રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૧૬
રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૧૬
વિકી અને શનાયાના લગ્નની ખુશીમાં બધા બહાર જમવા નીકળે છે અને કારમાં શનાયા પર કોઈનો કોલ આવે છે. શાનયા કઈ બોલતી નથી પરંતુ વિકી આગળના મિરરથી જોઈને શાનયાના હાવભાવ સમજી જાય છે હવે આગળ..
'કોણ ? હુ'સ ટોકિંગ? વ્હોટ'સ યોર નેમ ?', શનાયા ગુસ્સામાં બોલી.
'હલો......... હલો....... બાસ્ટર્ડ...', શનાયાનો ગુસ્સો સાતમે આસમાને.
'શનાયા... શું થયું ? આટલા ગુસ્સેથી તું કોની સાથે વાત કરતી'તી ?' વિકીએ ગાડી સાઈડમાં રાખીને પૂછ્યું.
'ખબર નહિ વિક, પેલા દિવસે જે નંબરથી કોલ આવ્યો'તો એ જ આ નંબર છે. ધમકી આપી રહ્યો હતો અને અપશબ્દોથી તારા અને મારા સંબંધની વાત કરતો'તો. વિક આપણે પહેલા જ પોલીસ પાસે જઈએ. મારે વધારે સમય આ લફડામાં નથી કાઢવો. શું કહો છો હૅલન ?', શનાયા બોલી.
'હા, વિક. તું પહેલા જ પોલીસ સ્ટેશન લઇ લે. આજે તો આ વાતનો છેડો લાવે જ છૂટકો. જેકી તું પેલા પોલીસ ઇંસ્પેક્ટરને કોલ કર અને વિકી તું કાર એ તરફ લે. આપણે આજે આ કામ પહેલા કરીશું. એક કામ કર વિકી. તું હોસ્પિટલ જવા દે આપણે તારું રૂટિન ચેક અપ કરાઈને પછી પોલીસ સ્ટેશન જઈએ. શનાયા, તું ચિંતા કરીશ નહિ, આપણે ઇન્ડિયા જતા પહેલા તો આ વાતનો છેડો લાવી જ દઈશું. તમારા બંનેના સુખી જીવનની શરૂઆત સારા કર્મોથી જ થવી જોઈએ. હવે થોડું હસી લે બેટા', હૅલને બધાને સંબોધીને કહ્યું.
'હા, હું હમણાં જ કોલ કરી લઉં છું.', જેકી કોલ કરે છે.
'હું હોસ્પિટલ જ લઇ લઉં છું ગાડી. મારુ માથું પણ બહુ દુ:ખે છે. આ ડોક્ટરને કેહવું પડશે કે રોજ-રોજના દુખાવા સહન નથી થતા. સરખો ઈલાજ કરે. હવે તો મારે જવાબદારીઓ પણ વધવાની છે. શું કહો છો મિસિસ ?' વિકી કાચમાં જોઈને બોલ્યો.
'વિક, તું આવી પરિસ્થિતિમાં પણ મઝાક કરે છે ! મને બહુ ચિંતા થાય છે.' શનાયા બોલી.
'શનાયા, પરિસ્થિતિ પ્રમાણે જીવતા શીખવું પડે નહિ તો પરિસ્થિતિ બદલાશે અને આપણે ત્યાં ના ત્યાંજ રહી જઈશું. સુખ-દુઃખ એ બધું તો ચક્ર છે. જે ફરવાનું જ છે. આજે તકલીફ છે કાલે ફરી ખુશી આવવાની જ છે અને જિંદગીની મઝા તો એમાં જ છે. અત્યારે મને ખુશી એ વાતની છે કે આપણે મળ્યા, મને મારા જીવનની સૌથી મોટી ગિફ્ટ મળી, હું કેટલો નસીબદાર છું કે મને બસ સારા લોકો સાથે જ ભેટો થયો છે. જેકી જેવો ભાઈ ને હૅલન જેવા 'માં', તારા જેવી જીવનસાથી. શું જોઈએ મને જીવનમાં બીજું ? હું તો જિંદગીને દરેક પળમાં જીવવામાં માનુ છું. તું પણ હવે થોડું હસી લે. મને ભૂખ પણ લાગી છે અને તારા ચહેરાની આ ઉદાસી મને ખાવા દોડે છે.', વિકીએ શનાયાને કહ્યું.
'વિક, તમારા મમ્મીએ તમને શું ખાઈને જન્મ આપ્યો છે ? આટલી સમજશક્તિ એક છોકરી થઈને મારામાં હોવી જોઈએ એ બદલે તમે મને આટલી શાંતિથી સમજાવો છો અને મને સમજો છો એ જ મારા માટે બહુ જ મહત્વની વાત છે. મારા જીવનના કોઈક સારા કર્મોના
ફળ સ્વરૂપે મને તમે મળ્યા છો અને હું કોઈ પણ સંજોગોમાં તમને ખોવા નથી માંગતી. આજે એક લાખ માણસ વચ્ચે પણ બોલી શકું કે વિકી જેવો પતિ મળે એટલે એ છોકરી ધન્ય. થેન્ક યુ વિક.', શનાયા થોડી ગળગળી થઈને બોલી.
