપ સ્ત્રીની આવે છે ત્યારે એનું સન્માન ક્યાંક ખોવાઈ જાય છે...???
કેમ ઈશ્વરની અદભુત રચના ની અવગણના કરી એને સુવર્ણ સન્માન પ્રાપ્ત નથી થતું...??
અત્યારે બધાનું માનવું છે કે સ્ત્રીને બધા જ ક્ષેત્રમાં બરાબરી નો હક મળ્યો છે. સ્ત્રી ને હવે પુરુષની સમક્ષ માનવામાં આવી છે.
પરંતુ શું હક આપી દીધો એટલે સન્માન પણ અપાઈ ગયું..?? સ્ત્રીઓને નોકરી અને પોતાની રીતે બિઝનેસ કરવાની છૂટ તો મળી જ ગઈ છે અને ઘણા ક્ષેત્રોમાં પોતાની ક્ષમતા ના પરચા આપ્યા છે...
સ્ત્રીઓ રસોઈઘરમાં પણ રાજ કરે છે અને આકાશમાં વિમાન પણ ઉડાવે છે..
પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓને હવે ન્યાય મળતો થયો છે પરંતુ એના સન્માન ઉપર પ્રહારો તો ચાલુ જ છે....કાર્યક્ષેત્રમાં પણ ઘણીવાર અપશબ્દો બોલીને એના આત્મવિશ્વાસને નીચે પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે..
સ્ત્રી સહનશીલ હોય છે તેથી સામેની વ્યક્તિનો નો અનાદર કરતી નથી તેથી કાર્યક્ષેત્ર હોય કે ઘર હોય એક સ્ત્રી બને ત્યાં સુધી શબ્દ દ્વારા થતા તેના અનાદરને સહન કરે છે....પરંતુ દરેકના દરેકના ધૈર્ય ની એક સીમા હોય છે.
દિપક જ્યારે પ્રગટે છે ક્યારે પ્રકાશ આપે અને શરૂઆતમાં તમે એને સ્પર્શ કરશો તોય શીતલ હશે પરંતુ થોડા સમય પછી એજ દિપક ગરમી માં પરિવર્તિત થઈ જાય છે અને એને સ્પર્શ કરશો તો દાઝી જશો...
એવી જ રીતે જે સ્ત્રીના સન્માન પર પ્રહારો થતા રહેશે તો એની સહનશીલતાનો સેતુ તૂટી જશે અને એના પ્રકોપના પ્રવાહમાં સર્વ દુષ્ટતા ડૂબી જશે..
બળાત્કાર, જાતીય શોષણ, ઘરેલુ હિંસા.... ક્યાં સુધી આ બધા અન્યાયનો સામનો કરવો પડશે એક સ્ત્રીએ...??
માત્ર સમાનતા કે અમુક હક આવી જવાથી સ્ત્રીને સંપૂર્ણ સન્માન મળી જાય એવું તો નથી જ. અપશબ્દ હોય કે દુર્વ્યવહાર આ બધું જ બંધ કરવું જોઈએ..
ભારતની ભૂમિ સંસ્કારની ભૂમી છે. ભારતને આપણે “માતા” કહીએ છીએ.
માત્ર નવરાત્રી પૂરતું જ નહીં પરંતુ હર હંમેશ માટે એક સ્ત્રીનું “સુવર્ણ સન્માન” જળવાઈ રહે એ માટે ની જવાબદારી સમાજના દરેક વ્યક્તિની છે.
આ લેખ દ્વારા મારી દરેક ને નમ્ર વિનંતી છે કે જે સ્ત્રી પોતાના સ્વપ્નો વિચાર કર્યા વગર તમારું ઘર સંભાળે છે અને જવાબદારી લઈને પોતાના કાર્યક્ષેત્રમાં પોતાની ફરજ બજાવે છે એને અપશબ્દ કી દુર્વ્યવહાર દ્વારા અપમાનિત ના કરશો
સ્ત્રીનું માન જેટલું જળવાશે શાંતિ અને સફળતા એટલી જ પ્રકાશમયી બનશે.