ઋણાનુબંધ (ભાગ ૧)
ઋણાનુબંધ (ભાગ ૧)


“સમય સાથે બધું ભૂલાઈ જશે..”
વર્ષોથી આ વાક્ય ટેપ રેકોર્ડર ની જેમ માહી ના મનમાં વાગ્યા કરતુ હતું.
૨ વર્ષ થઈ ગયાં હતા..પણ હજી માહી ને એ નહી સમજાતું હતું કે ભૂલવું તો કોને .??
સમય ને.? કે એ સમય ને યાદ બનાવનાર વ્યક્તિ ને.!???
જો એ સમય ને ભૂલવાની વાત આવે તો વળી નવો પ્રશ્ન ઊભો જ છે. કયો સમય ભૂલું..!?
એની સાથે વિતાવેલા એ પ્રણય ના સોનેરી દિવસો ને ભૂલું..?
પ્રેમ થી મહેકતી વાતો ની એ સુગંધ ને ભૂલું..?
કે એક બીજાને ક્યારેય ન ભૂલવના વચનો આપ્યા હતા એ ભૂલી જાય..!!!?
કે એના પછી નો સમય ભૂલું..?
કે જેમાં કચડ્યો એક વિશ્વાસ..બંધ પડ્યું લાગણીથી ધબકતું હૃદય..અંધકાર આવ્યો એ સ્વપ્નો સજાવતી આંખો માં..અને હારી ચૂકેલો પ્રેમ.
માહી આ જ બધું પોતાને પૂછયા કરતી.
કારણ કે પ્રેમ માં એણે સારો અને ખરાબ બંને સમય જોયેલો હતો..
પરંતુ અંતે એણે આ રીતે પ્રેમથી છૂટું પડવું પડશે એ વિચાર્યું ન હતું..
વાત તો લગ્ન સુધી પહોંચી ગઈ હતી..પ્રેમ ની મમ્મીએ તો શગુનમાં સોનાનું સરસ એવી ડીઝાઇન વાળું કડું પણ પહેરાવી દીધું હતું...
આટલા સ્વપ્નો જોયા પછી એ વ્યક્તિ ને ભૂલી જવાની વાત આવે તો જાણે જીવતા જાગતા શરીર ને શ્વાસ વગર રહેવાનો શ્રાપ ના મળી ગયો હોય..એવો જ અનુભવ થાય ને.
માહી પોતાના મન માં જોર જોરથી ચિલ્લાઈ ને આ પ્રશ્ન પોતાની જાત ને જ પૂછયા કરતી..
કોને ભૂલું.?
સમય ને કે વ્યક્તિ ને..?
માહી આ જ બધા વિચારોના વમળમાં ઘેરાયેલી હતી અને અચાનક એનાં ડ્રાઈવરે જોરથી બ્રેક મારી.
માહી ને પણ જોરદાર ધક્કો લાગે છે અને આગળ તરફ ધકેલાઈ જાય છે.
સાથે સાથે જાણે ભૂતકાળના તોફાનમાંથી બહાર આવી અને ભાનમાં આવી એવું લાગ્યું..
પરંતુ ભૂતકાળના પ્રશ્નો તો હજી ત્યાંના ત્યાં જ છે..
પરંતુ અત્યારે આ
શું થયું..?
માહી એ ડ્રાઈવર ને પૂછ્યું,”શું થયું અમિતભાઈ.? આગળ અકસ્માત થયો હોય તેમ લાગે છે..”
“હા મેડમ, પરંતુ ભીડ વધારે છે..કશું જોઈ શકાતું નથી.” ડ્રાઈવર એ જવાબ આપતા કહ્યું.
માહી ઝડપથી કારમાંથી ઉતરે છે અને જોવે છે કે લોકો બસ તમાશો જોવા ઊભા હતા.ભીડ ની વચ્ચે એક સ્ત્રી બેભાન અને લોહીલુહાણ અવસ્થામાં નિ:સહાય બનીને પડી હતી.
આ જોઈ ને માહી ને ખૂબ ગુસ્સો આવ્યો અને એના ડ્રાયવરને ઝડપથી બૂમ પાડે છે અને એ અકસમાતગ્રસ્ત સ્ત્રીની નજીક જાય છે.
“જલ્દી કરો. આમને આપણી કારમા લઇ લો અને હોસ્પિટલ ચાલો,જલ્દી.”માહી એના ડ્રાઈવર ને કહે છે.
“પરંતુ, મેડમ.તમારી આટલી જરૂરી મિટિંગ..?
ડ્રાઈવર આ પ્રશ્ન પૂર્ણ કરે એ પહેલાં જ માહી જવાબ આપે છે,”હાલમાં આ વ્યક્તિના જીવથી વધે કશું જ જરૂરી નથી. બાકીના લોકો તો માત્ર અહીં તમાશો જોવા બેઠા છે..”માહી લોકોના ટોળા તરફ જોઈ ને ગુસ્સા થી બોલે છે..
ડ્રાઈવર ફાટફાટ એ અકસ્માતગ્રસ્ત સ્ત્રી ને ઉઠાવે છે,માહી ત્યાં રસ્તા પર પડેલું એનું પર્સ ઉઠાવે છે અને જલ્દીથી હોસ્પિટલ તરફ જવા રવાના થાય છે.
બેક સીટ પર માહી એ સ્ત્રીનું માથું પોતાના ખોળામાં લઈને બેસે છે અને મનોમન ઈશ્વર ને પ્રાર્થના કરતી જાય છે કે આમને બચાવી લેજો.
તેઓ જલ્દીથી હોસ્પિટલ પહોંચે છે અને હવે ત્યાં દર્દી નું નામ પૂછવામાં આવે છે.
તે માટે માહી પેલી સ્ત્રી ના પર્સ મા કંઇક શોધે છે કે જેથી એમનો આઈ ડી કાર્ડ કે કંઇક મળી જાય કે જેનાથી એ વ્યક્તિની ઓળખ થઈ શકે...
માહી જલ્દી જલ્દી એના પર્સમા શોધે છે અને એના હાથ માં મોબાઈલ આવે છે. માહી મોબાઈલ ને અનલૉક કરવાનો પ્રયત્ન કરે છે..અને એટલામાં જ..
એ સ્ત્રી નાં સ્ક્રીનલોક ઉપર મુકેલ ફોટો જોઈ ને મહિને જરબરજસ્ત ધ્રાસકો લાગ્યો..!!!
(આગળની વાર્તા ભાગ ૨ માં..)