'શનાયા.. નો થેન્ક યુ નો સોરી. જસ્ટ સ્માઈલ માય લવ.' વિકે કહ્યું.
'વાહ.. દોસ્ત, ધન્ય છે તમને બંનેને. આ ૨૧મી સદીમાં રામ-સીતા ક્યાંથી પ્રગટ થયા ?' જેકીએ મઝાક કરતા કહ્યું.
'ભાઈ. બહુ બોલ્યો હો. ચૂપ થઇ જા અને લે આ ગાડી પાર્ક કરીને આવ જે અમે ડોક્ટર પાસે જઈને અપોઈન્ટમેન્ટ લઈએ છીએ.' વિકીએ બોલ્યો.
'વાહ, દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા. બિવિ મિલ ગઈ તો યે દોસ્ત પે ઈતબાર ના રહા.....' જેકીએ સોન્ગ ગયું..
બધા જ હસી પડ્યા અને ડોક્ટરની અપોઈન્ટમેન્ટ માટે ગયા.
'ડોક્ટર પટેલ સાથે મુલાકાત લેવાની છે. પ્લીઝ એમને ઇન્ફોર્મ કરી આપશો.' વિકીએ રિસેપ્શન પર કહ્યું.
'હા, પ્લીઝ સીટ ધેર સર.'
થોડી ક્ષણ બેઠા પછી ડોક્ટરે એમને બોલાવ્યા.
'યેસ મિ. વિકી. હાવ આર યુ નાઉ ?' ડોક્ટરે નોર્મલ તાપસ કરતા કહ્યું.
'યેસ, ડોક્ટર. બસ થોડી વાર માથું બહુ ભારે રહે છે. માથામાં લપકારા મારે એટલું દુ:ખે છે અને ગાડીમાં આવતા જ એવું થતું'તું. એનું કારણ ?'
'સી મિ. વિકી. હું બહુ ઊંડાણમાં કહીશ એના કરતા સીધું જ કહું છું કે તમને માથામાં ઊંડી સર્જરી કરી છે એટલે પહેલા તો તમારે એટલું ડ્રાઈવજ ના કરાય. બીજી વાત તમે નાહકનું ટેન્શન લેવાનું બંધ કરો. ખોટું વિચારીને મગજ ખરાબ ના કરશો. મગજ પર બને એટલો ભાર ઓછો આપો. મારી સલાહ છે કે તમે ક્યાંક દૂર ફરી આવો. હવાપાણી બદલાશે તો બધું જ ઠીક થઇ જશે. બાકી ગભરાવવાની કોઈ વાત નથી. મેં તમારા દોસ્ત જેકીને પણ કહ્યું હતું કે તમને બને એટલું ખુશ રાખવાનો પ્રયત્ન કરે. મારી તો સલાહ છે કે તમે લગ્ન કરી લો. એક રંગીન જીવનસાથી તમારા જીવનમાં ખુશીઓની રેલમછેલ કરાવશે. બાકી નોર્મલ તમે મેડિટેશન અને ધ્યાન કરો બાકી દવાઓ એમનું કામ કરે જ છે. ચિંતા ના કરશો. બધું જ ઠીક થશે. મારે એક અર્જન્ટ એપોન્ટમેન્ટ છે એટલે હું જાઉં છું તમે બહાર રિસેપ્શનથી દાવો લઇ લેજો. સી યુ..', ડોક્ટરે કહ્યું.
વિકી, શનાયા ને હૅલન બહાર આવ્યા. હજી જેકી આવ્યો ન હતો. શનાયા રિસેપ્શન પર દાવો લેવા ગઈ.
'યેસ, મેડિસિન પ્લીઝ. યેસ. ફોર મિ. પટેલ.',
'થેન્ક યુ લેડી. બાય..', શનાયા દાવો લઈને આવી.
'વિકી, આ જેકી ક્યાં રહી ગયો ? હજી કાર પાર્ક કરીને આવ્યો જ નહિ.' શનાયા એ પૂછ્યું.
'જેકી ને કોલ કરું હું.', હૅલને કોલ કર્યો.
'ફોન બંધ છે. ખબર નહિ આ છોકરો શું કરે છે.' હૅલન ચિંતા માં બોલ્યા.
'હૅલન, તમે ગભરાશો નહિ. આવી જશે. અહીંયા જ ગયો હશે ક્યાંક.',વિકી બોલ્યો.
ક્રમશ: